મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

સમાધીની મારી વ્યાખ્યા

મનને માંકડું કહેવામાં આવ્યુ છે, તે સાચું જ છે. મન હંમેશા એક વિચાર થી બીજા વિચાર પર કુદ્યાજ કરે છે, વિચાર કરતો કરતો માણસ એક મીનીટમાં અમેરીકા પહોંચી જાય છે. આ બધા વિચારોને એક દ્રસ્ટા બનીને  જોવાની પણ એક મજા છે. તમે જોશો અને દરેક વીચારને નોંધતા જશો તો કરોડીયાના જાળાની યાદ આવશે. કારણકે એક વિચાર પછી તરત આવતો બીજો વિચાર એ થોડોઘણો પહેલા વિચારને સંલગ્ન હશે. ઉદાહરણ તરીકે તમે પેપર વાંચવા બેસો તો થશે હજુ પેપરવાડાને પૈસા આપવા બાકી છે, તેના પછી તમને યાદ આવશે કે એમ તો દુધવાડાને પણ પૈસા આપવાના બાકીજ છે ને. દુધ પરથી યાદ આવશે કે  દુધવાડાને દુધ પાતડુ આવતુ હોવા બાબતે  ધમકાવવાનો છે. ધમકાવવા પરથી યાદ આવશે કે આજે એક સહકાર્યકરને તેના એક કામના છબરડા માટે ધમકાવવાનો છે. કામ પરથી યાદ આવશે આજે ઓફીસમાં એક અગત્યની મીટીંગ છે…….

અને આમને આમ વિચારોની રેલગાડી ચાલ્યા જ કરશે. ક્યારેય અટકશે નહીં. આવું કેમ બને છે?  કારણકે આજ મનની પ્રક્રુતી છે. કૈ કેટલાય મહાન લોકો થાકી ગયા પણ  આ પ્રક્રુતી બદલી ન સક્યા.

કહે છે કે સમાધી એક પુર્ણ નીર્વીચાર અવસ્થા છે. તો શૂં ખરેખર ધ્યાન કે સમાધીમાં મન વિચારવાનું બંધ કરી દેતુ હશે?. અને ખરેખર શું સમાધી અત્યંત મુશ્કેલ અને વર્ષોની મહેનત પછી સાધી શકાતી અવસ્થા છે? સામાન્ય માણસ ભુલથી પણ સમાધીસ્ઠ થઇ શકે?.મારી દ્રસ્ટીએ સામાન્ય માનવી પણ રોજે રોજ સમાધી કરે છે, કારણકે હુ માનું છુ કે સમાધીની આ વ્યાખ્યા જ થોડી ભુલ ભરેલી છે.

માનવી જ્યારે એક વીચાર કર્યા પછી થોડીવારે બીજો વિચાર કરે છે ત્યારે આ બે વિચારોની વચ્ચે જે સુક્ષ્મ સમય(મિલીસેકંડ) વપરાય છે.  તે સંધીકાળ થયો. અને આજ કાળ એ બીજા અર્થમાં સમાધીકાળ પણ થયો. કારણકે  આ કાળમાં ન તો  પહેલો વિચાર છે કે ન બીજો. આનો મતલબ તો એ થયો કે આ દુનીયા જેટલા માનવીઓ છે તે બધા વારંવાર સમાધી કરે છે. તો પછી આપણી સમાધી અને એક યોગીની સમાધીમાં શું ફરક છે? બસ  એજ જ કે યોગીનો સમાધીકાળ બહું લાબો હોય છે, કોઇને માટે કલ્લાકો, તો કોઇને માટે દીવસો. અને આપણે માટે મિલિસેકંડ.

શું બીજી બધી કસરતની જેમ પ્રયત્ન કરવાથી આવી આવડત પ્રાપ્ત થઈ શકે? ના. કારણકે સમાધીકાળમાં કશૂ કરવાનું હોતુ નથી, એટલે એ મુળ તો કોઇ કસરત જ નથી. અને એટલે, આ રીતે તો તે ક્યારેય વધારી ના શકાય.

