મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

પૌરાણીક સાહીત્ય અને કલ્પનાવિહાર

મે જેમ પહેલા કીધું છે અને આગળ પણ કહીંશ તેમ, ભારતનું પૌરાણીક સાહિત્ય છલોછલ ભરેલુ છે વિજ્ઞાનથી, અને તેની કાવ્યાત્મક  અને રુપક શૈલીથી, પરંતુ તેમા રહેલા ગુપ્ત અને સાચા વીજ્ઞાનને સમજી નથી શકતા. અક્ષરસઃ સાચું માનવુ એ ખરેખર ભુલભરેલુ છે. ઉદારહરણ તરીકે નરસીંહ મહેતા સદેહે ઇશ્વરમાં સમાઇ ગયા. આવું તમે વાંચ્યુ કે નાટકમાં જોયુ હશે, તો તમે શું વિચારો છો?  આ તો શ્રધ્ધાનો વિષય છે એમ કહી તમારે આગળ વધવું પડશે,  અથવા તો આવા બધા ગપગોળાને લીધે જ…. તેમ કહી અટકવું પળશે.  પરંતુ આ શૈલી તો આપણા રોજબરોજના જીવનમાં પણ ઉતરી જ છે. જેમકે આજે પણ કોઇ મ્રુત્યુ પામે તો આપણે ચોક્ખા સબ્દોમાં બોલી નથી શકતા, કે મરી ગયા. એને બદલે રુપક શબ્દોનો ઉપયોગ કરીયે છીયે. તમારે પોતે પણ આવા રુપક શબ્દોનો ઉપયોગ કરવો જ પડ્યો હશે તેનુ શું? જેમકે ‘અમારા પિતાજી સ્વર્ગે શીધાવ્યા છે’, અથવા ‘ધામમાં ગયા છે’, આવા તો દસ વાક્યો મળશે, અરે તેમાં પણ સંશોધન જેમકે ‘અમારા પીતાજી એક્શ્પાયર થઇ ગયા છે’. ‘ઓફ થઇ ગયા છે’.  બધા જાણે છે કે પેલાને તો નર્કમાં પણ જગા ન મળે પણ એવુ ના કહેવાય. આવું કેમ?. દેખીતુ કારણ તો એજ કે વ્યવહાર છે. થોડુ ઉંડુ વીચારીયે તો આ પરંપરા પાછળનો હેતુ  તો એજ કે આપણી ‘ભાવના’ એવી નથી કે એ મરી જાય તો આપણે સીધેસીધા સબ્દોનો ઉપયોગ ના કરીયે. તો તમે પણ એની ભાવના ને જુઓ છો તેના સબ્દોને નથી જોતા.

આજકાલ ધર્મધુરંધરોની એક નવી જ ગપ  ઘણી વખત સાંભડવા મળે છે, તેઓ આધુનીક માહીતીનો ઉપયોગ પણ એમ સાબીત કરવામા વાપરે છે કે શાષ્ત્રોમાં લખેલું અક્ષરસઃ સાચું છે. ઉદાહરણ તરીકે જેટલી પણ નવી વીજ્ઞાનીક શોધ થયેલ છે તેને કોઇને કોઇ ઐતીહાસીક વાત સાથે જોડી દેવી.  અને બાંગ પોકારવી કે જોયુ આપણે તે પહેલેથી જ બધુ જાણીયે છીયે.  ટેસ્ટ-ટ્યુબ બેબી એ નવી શોધ છે તો  કહેશે ગાંધારીએ તો આ ટેકનીકના સહારે ૧૦૦ પુત્રોને જન્મ આપ્યો. વર્ણશંકર પ્રજાતી ની કલાથી આજના વૈજ્ઞાનીકે થોડી સીધ્ધી શુ મેળવી, તેમાં પણ આપણે કોઇને કોઇ પાત્ર જોડી દીધા. ટી.વી ની શોધ થઈ તો મહાભારતનો સંજય યાદ આવ્યો. રાવણ તો મોટો વૈજ્ઞાનીક હતો, તેને પુષ્પક વીમાનની શોધ કરી છે. મહાભારતમાં જે બ્ર્હમાસ્ત્રની વાત છે તે આજના એટમબોંબ જેટલા જ શક્તીશાડી હતા.  વગેરે વગેરે.  અમેરીકામાં ઘણી સાયંસ ફિક્શન મુવી આવે છે. મંગળ પર પહોચવાની વાતો,  પરગ્રહવાસીઓ સાથે યુધ્ધોની વાતો,માનવયંત્રો અને કઇ કેટલીય વાતોના આધાર પર ફીલ્મો બની છે. કાલે ભારત મંગળ પર પ્રથમ જાય તો શું અમેરીકા એમ કહેશે  કે એમાં શુ, અને સાબીતી તરીકે  પેલી ફિલ્મો બતાવશે? શું આવા સબુતોને માન્ય ગણી શકાય ખરા. આપણા ઘણા ઇતીહાસકારો આવું બધુ સાબીત કરવા આસમાન જમીન એક કરી રહ્યા છે. પરંતુ સાબીત કરશો તો બધું જ સાબીત કરવુ પળશે. એક જ પુસ્તકની એક વાત વૈજ્ઞાનીક અને બીજી વાત કલ્પના એમ નહી ચાલે. ક્યાંક તો અટકવું જ પડ્શે. નહી તો મુશ્કેલ થશે. બ્ર્હહ્માને ત્રણ માથા કેમ, ગણેશનુ મુખ આવુ કેમ, હનુમાન ખરેખર લંકા કેવી રીતે પહોચ્યા. કેવી રીતે તેમની પુછ આટલી લાંબી થઇ.ક્રીશ્નએ કેવી રીતે આખા પર્વતને ટચલી આંગળી પર ઉઠાવ્યો હશે. બધુ જ સાબીત કરવું પડ્શે, માત્ર હીન્દુ ધર્મની વાત નથી બધા ધર્મોમાં થોડા ઘણા અંશે છે જ આવા ચમ્ત્કારો. બધૂ સાબીત કરવા જશો તો થાકી જશો.

