મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

જીજીવીષા

તમને કેવી સ્ત્રી સેક્સી લાગશે? સેક્સી એટલે આકર્શક, સુંદર નહી. સુંદરતા એ બહું ઉંચો વિષય છે. આપણે અત્યારે એક નીચા વિષયની એટલેકે પુરુષને થતા આકર્ષણોની વાત કરીયે છીયે. દરેક પુરુષ પાસે સેક્સી સ્ત્રીની વ્યાખ્યા મોટા ભાગે એક સમાન હશે, લાલ હોંઠ, ઘંઉવર્ણો રંગ, લાંબા અને કાડા વાળ, મોટી જાંગો, મોટા સ્તન, પાતડી કમર. બધાને એવું કેમ નથી થતું કે મારી choice થોડી different હોવી જોઇએ. થોડો વિચાર કરો આ બધા લક્ષણો શું સુચવે છે. સ્ત્રીના હોઠ લાલ ક્યારે હોય, ક્યારે તેના વાળ કાળા હોય, ક્યારે તેનું સરીર પુસ્ટ હોય, સીધી વાત છે જ્યારે તેનું સરીસ પુર્ણ સ્વસ્થ હોય. ઘણી વખત સ્ત્રીનો ચહેરો ઘણો સુંદર લાગે પણ તેના સ્તન નાના પડે, તો આકર્ષક ના લાગે. સા માટે સ્તન મોટા હોવા જોઇએ.
મારી દ્રસ્ટીએ આ બધા સંકેત છે, માત્રુત્વના, આ સ્ત્રી જ્યારે મા બનશે ત્યારે તે મને ઉત્તમ બાળક આપશે, તે મારા બાળકની સારી દેખભાળ રાખશે. તમે જ્યારે તેના સ્તન તરફ લાલાયિત થઇને જુઓ છો ત્યારે તમારી અંદર કોઇ છે, જેને સિગ્નલ પહોચે છે કે આ સ્ત્રી મારા સંતાનને પુરતુ દુંધ આપી સકશે. તમે જ્યારે તેની જાંઘોને જુઓ છો ત્યારે અંદર કોઇને સંકેત મળે છે કે બાળકના જન્મ સમયે જે યાતના ભોગવવાની હોય છે તે માટે તેની પાસે સક્તી છે. તમે તેના ઘઉવર્ણા સરીરને કે તેના લાલ હોઠ્ને જુઓ છો ત્યારે અંદર કોઇ છે કે જેને સંકેત મળે છે કે આ સ્ત્રીની અંદર પુષ્કળ લોહી છે એટલે જ તો તેના હોઠ લાલ છે. આ વિષય પર તો ઘણા ઉંડાણમાં ચર્ચા કરી શકાય પણ મુદ્દો છે કે અંદરનુ એ કોઇક કોણ છે? જેનો હું ગુલામ છુ. આપણે વાસના કે વિક્રુતીની વાત થોડી બાજુ પર રાખીયે. તે કદાચ મનોરોગ નો વિષય બને. પણ સામાન્ય પુરુષ જે તન અને મન થી સ્વસ્થ છે, અથવા જે ભ્રહ્મચર્યનુ પાલન કરે છે અથવા સમાજના નીયમોને માને છે. તેને પણ આ સંકેત તો જાય જ છે, ભલે પછી તે ગુલામ ન થાય. આ અંદર જે કોઇ છે તે કોણ, તે ઇશ્વર તો ન જ હોય સકે. આ કોઇનું નામ છે જીજીવિષા.
જીજીવિષા એટલે સાદા સબ્દોમાં કહુ તો જીવવાની પ્રબળ ઇચ્છા. ઇશ્વરે આપણા સરીરનો ૫-૧૦% કાબુ મનને આપ્યો. તમે તમારુ મન થાય તેમ ઉઠો, બેસો, ચાલો, બોલો, જે ફાવે એ કરાવો આ સરીર પાસે , તમને પુરી સ્વતંત્રતા છે. પણ આ સરીરમાં એવુ ઘણુ બધું છે જેના પર તમારી કોઇ સત્તા નથી ચાલતી. તમારી મરજીથી તમે સ્વાસને રોકી નથી શકતા. તમારી મરજીથી તમે દીલને એક મીનીટ બંધ નથી કરી સકતા. તમારા મુત્ર, કે મળવિસર્જન તમારા હાથમાં નથી. પુરા સ્વરુપે તો તમે તમારી આંખની પાંપણ પલકાવવાનુ પણ બંધ નથી કરી સકતા, સરીરમાં તો આવા હજારો અંગો અને તેમના કર્યો છે, કે જેને તમે જાણતા પણ નથી તો કાબુ શું કરવાના. આવું કેમ?
ઇશ્વર જાણે છે કે માનવ આખરે તો માનવ જ છે. કહેવાય છે કે સંસદ લોકો વડે, લોકો માટે ચાલે છે. પણ શું આપણી સેના સૈનીકો વડે અને સૈનીકો માટે ચલાવી સકાય. નહી જ, દેસની સુરક્ષાનો મુદ્દો આવે તો ભારતના વડાપ્રધાનનું પણ ન ચાલે. તેમ આપણુ મસ્તીક ભલે વિચારો વડે અને વિચારો માટે ચાલતું હોય. પણ સરીરની સુરક્ષા નો સવાલ આવે તો મનની ઉપર કોઇ સત્તા હોવી જ જોઇએ અને તે જે કોઇ પણ સત્તા હોય તે ઇશ્વર તો ન જ હોય સકે. તો આપણે તેને જીજીવીષા એવુ નામ આપીયે. જીવવા માટે માણસે શું શું નથી કર્યુ, તેના લાખો ઉદાહરણો છે જે વાંચી ને તમારા કાડજા પણ કંપી ઉઠ્સે, માણસે માણસનું માંસ પણ ખાધુ છે જીવવા માટે.
હવે આ જીજીવિષાને સેક્સી સ્ત્રી સાથે શું લેવાદેવા. તો ફરી સમજો જીજીવિષા એટલે જીવવાની પ્રબડ ઇચ્છા. આ જ સરીરને બચાવવાની પ્રબડ ઇચ્છા એમ નહીં. મતલબ કે જીવન ટકવું જોઇએ અને એના માટે આ સરીરને સાચવવાનું. સરીરનુ મહ્ત્વ માત્ર જીવનના અધાર પુરતું જ છે. આજે આપણા સરીરમાં જેટલા કોષો છે ,પાંચ વર્ષની અંદર અંદર તેમાંથી એક પણ કોષ બચતો નથી. અર્થાત આખું સરીર પાંચ વર્ષમાં બદલાય જાય છે. એટલે જીજીવીષાને આ સરીરનો મોહ બિલકુલ નથી. એક દીવસ તો આ સરીર છોડવું જ પડશે, અને આ સરીર ખતમ થાય પછી પણ જીવન ટકી રહે તેનો એક જ ઉપાય છે અને તે છે સેક્સ. સેક્સથી જ જીવન ટકે છે. અને તે આજે જ કરવું પડ્સે, સરીર છોડવાની અંતીમ ક્રીયા તરીકે તેને ન કરી શકાય. માણસની તાકાત આ જીજીવીષાની તાકાત આગળ કીડી જેવી લાગે.

