મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

પાશ્ચાત્ય સંસ્ક્રુતી પણ સારી છે.

પુર્વની સંસ્ક્રુતી અને પાશ્ચાત્ય સંસ્ક્રુતી વચ્ચે આસમાન જમીનો ફરક છે. તે તો સર્વવીદીત છે. અને આ વાત આપણા કેટલાય ધર્મધુરંધરો અને અન્ય સંસ્ક્રુતીના પ્રચારકોને મુખે સાંભળી હશે. પણ તેમા એક છુપો ઇરાદો જોવા મળશે કે આપણી સંસ્ક્રુતી ઉચ્ચ અને પાશ્ચાત્ય સંસ્ક્રુતી નીચ. તમને કદાચ નહી ખબર હોય પણ આ ટેકનીકનો સૌથી પહેલી શોધ હીટલરે કરી હતી, હીટલર અને તેની ગોબેલ્સ પ્રચાર પધ્ધતી વીશે વાંચશો તો તમને સાફસાફ સમજાય જશે કે કેવી રીતે હીટલરે યોજનાબધ્ધ રીતે જર્મન પ્રજાના મનમા ઝેર રેડ્યુ અને એમને માનતા કર્યા કે માત્ર જર્મન જ સુધ્ધ આર્યો છે. અને આવા ધર્મઝનુની વાક્યોનું અફીણ પાઇપાઇને ખુબજ જલ્દીથી અને અસાનીથી તે જર્મની નો તાનાશાહ બન્યો, બીજા વીશ્વયુધ્દ્ને અંતે જ્યારે જર્મનીની આંખ ખુલી અને પેલા અફીણની અસર ઉતરી ત્યા સુધી તો ઘણું મોડુ થઇ ગયુ હતુ. એક જુઠી વાત ને સો વાર બોલવાથી જનતા તેને સાચી જ માને છે તે હીટલરની શોધ છે.

હું માનુ છુ કે પાશ્ચાત્ય અને પુર્વની સંસ્ક્રુતીમાં આસમાન જમીનનો ફરક છે. પણ બેમાથી કોઇ એક બીજા કર્તા ચઠીયાતી નથી. આપણી સંસ્ક્રુતી અતી પ્રાચીન છે, તેનો ગર્વ લઇને હવે શું કરશો, શું આપણા જ ઋષીમુનીઓ ફરી અમેરીકામાં જન્મ ન લે તેવુ ના બને. શું ફરી જન્મ લેવા માટે તેમને ભારત ગમશે? અથવા અનીવાર્ય હશે? સારા અને ખરાબ બંને પ્રકારના લોકો જેમ અમેરીકામાં છે તેમ ભારતમાં પણ છે અને હતા. પ્રાચીન હોવાથી આપણને કોઇ વધારે માર્ક તો હરગીજ નથી મળતા કે નથી આપણને કોઇ હક્ક મળતો. વેદો કે પુરાણો પર તો તેમનો જ અધીકાર કે જે તેને સમજે છે. તે ભલે પછી અમેરીકન હોય. અને હું તો દ્રઢ પણે માનુ છુ કે એક અંગ્રેજ જ્યારે વેદ કે પુરાણો નુ વાંચન કરે છે તો તે મોક્ષ કે સ્વર્ગ એવા બીજા કોઇ કારણો માટે નહી પણ માત્ર સુધ્ધ જીજ્ઞાસાથી કરે છે. આથી તે વધુ ઝ્ડપથી અને વધૂ સારી રીતે જીવનમાં ઉતારે છે. ભારતીય તો એક મગરની ચામડી ઓઢી લે છે.

