મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

શુન્ય માત્ર ભારતમાં જ મળે

મારી દ્રસ્ટીએ સુન્યની શોધ માત્ર ભારતમાં જ સંભવી શકી હોત. જો ભારતે સુન્યની શોધ ન કરી હોત તો બિજી કોઇ સંસ્ક્રીતિ માટે તે શક્ય ન હતું. શુન્ય એટલે “કઇજ નહી”, જીવનની ઉત્પતી એક સુન્યમાંથી થાય અને અંતે પાછી સુન્યમાં સમાય તેવી માન્યતા ભારતીય જ હોય શકે.

પોતાના અંહંકારને ખતમ કરવાની કલા, પોતાના હોવાપણાને ખતમ કરવાની કલા, જીવતે જીવત ખોવાય જવાની કલા માત્ર ભારતમાં જ સંભવી શકે. એટલી આશાન નથી આ વાત. જો ખરેખરા દીલથી કોઇ પ્રયત્ન કરે તો માલુમ પડે. એક વખત આત્મહત્યા કરવી કદાચ સહેલી છે. ટ્રૈન નીચે મરી જાવ, ઉંચી બીલ્ડીંગ પરથી કુદો, બહુ આસાન છે. પણ ધીરે ધીરે પોતાના અસ્તીત્વને ખતમ થતા જોવં અને તે પણ પાછા મેળવવાની પુરી સ્વતંત્રતા સાથે, ગમે ત્યારે અધ્વચ્ચેથી પાછા આવી સકાય ત્યારે પણ સુન્યતાની દીશામા એકધારા અગળ ચાલવું, ત્યા સુધી કે સુન્ય પુરું ના  મળે, ત્યા સુધી કે તમે પુરા પુરા મ્રુત્યુ ના પામો ત્યા સુધી મહેનત કરતા રહેવાનું. શરીર તો એવું જ છે પણ હું નારહ્યો, જેવો હં  પુર્ણ મ્રુત્યુ પામ્યો તેવો ઇશ્વર જાગ્યો.  કબીરે સાચું જ કહ્યુ છે.

जब मे था तब हरी नही  अब हरी हे मे नाही.

प्रेम गली अती संकरी    जा मे दो ना समाय

ભારતની આ ધરતી ઉપર જેવી સુન્યની આરાધના થઇ છે તેવી દુનિયામાં ક્યાય નથી થઇ,  બિજુ બધુ જ શક્ય હશે પણ સુન્યની શોધ તો ભારત વીના અશક્ય છે. જો ભારતે શુન્ય ના શોધ્યુ હોત તો ક્યારેય શુન્ય ન શોધાયુ હોત.

 

 

This entry was posted in આધ્યાત્મીક. Bookmark the permalink.

2 Responses to શુન્ય માત્ર ભારતમાં જ મળે

 1. Keshav says:

  મિત્ર એકલવીર:
  ઉપરોકત વ્યક્ત્વ્યોમાં શું આપ આપના અહંકારની પરમશીમા જોઈ શકતા નથી?
  કેશવ

 2. sachinbhika says:

  પ્રીય કેશવ, તમે મારા પ્રથમ ટીકાકાર છો, એટલે પહેલાતો દીલના ઉંડાણથી હું તમારુ સ્વાગત કરું. છુ.
  તમારી વાત બીલકુલ સાચી છે થોડી અતીશ્યોક્તી તો ખરીજ. ‘માત્ર ભારતમાં જ મળે’ એવુ લખવાને બદલે ભારતનું વાતાવરણ શુન્યની શોધ માટે સર્વોત્તમ હતું તેમ કહેવુ ઉચીત લાગશે.

  આભાર.

Leave a Reply