ભ્રહ્મચર્ય એક એવો સબ્દ છે કે ૧૦૦૦માંથી માથી ૯૯૯ લોકો તેનો અર્થ નથી સમજતા. આપણા ઋષીઓએ ક્યારેય બભ્રહ્મચર્યનો અર્થ એવો નથી કર્યો કે સ્ત્રીનો ત્યાગ કરો. કારણકે તેઓ જાણે છે કે. સ્ત્રી પુરુષનુ મિલન એ જીજીવીષાથી થાય છે. તેની આગળ કહેવાતો બ્ર્હ્મચારી મહાન યોધ્ધા સામે એક નાના બાળકને લડવા મોકલ્યો હોય તેવો લાગે.
ઋષીઓએ સંઘર્ષને ક્યારેય સ્વીકર્યો નથી. કસરત એ સરીર સાથેનો તમારો સંઘર્ષ છે,પણ યોગા એ સંઘર્ષ નથી. ઋષીઓએ ભ્રહ્મચર્ય,ગ્રુહસ્થ,વાન્પ્રસ્થ, અને સન્યસ્ત એમ જે ચાર વર્ણ કહ્યા તેમા બ્ર્હ્મમચર્ય પછી તરત જ ગ્રુહસ્થ છે. અને બ્ર્હ્મચર્ય પણ માત્ર ૨-૩ વર્ષ જ ગણી સકાય, કારણકે ૨૦-૨૨ વર્ષની આયુ સુધી બ્ર્હ્મચર્ય પાડવામાં કોઇ સંઘર્ષ તો નથી જ. સ્ત્રી થી અલગ રહેવું તેવો કોઇ આસય નથી જ નથી. માત્ર ભ્રહ્મની ચર્યા એટલે કે પરભ્રહ્મનું જ્ઞાન મેળવવું તેવો અર્થ હતો. ઋષી ક્યારે ય સ્ત્રીથી દુર રહેવું તે મતલબનો કોઇ સબ્દ બનાવી જ ન શકે. હા સંકરાચાર્ય અને એવા કેટલાય ઉદાહરણૉ છે જેમને આજીવન બ્ર્હ્મચ્ર્ય લીધું પણ તે અપવાદ કહેવાય, તેમને અનેક જન્મો નુ જ્ઞાન હોય, અને તે બધા જન્મોમાં સ્ત્રીને ભોગવી જ હોય. એટલે તેમને આ જન્મમાં સરુવાતથી જ ગ્રુહસ્થ થવાનિ જરુર ન લાગી. મને એક મીત્ર પુછે કે મારે લગ્ન કરવું કે ના કરવું, આજકાલની છોકરીયો બહુ ખરાબ છે, સાસુ સસરાની સેવા નથી કરતી વગેરે. તો મારો જવાબ બહુ સરળ હતો મે કહ્યુ કે જેને લગ્ન નથી કરવા તેને જન્મથી જ સંસય નથી. પણ જેને સવાલ છે, તે બધાએ જલ્દી થી જલ્દી લગ્ન કરી લેવા જોઇએ. તેમાં જ સમાજનું ભલુ છે.