આપણે મા-બાપની સેવા કરીયે છીએ, અને અમેરીકનો નથી કરતા. બાપરે બાપ આ તો ખબર નહી કઇ કેટલીય વખત કહેવાયુ છે. પોતે તો કોઇ દીવસ મા-બાપની સેવા ન કરે અને પોતાના બાળકોથી ઝંખે, તેવા ખાલી થેલી જેવા વ્રુધ્ધો, પેપરના લેખો, ટીવીના કાર્યક્રમોમા આવતા ન જાણે આવ કેટલાય અવતરણો પોતાના સંતાનો ને દેખાડે અને બોલે “જોયુ…” શૂં ધૂળ જોયુ. કહેવાતા ઘર્મધુરંધરોને તો સમાજની આ દુખતી રગ દબાવવાની એવી મજા આવે છે, ન જાણે કેટલો બધ રસ લઈ ને અમેરીકનો ઠેકડી ઉડાવે. આપણા શ્રવણ્કુમારની અને કેટલાય પુરાણ્કાલીન કથાઓમાં માબાપનો આદેશ માનનાર પુત્રોની કથાઓ ભરી પડી છે, અને દરેક વખતે અમેરીકાના સંસ્કારોના ઉદાહરણો ઘુસેડી બોલે, “જોયુ..” મારી દ્રસ્ટીએ આ એક વિક્રુતી છે. જો ખરેખર કોઇ સાફ દીલથી બે સંસ્ક્રુતીઓનુ સમગ્રોગામી વિશ્લેષણ કરશે તો સમજાશે કે આવી સમાજ્વ્યવસ્થા પાછડ અંગ્રેજોનો કોઇ સ્વાર્થ નથી. અને સાચુ કહુ તો કોઇ પણ સમાજ વ્યવસ્થા જ્યારે સમગ્ર રીતે જોવામાં આવે તો ક્યારેય ખોટી હોય જ ન શકે. સમાજના બહોડા વર્ગે તેનો સ્વીકાર કર્યો છે તેજ તેની સાબીતી છે કે તે ખોટી નથી. કોઇ પણ સમાજવ્યવસ્થા કોઇ મોટી મોટી ફિલોસોફીના આધાર પર નથી બનની, અને કહેવાતા જ્ઞાનીઓ કોઇ પણ સમાજમાં એક ટકો પણ બહુમતી નથી ધરાવી સકતા, તો તે સમાજવ્યવસ્થા કેવી રિતે બનાવી શકે. સમાજવ્યવસ્થા તો સાદાશીધા લોકોથી બને છે. અને તેમનો એક જ હેતુ હોય છે. બધુ બધાને સરખે ભાગે મળે. અને સક્ય તેટલુ કોઇ દુખી ન થાય. અને તે સમાજનો એક મીજાજ છે તેને ઠેસ ના પહોચે. પ્રજા ઝનુની હોય, વેપારી હોય કે ધાર્મીક હોય તો તેવા તત્વોનો વધારો જોવા મળે. પણ મુળ તો એક જ વાત કે બધાને બધુ સર્ખે ભાગે મળૅ. ઉદાહરણ તરીકે એક જ પત્ની હોવી જોઇએ એ વાત સનાતન સત્ય ન કહેવાય, દેશકાળ આધારીત સત્ય કહેવાય.

પહેલાના સમયમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે હતી તો તે અનુકુળ હતુ. હવે આવનારા સમયમાં સ્ત્રીઓની સંખ્યા કરતા પુરુષોની સંખ્યા વધી જશે તો કદાચ નવી સમાજવ્યવસ્થા બહુપતીત્વ તરફ પણ વડે, સમાજવ્યવસ્થા તો માત્ર એક જ સીધ્ધાંત પર ચાલે છે, બધાને બધુ સરખેભાગે મળે. બાકી બીજી મોટી મોટી વાતો તો ધર્મધુરંધરો ઉપજાવી કાઢે જે, જેમકે પતી એ પરમેશ્વર છે કહેનારા કાલે આવુજ કઈ સાબીત કરશે અને કહેશે પત્ની એ પરમેશ્વર છે.

