મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

સુંન્યની શોધ

सुन्य ना दीया होता भारतने युं चांदपे जाना मुश्कील था

આ  બોલ છે ફિલ્મના એક ગીતના. અન કેટલીય વખત કેટલાય  લોકો આ વાત ઘણા જ ગર્વ થી બોલ્યા છે? હૂં પુછુ છુ? આમા શું ગર્વ લેવા જેવી બાબત છે. અમેરીકા કરોડો નું આંધણ કરે, કેટલાય વીજ્ઞાની પોતાની જીંદગીની આહુતી આપે, ત્યારે ચાંદ પર એક માણસ પહોંચે, અને માત્ર એક ઝંડો રોપીને, થોડી માટી લઇને પાછો આવે.( જો કે ખરેખર કોઇ ચંદ્ર પર ગયુ હતુ તે એક વિવાદ નો વિશય છે,). પછી ભારતે કે બીજા કોઇ દેશે આ પરંપરા આગડ ન વધારી. તો ખરેખર તો ચાંદ પર ગયો તે મહાન. તેના બદલે એમ કે જો એમ કહે કે જો શુન્યની શોધ અમે ના કરી હો તો તમે ચંદ્ર પર કેવી રીતે જાત. અલ્યા જેને જવું હોત તો તે સુન્ય વગર પણ જાત , એમાં આટલી ડંફાસ મારવાની શું જરુર. અને એ પણ તારે. બહું લાગી આવતુ હો તો તુ પણ જા. અને પછી કહે, કે આ તો કઈ નથી, અમારે ત્યા નારદમુની તો, ક્યા ક્યા આંટાફેરા મારવા જતા હતા. ચંદ્ર મંગળ તો અમને પુછી ને જ એમનો રસ્તો નક્કી કરતા.

આપણામાં થી કેટલા ને ક્રીકેટ શોખ હશે. જેને ક્રીકેટ નો શોખ ના હોત તે અછુત જેવો લાગે. મને ઘણી વખત આવો અનુભવ થયો છે. શૂ સ્કોર થયો પુછે ત્યારે બહું શરમ આવે. પેલાને ખબર પડી જાય તો માંડંમાંડ બનેલી દોસ્તી ટુટી જાય. પેલાને પણ શરમ આવે. વાત પણ શું કરે.  પછી મે પણ શીખી લીધુ. શું બોલવુ તે. હું પુછુ, તમે ક્રીકેટ રમો છો? ૯૯% પેલો ના જ પાડશે.બેટ પણ હાથમાં લીધું નહી હોય, પણ જ્ઞાન એવું કે સચીન તેંડુલકરની પથારી ફેરવી નાખે.

હા તો સુન્યની બાબતમાં કઇક આવી જ અતીશ્યોક્તી લાગે છે. આમ બેઠા બેઠા કોઇને શુન્ય મળી ગયુ હશે. એમા વડી સુ મહેનત. નામ જેટલી મહેનત, નામ જેટલું જ રોકાણ, ઋષી કણાદને ના મળ્યુ હોત તો કોઇ છગન મગનને પણ મડી જાત. એમાં આટલી બધી શું ડંફાસ, બસ એક બોલ્યો એટલે બીજો પણ બોલશે.

તમને શું લાગે છે? ખોટૂ લાગે છે? તો વિચારો,તમારા વિચાર, અહીં કોમેંટ માં લખો? બે ચાર સંભડાવી દો . મને ખોટુ નહી લાગે.

This entry was posted in આધ્યાત્મીક and tagged . Bookmark the permalink.

Leave a Reply