તમારુ આ જગતમાં કોઇ મહ્ત્વ નથી તમારી અંદર રહેલા જીવનનું છે. માત્ર સેક્સજ નહી તમને શું ભાવે છે તે પણ ઘણી વખત આ જીજીવીષા નક્કી કરે છે. તમને તો માત્ર આકર્ષણ થાય છે ચોકલેટનું, તે આકર્ષણનો કરનાર આ જીજીવીષા છે. કેમ બીમારીમાં તમને કસું ભાવતુ નથી, કે કોઇ સ્ત્રીનું આકર્ષણ નથી થતુ. કારણકે તમારી જીજીવીષા પોતાની બધી તાકાત બીમારી સામે લડવામાં લગાવે છે, અને તરત તમારુ બધા ભાવતા ભોજનો અને ગમતી સ્ત્રીઓનુ આકર્ષણ ખતમ, જાણે સ્વિચ પાડો અને અંધારું. તમે ખરેખર કોણ છો, અને શું ગમે છે. તમે એનો પણ કોઇ વખત વિચાર કરો, મળશે તમને જવાબ. જીજીવીષા ને કરવા દો એને જે ગમે છે તે, તમે પણ તમને ગમે એવું કઇક કરોને બોસ.
જીજીવિષાની એટલે કે જીવનની ઉત્પતી વિષે પણ ઋષીઓ બહુ જ સરસ મંત્ર આપ્યો છે.
एको अहम बहुस्याम भवती હું એકમાંથી અનેક થાઉ
આ ભ્રહ્માંડમા ઇશ્વર એકલા હતા, તેમણે પોતાની એકલતા દુર કરવા આ મંત્ર ઉચાર્યો અને શ્રુસ્ટીનુ સર્જન થયુ એટલે કે જીવનની સરુવાત થઇ. જીવનના આદીજીવો એટલે કે બેક્ટેરીયા, પણ આ જ મંત્ર પર કર્યરત છે. તેઓ જલ્દી થી જલ્દી એક માંથી બે , બે માંથી ચાર એમ વિભાજીત થવા લાગે છે. આ મંત્રમાં જે વિજ્ઞાન છુપાયેલ છે તે અવર્ણીય છે, આવી મહાન શોધ અને તેમાંના વીજ્ઞાન વીષે હું પછીના પોસ્ટમાં જરુર વિસ્તારથી લખીશ.

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply