મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ભાવનાને જુઓ

( નોંધઃ મીત્રો માફ કરજો, આ ભાવના નામની કોઇ છોકરીની વાત નથી, કોઇ પ્રેમ કે જુદાઇની વાત નથી )

ઉપનીષદમાં કહેવાયુ છે કે તમારા આજના વિચારોને જુઓ, કાલે તે  તમારા સબ્દો બની જશે,  તમે આજે સું બોલો છો તે ધ્યાનથી સાંભડો, કાલે તે તમારા કર્મો બની જશે. તમે આજે શું કરો છો તે ધ્યાનથી જુઓ કાલે તે તમારી આદત બની જશે. આજે તમારી શું આદત છે તે ધ્યાનથી જુઓ કાલે તે તમારું ભાગ્ય બની જશે.

આજ કસરત તમે ઉંધી દીસામાં પણ કરી શકો છો, મતલબ આજે તમારું શૂ ભાગ્ય છે, તેના વિશે ક્યારેક ને ક્યારેક તમે વિચાર્યુ હશે, માન્યુ હશે અને તમારા વર્તનમાં પણ આ માન્યતા ઉતરી હશે.

સારાંશ એ થયો કે તમે શું વિચારો છો તે મહ્ત્વનું છે.તમને થાય કે મારા કરતા પેલાનું ભાગ્ય આવું કેમ, તેના બદ્લે તમે એવુ પણ વિચારી શકો કે મારા કરતા સારા વિચારો તેને કેમ આવ્યા.  આજના મેનેજમેંટ ગુરુઓ પણ આ વાત પર ખુબ જ ભાર મુકે છે, મોંઘી ટ્રેનીંગો  આપી positive thiknig પર ભાર મુકે છે. તેઓ એક જ વાત કહે છે, હંમેસા ઉત્તમ વિચાર કરો, positive વિચારોનું સંવર્ધન કરો અને negative વિચારોને દબાવી દો.

ઘણી વખત આપણને ખરાબ વિચારો આવે છે. ઘણી વખત  આપણને ડર પણ લાગે છે કે કેમ આવા ખરાબ વિચારો આવે છે, કેમ જાણવા છતા હુ મારા વિચારો પર કાબુ નથી કરી શક્તો. મહેનત કરીને જો કોઇ સારા વિચારો આપણે લાવીયે તો પણ  બહું ટકતા નથી. સંશય તરત જ તેમને  ખાઇ જાય છે. હવે વિચારો ને બહું જ ખેલદિલીથી જોવુ મુશ્કેલ છે, આ મારો અનુભવ છે, જ્યારે હું ધ્યાનમાં બેસું અને પુર્ણ હોંશમાં આવી વિચારોને જોવા લાગુ ત્યારે વિચારો ગાયબ થઇ જાય છે. પણ બહૂ ધ્યાનથી જોતા સમજયુ કે કેટલાય વિચારો હજુ પણ ચાલી રહ્યા હતા પરંતુ તે સબ્દો રુપે ન હતા. જો કદાચ મે તેમની પર આટલુ ધ્યાન ન આપ્યુ હોત તો તેઓ વિચારો રુપે ઉગી નિકડવાની તૈયારીમાં જ હતા. આને શું કહેવુ.

તો તેનો જવાબ છે ભાવના, લાગણી. કહેવાય છે કે જેમ આપણે શ્વાસ વીના પાંચ મીનીટ રહી નથી શકતા તેમ ભાવના લાગણી કે feelings  વિના  પણ નથી રહી સકતા. જે આ મંત્રમાં નથી કહેવાય પણ અન્યત્ર કહેવાય છે, કે તે વાત  એટલે કે

यथा भावम तथा भवती

જેવા તમારી ભાવના તેવા તમે બનશો.