થોડાઘણા સમજદાર ધર્મગુરુઓ જેમકે મોરારી બાપુ, શ્રી શ્રી રવીશંકર વગેરે સીધા જ આવા વીષયમાં પ્રવેશ નથી કરતા, આટકી જાય છે, એમ કહીં ને કે આ તો શ્રધ્ધાનો વીષય છે. શ્રધ્ધા આગળ તર્ક કામ ન કરે. સાવ સાચી વાત છે સામે જે બેઠા છે તેમા ૯૯% તો ભક્તો છે અથવા મુમુક્ષુઓ છે, જીજ્ઞાસુઓ થોડા છે? ભક્તીમાર્ગમાં તો અહીં અટકી જવામાં જ સલામતી છે નહીં તો ભગવાનને પામવાનું રહી જશે. અરે ભગવાન ખુદ જ જ્યા એક શ્રધ્ધાનો વિષય હોય ત્યા આ બધી લમણાજીકમાં કોણ પડે. પરંતુ જ્ઞાનમાર્ગી માટે આ જ દરીયો છે જેમાં છલાંગ મારવાની છે.  ભાવુકતા ના સમંદરમાં ભક્ત કુદે તો જ્ઞાનનાં સમુદ્રમા જ્ઞાની કુદે અંતીમ લક્ષ તો એક જ છે પણ રસ્તા અલગ. ભક્ત માની લે, જ્ઞાની જાણી લે અને સંસારી લડ્યા કરે.

મારી દ્રસ્ટીએ આવી કલ્પનાની વાતો વાર્તામાં રસ ઉમેરાય તે માટે લેખક ઉમેરે છે.( અથવા અન્ય કારણો કે જે મે જ્ઞાન્પુસ્પોની સાચવણી નામના પોસ્ટ્માં વીસ્તારથી જણાવેલ છે.) લેખક ઇચ્છે છે કે વાચક ભાવપુર્ણ થઇને વાચે. વાચક તેનુ  બધુ ધ્યાન અહી કેન્દ્રીત કરે.  કારણકે વાત માત્ર માહીતી કે નવલકથા કે લેખ નથી.  ઉદાહરણ તરીકે રામને જ્યારે જનક્પુર નિ પુસ્પવાટીકામા પુસ્પ તોડતા પરસેવો આવી જાય છે ત્યારે સીતાને ચીંતા થાય છે, કે આ માણસ પુસ્પ પણ જો તોડતા તકલીફમાં મુકાય તો શીવજીનું ધનુષ કેવી રીતે તોડશે. ખાલી આજ વાત પર ત્રણ અલગઅલગ ભાવાર્થ તારવી શકાય અને  ૩૦ પાના ભરીને સમજાવી શકાય તેમ છે.

આની સૌથીમોટી સાબીતિ તો એ છે કે આજે જે મહાભારત આપણી પાસે છે તે હકીકતમાંતો જય નામનું એક પુસ્તક હતુ, તેના બીજી આવ્રુતી તેના કરતા ઘણી મોટી હતી જેનુ નામ ભારત  હતુ અને તેની ત્રીજી આવ્રુતી તો બહુજ મોટી હતી અને તેનું નામ હતું મહાભારત.

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , . Bookmark the permalink.

One Response to પૌરાણીક સાહીત્ય અને કલ્પનાવિહાર

  1. GUJARATPLUS says:

    Most Gurus just give lectures and people listen but no one asks any questions.
    if there were only questions and answers in recorded form lots of gurus will disappear.
    Have them answer questions instead of lectures.

Leave a Reply