પણ હા, જો વિચારો પ્રત્યેનો તમારો અભીગમ બદલો તો આ સમાધીકાળ એની જાતે વધવા લાગશે?

હું હમણા શું વિચારતો હતો, અને તેની પહેલા શૂં વિચારતો હતો, બસ જ્યારે જ્યારે  યાદ આવે ત્યારે આટલીજ કસરત છે. વર્ષોના અભ્યાસ પછી મનની પ્રક્રુતી ને જાણી સકશો, ફરી કહી દઉ, કાબુ તો કોઇ જ ના કરી શકે.

તમે જોશો કે વિચાર જેટલો હલકો અને નકામો  હશે તેટલા તેના ભાઇબંધો વધારે હશે. આ તો તમે ઉપરના ઉદાહરણમાં પણ જોઇ શકો છો. પરંતુ વિચારો જેટલા ઉચ્ચ અને સુધ્ધ હશે તેમ તેના ભાઇબંધો પણ ઓછા હશે. ઉપરાંત વિચારો જેટલા અઘરા હશે  તેટલોજ સમાધીકાળ લાંબો હશે. જેમકે, હું તમને કોઇ અઘરો પ્રશ્ન પુછુ, તો શું થશે? મારો પ્રશ્ન એક વિચાર બની તમારા મગજમાં પ્રવેશ મેળવશે. પછી તમારુ મન પ્રક્રુતીવશ તેના ભાઇબંદો ને શોધશે, જેથી તરત જ કુદકો લગાવી શકે. પણ પ્રશ્નજ એટલો અઘરો છે કે લાખ પ્રયત્ન કરે પણ બીજો વિચાર આવે જ નહી, તો શું થાય? સ્વાભાવીક રિતે જ તમારો સમાધીકાળ મિલિસેંકડ ન રહેતા સેંકડ કે મિનીટો મા ફેરવાઇ જાય ,અને ત્યા સુધી રહે કે જ્યા સુધી તમને જવાબ ના મળૅ અથવા મન સામે તમે હારી જાવ અને બોલી ઉઠો, આવા સવાલ અમને નહી પુછવાના બોસ.

હવે હઉં તમને દુનીયાની સઉથી અઘરો સવાલ પુછું છું, તમે કોણ છો? ક્યાથી આવ્યા? ક્યા જવાના? બહુ , સરળ સવાલ લાગે છે નહી?, ભુલ કરો છો જરા ઉંડો સ્વાસ લો ફરીથી, ફરી ફરીથી વિચારો પોતાના મનમાં.

હું કોણ છું?   कोहम?  Who am I?

જેવો જવાબ મળૅ તેવુજ બોલો, ના… ખોટ્ટુ. હુ આ તો નથી જ, અને ફરી વિચારવા લાગો આજ દુનીયા નો સૌથી અઘરો સવાલ છે. જેનો જવાબ હજુ કોઇને મળ્યો નથી. અને આ વિચારના કોઇ જ ભાઇબંધો નથી, આ વિચાર પોતે જ એકલવીર છે મારી જેમ. જો નિસ્કપટ ભાવે કોઇ આ વિચારે તો તેમાં સમાધીકાળ બહું લાંબો ચાલે.

પેલા યોગીઓ સમાધી કરવાને બદલે કદાચ આ જ કોયડો ઉકેલતા તો નહી હોય? શૂ કહો છો?

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

One Response to સમાધીની મારી વ્યાખ્યા

  1. હુ એક આત્મા છુ….હુ સમષ્ટીમાંથી આવ્યો છુ અને સમષ્ટીમાં ભળી જવાનો છુ….હુ એક પરમાત્માનો જ અંશ છુ એ જ અનુભવ કરવાનો અને હુ કોણ છુ એ અનુભવ કરવાનો જ મનુષ્યનો મુખ્ય ઉદ્દેશ છે……….

Leave a Reply