તો આ ભાવ કેવી રીતે લાવવા તો જવાબ છે વિધી, આપણા હીન્દુ સાસ્ત્રોમાં મધ્યકાલમાં ઘણા જ  રિવાજો ઉત્પન થયા તેની પાછડ પણ આજ કારણ કદાચ હોય સકે સમાજ ના ઘડ્વૈયાએ  જોયુ કે સમાજ પોતાના રોજબરોજના કામમાં વધુ પરોવાયેલો રહેવા લાગ્યો, અને તેની પાશે ઇશ્વર માટે સમય નથી રહેતો. તેની ભાવના આજે તો સારી છે, પણ તેમાં એટલી ઉંડાઇ નથી તો તેમણે રિવાજો બનાવ્યા કે જેનાથી સારી ભાવના જાગ્રુત થાય અને અંતે તે સારા વિચારો થી સરું કરી સારા ભાગ્યમાં પરીણમે. આપણા સોડ સંશ્કારો, જેમાં જન્મ લગ્ન, મ્રુત્યુ અને એવા કેટલાય પ્રંસંગો અને અવારનવાર આવતા આપણા ઉત્સવો, યજ્ઞો અને આ બધાં પણ કરવામાં આવતી વિધીઓ    કેમ કરવામાં આવે છે તે તમે પહેલા તો સમજો. પછી, વિધીની ક્રિયામાં જોડાવ, અને ત્રીજુ પણ અત્યંત મહ્ત્વનુ મુદ્દો એ કે તેની પર એકાગ્રતા લાવો. આમ કરતા તમે ધ્યાનની પહેલાના સોપાનને પ્રાપ્ત કરો છો કે જે અસ્ટાંગયોગ મા કહેવાય છે તે ધારણા. (યમ,નીયમ, આસન,પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી.)

મતલબ કે ઋષીએ કરેલા તે બીજ વિચારને તમારા મનમાં ધારો છો અને તેના પર તન(વીધી)  અને મન (મંત્ર) થી એકાગ્ર થાવ છો, આનાથી તમારી અંદર એક ભાવના ઉત્પન્ન થશે. તમારી એકાગ્રતા અને ધારણા મજબુત કરતા જાવ તેમ તેમ તે ભાવના  વધુ ને વધુ સક્તીસાડી થતી જશે. અને એક દિવસ તે ઉપર જાણાવેલ ટ્રેન( વિચારો, શબ્દો,કાર્યો, આદતો અને ભાગ્ય)નુ એંજીન બની જશે. મતલબ કે ભાવના એ આ ટ્રેનનું એન્જીન છે અને વીધી તેનુ ઇંધણ.

ઉદાહરણ તરીકે  આપણી એક વીધી છે, કે ઉઠીને પહેલા આપણે જમીન પર પગ મુકતા પહેલા તેની ક્ષમા માગતા ગાઇએ છીયે “विष्णुपत्नी नमस्तुभ्यं, पादस्पर्श क्षमस्व मे”.  હવે શું ઋષીઓને ખબર હશે કે ભવીશ્યમા વસ્તી અનેક ઘણી વધી જશે, લોકો ધરતીનો, પાણીનો, જંગલોનો અનેક રીતે, દુરુપયોગ કરશે. કદાચ નહીં. આટલું દુરનુ તેમને નહી વિચાર્યુ હોય, પણ આપણા ઋષીઓની સૌથી મહત્વની શક્તી એ હતી કે તેઓ દરેક વાતના મુળને પકડે છે.  તે સમયે અમુક સમ્સ્યા હશે એના સમધાન માટે તેમને કેટલાક વિચારો આવ્યા હશે, તે સમ્સ્યા કે તે વિચારોનો તેમને ઉલ્લેખ પણ નથી કર્યો, તેમને પોતાના વિચારો પર ધ્યાન કેંદ્રીત કર્યુ, વિચારોના મુળમાં ગયા, અને જે તે વિચારના મુળમા તેમની શી ભાવના હતી તેનુ તેમને ગીત બનાવ્યુ. તેઓ જાણતા હતા કે ભવિષ્યની પ્રજાને પણ આવી મુશ્કેલીમાં થી પસાર થવું પડ્શે, અને દેશકાળ પ્રમાણે બિલકુલ એવી જ નહી હોય જેવી તેમને ભોગવી એટલે તેઓ પોતે કઇ સમસ્યા વેઠી અને શું ઉકેલ લાવ્યો તેના પર ભાર દેવાને બદલે તેમણે માત્ર ભાવના પર ભાર આપ્યો.  આજે પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે ધરતીને પાણીને, જંગલોને કેવી રીતે બચાવી શકાય છે પણ ખુટે છે ઇચ્છા શક્તી, અને તેવી ભાવના. જો દરેક હીંદુ ઉપરનો મંત્ર સમજી વિચારીને રોજ ગાશે તો બીજી બધી વાતો તેણે સમજાવવી નહી પડે, કે ભાઇ તારે કેવી રીતે પાણી બચાવવું કેવી રીતે ધરતી બચાવવી. જે દીવશે તેને ભાવ થશે કે આ તો મારી મા છે તે દીવશે તે એ જ કરશે જે તેની દ્રસ્ટીએ ધરતી માટે ઉત્તમ હશે. આ જ રીતે તમે હનુમાન ચાલિશા પણ ગાઇ ને શક્તીના ભાવ જગાડી શકો.

This entry was posted in માનવીય and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply