મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

દિવ્યભાસ્કર.પોર્ન

આ તો બધાય જાણે જ છે. કે સમાચાર પત્રો જેટલુ સારુ કામ કરે છે એના કરતા વધારે ખરાબ કામ કરે છે.
મોટા મોટા રાજનેતાઓને બ્લેકમેલ કરવાથી માંડી તમે જે વિચારી શકો તે બધુ જ. પરંતુ સમાચાર પત્રોનુ એક બીજુ ખતરનાક તત્વ છે. તેમાં અવતા અસ્લિલ ચીત્રો.
ભલ ભલા ના ઘરમાં મર્યાદાઓ ની મજાક ઉડાવતા એ પેપરો ઘરની વચ્ચો વચ જાણે અટ્ઠાસ્ય કરતા હોય અને કહેતા હોય કે, છે તાકાત તારામાં મને હટાવવાની.

નથી કોઇનામાં તાકાત નથી, કારણકે કોઇને કોઇ સમાચાર પત્ર તો જોઇએજ. મજ્બુરી છે. અથવા તો નશો છે.
સૌથી વધારે અઘાત તો દિવ્યભાસ્કર.કોમ ની વેબસાઇટ પર જઇને મળસે. જેમ ફિલ્મોને A સર્ટીફીકેટ મળે છે તેમ જો વેબસાઇટને પણ મળે તો કદાચ.દિવ્યભાસ્કર.કોમ નુ નામ સૌથી પહેલુ મળૅ. માત્ર કામુક ચિત્રો જ નથી કે જે તમારી કામવાસના ભળકાવે. સમાચારો તો પ્લેબોય ના મેગેઝિન કરતા પણ વધારે કામુક હોય સકે છે. તે તો મે માત્ર દિવ્યભાસ્કર.કોમ પર જઇને જ જાણ્યુ. દરરોજ તમને દસ એવા લેખો મળસે. ફલાણાની પત્ની. ફલાણાની છોકરી. ફલાણા દેસમાં ફલાણી ટોપ્લેસ થઇ.ફલાણીની હોટ અદાઓ.પત્નીઓની અદલાબદલી. ન જાણે કેવા કેવા વિષયો શોધી લાવે. જેટલી માહીતી રોજે રોજ પીરસે છે. તે જોઇને એમ લાગે જાણે.૧૦-૧૫ જણાની ટીમ તો હશે જ . મારા ખ્યાલથી એક આખો ડીપાર્ટમેંટ હશે. અને કદાચ એનુ નામ પણ એડલ્ટ ડીપાર્ટ્મેન્ટ કે પછી. કામસાસ્ત્ર વીભાગ એવુ જ કઇક હસે.

પાછુ લેખની નિચે લખ્યું હોય, કોઇ પણ પ્રકારની અસ્લિલ કોમેંટ કરવી એ ગુનો છે. આવી કોમેંટો ડિલીટ કરવામાં આવસે. એ વાંચુ ત્યારે તો પેટ પકડીને હસવું આવે. લેખનુ ટાઇટલ હોય ફલાણીની કામુક અદાઓ, ચીત્રમાં અળધી નાગી બતાવી હોય. લખાણ પણ કામુક હોય. પણ વાચકોને કોઇ જ અભીવ્યક્તી નો અધીકાર નહી. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યિને સિખામણ આપે.

આજે જે રીતે આ લોકો ઉઘાડે ચોક, ફ્રેન્ડક્લબોની અને મસાજ પાર્લરોની જાહેરાતો છાપે છે. તે જોઇને તો એમ જ આગે કે આ સમાચાર પત્રોની ગુલામીમાંથી ક્યારે આઝાદ થઇશું.

અંદર ખાને અમુક માહીતી નહી છાપીને, અથવા અમુક માહીતી તદ્દન જુદા જ અર્થમાં છાપીને    કરોડો કમાઇ છે, તેમજ અમુક માહીતી વારંવાર છાપીને કુતરાની માફક બ્લેકમેલ કરી અચાનક એક દીવસ હાડકું ફેંકતા જ કેવા ચુપ થઇ જાય છે આ લોકો એ હું વર્સોથી જોતો આવ્યો છું.

આમ છતા. પણ બેશરમની જેમ સમાચાર પત્રોમાં અશ્લીલ સામગ્રી આપીને પણ કમાવવાના અભરખા નથી છોડતા.

દેશનો  અત્યંત શક્તીશાડી પાયો મીડીયા છે, છતા આપણા દેશમાં સૌથી પહેલૂં આજ ભ્રસ્ટ થયુ હોવૂ જોઇએ. એ  પછી જ રાજકારણમાં ભ્રસ્ટાચાર નો સડો લાગ્યો હશે. એમ હું ચોક્કસપણે માનું છું

This entry was posted in સામાજીક and tagged , , . Bookmark the permalink.

One Response to દિવ્યભાસ્કર.પોર્ન

  1. Saralhindi says:

    Most of the articles are translated from English literature showing western women in pictures.These article writers get paid while bloggers don’t !

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !

Leave a Reply