હા તો પાસ્ચાત્ય સંસ્ક્રુતીનો મીજાજ છે, હું મારી ચીંતા પહેલા કરુ(I before we). ભારતીય સંસ્ક્રુતી નો મિજાજ છે હુ બધાની ચીંતા પહેલા કરુ(we before I). હવે એવુ ભુલથી ના માનતા કે બીજાની ચીંતા કરે તે સમાજમા જ બધાને સરખે ભાગે મળે. જો બધાજ પોતાની ચીંતા પહેલા કરે તો પણ બધું બધાને સર્ખે ભાગે મળી જ શકે છે. ત્યા માબાપની સેવા નથી કરતા તેમ કહેવાને બદલે ત્યા દરેક વ્યક્તી બિજાની સ્વતંત્રતા ને માન આપે છે તેમ કહેવું વધારે ઉચીત લેખાશે. અને અમેરીકામાં વ્રુધ્ધોની જેટલી સેવા થાય છે તેટલી ભારતમાં તો નથી જ થતી. સરકાર તેમનુ ખાસ ધ્યાન રાખે, રસ્તા પર ચાલતા વ્રુધ્ધો, અંધ કે અપંગ માટે ત્યાન લોકો જ્ગ્યા ખાલી કરે. થાય છે આવુ ભારતમાં? કેટલાય વ્રુધ્ધો અપમાન ભરેલી જીદગી જીવે છે ભારતના મધ્યમ અને ઉચ્ચ વર્ગોના ઘરોમાં. (ગરીબોની વાત તો થોડા સમય માટે ભુલી જાવ). કહેવાતા કેટલાય સુખી દંપતી અંદરથી કેટલા દુખી છે. તક મળે તો એક મીનીટ પણ પેલા કે પેલી સાથે ના રહે, પણ શું કરે મજબુરી છે. આ કોઇ સંસ્ક્રુતીની મહાનતા નથી, એમાં તો સંસ્ક્રૂતીની અલ્પ્તતા છે. ભારતની સૌથી મોટી સમસ્યા છે દંભ. નર્યો દંભ. ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યા ભારતના બધા સંતો પ્રવચન માટે આવે છે. દરરોજ કોઇ ને કોઇ સંતની સભા અહી ભરાય છે. પણ મને કહેવા દો કે ગુજરાત એક નર્યા દંભી લોકોનો સમાજ છે, એક તરફ તો ધર્મનો દેખાવ કરે છે અને બીજિ તરફ સ્ત્રીભ્રુણ હત્યા, માબાપ નું અપમાન ( કેટલાય ગુજરાતીઓ એ પોતાના માબાપ ને રસ્તામા જ ગાડીમાથી ઉતાર્યા છે) અને નર્યા સ્વાર્થનું જીવન જીવે છે. હું ઘણા વર્ષો કર્ણાટકમાં રહ્યો, અને મે અનુભવ્યુ છે, આટલો સ્વાર્થ અને દંભ ત્યા નથી. કોઇ અંગ્રેજે માબાપને ઘરમાથી કાઢી મુક્યા હોય, અને માબાપને ભીખ માગવી પડી હોય તેવો એક પ્રસંગ પણ કોઇએ સાંભડ્યો છે. ત્યા માબાપ બાળકને ૧૯ વર્ષ પછી બીજે જવા પ્રેરે છે, પણ તેમાં એક ઉત્સવ છે. ક્યાય સ્વાર્થ નથી. સાંભડ્યુ છે? કે માબાપે કાઢી મુક્યા હોય અને બાળકોને ભીખ માગવી પડી હોય.સાંભડ્યુ છે?, કે કોઇ માતા પોતાની બાળકી ને કચરામા કુતરાના ભોજન માટે મુકી જાય. આવું તો માત્ર અને માત્ર ગુજરાતમાં જ સંભવે. એક ડોઢમણની ગાળ પણ ઓછી પડે આવી મહાન સંસ્ક્રુતી માટે. પણ અંગ્રેજોની માફક ખુલ્લા દિલે ગાળ પણ નથી બોલી સકાતી, આખરે સંસ્કાર તો અહીં ના જ છે ને, દંભની આદત મારામાં નથી એમ કહેવું પણ એટલો જ દંભ હશે.

This entry was posted in માનવીય and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to પાશ્ચાત્ય સંસ્ક્રુતી પણ સારી છે.

 1. Keshav says:

  મિત્ર એકલવીર:
  ફરીથી આપના મુક્ત વિચારોની મુલાકાતે આવ્યો છું.
  મારા વિદ્વાન મિત્ર, અસત્યને સત્ય બનાવવાની કળા તો હિટલરની સોધ નહીં પણ પુરાણી માનવ જાતની તરકીબ છે. દરેક માનવ સમાજમાં ઉચ્ચ વર્ગોએ નીચલા વર્ગોને ગુમરાહ કરવામાં આ તરકીબનો ઉપયોગ કર્યો છે. પંચતંત્રની વાતો વાંચવાથી આનો ખ્યાલ આવશે. રાજનીતિજ્ઞોનુ આ મુખ્ય શસ્ત્ર છે.ચાણક્યનુ પણ કદાચ આ મુખ્ય સસ્ત્ર હશે.
  કેશવ

  • sachinbhika says:

   બિલકુલ સાચી વાત છે. આ તો માનવ સહજ છે. આમ છતા હિટલરનો પ્રચારમંત્રી જેનુ નામ જોસેફ ગોબેલ્સ છે અને જેના નામ પર ગોબેલ્સ પ્રચાર પધ્ધતી પડી તેને વાંચવી ઘણી રસપ્રદ હશે. એજ પુરાણી વાત ને જે નવુ આધુનીક રુપ હીટલરે અને ગોબેલ્સે આપ્યુ છે, TV, રેડીયો, પુસ્તકો, અને એવી બધા માધમોનો ઉપયોગ કરી કેવી રીતે પોતાની વાતો લોકોના દીમાગમાં ઘુસાડવી, અને ખાસ તો દુનીયાની અન્ય વિચારધારા જે પોતાને પ્રતીકુડ છે તેને કેવી રીતે જરમન પ્રજા સુધી જતા રોકવી એની ટેકનીકો વાંચસો તો દંગ રહી જશો. એક બહુ સાદી ટેકનીક કે જે હીટલરે વાપરી તે અત્રે જણાવુ. સરુવાતમા જ્યારે હીટલરને કોઇ ઓડખતુ ન હતુ ત્યારે, તેની દરેક સભામા તેના પોતાન ૪-૫ માણસો જતા, અને આ લોકો અગત્યના મુદ્દા પર તાડીઓ પાડતા અને એવુ પ્રદર્શન કરતા જાણે તે અત્યંત પ્રભાવિત થાય છે.

Leave a Reply