મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

એકોહમ બહુશ્યામ ભવામી

હવે જ્યા ભ્રહ્માંડ વાત અવે ત્યારે ભલભલા વિજ્ઞાની તેની શોધ ને થીયરી એવુ નામ આપે. મતલબ કે આ ભાઇ એવું માને છે, સાબીતી કોઇ નથી. મને એ નથી સમજાતુ કે science ક્યા આવ્યુ?સંસ્ક્રુતમાં જે વીજ્ઞાન સબ્દ છે તેનો મતલબ વિસીષ્ટ જ્ઞાન એવો થાય. પણ આધૂનીક વિજ્ઞાન તો સાબીતી માગે છે. સાબીતી અને તર્ક ને શું લેવાદેવા?
ઋષીઓ જો અને તોના તર્કની ભાષા જાણતા જ નથી, કારણકે તેઓ તો માત્ર ગીત ગાય છે, કોઇને માટે કલા તો કોઇને માટે વિજ્ઞાન. જેને જે સમજવું હોય તે સમજે. આ મારી શોધ છે. એવું તો તેમને પણ ખબર નહી હોય. પેટન્ટ કરવી તો દુરની વાત ઉપનીષદ કે વેદ પર પણ ક્યાય લેખકનું નામ સુધ્ધા નથી. આવી બધી પડોજણમાં પડવાનો સમય તેમની પાસે ક્યા હતો, તેઓ તો પરમની સમીપે હતા.
હા તો આધુનીક વીજ્ઞાનમાં પરમાણુ વિજ્ઞાન, અને ભ્રહ્માંડ ને લગતી વિજ્ઞાનની ઘણી થીયરી તમે વાંચશો અને તમે આપણા પૌરાણીક સાહીત્યના પણ જાણકાર હશો તો કૈક એવુ લાગે જાણે કસુંક બંધ બેસતુ છે. ફરી કહી દઉ આ વિષય તર્કનો છે, આ બાજુ છે ઋષીઓનુ ગીત, અને આ બાજુ જે આધુનીક વિજ્ઞાનના તર્કો. સાબીતી તો ક્યાય નથી તો પછી બંને વચ્ચે એક લીટી દોરવામાં કોઇ અતીષયોકતી નહી થાય, કે નથી કોઇ મીથ્યાભીમાન. આજે આપણે આવીજ એક લીંટી તરફ અંગુલી કરીસું.
एको अहम बहुस्याम भवामी
હું એકલો છું હું અનેક થઇ જાઉં
આ ભ્રહ્માંડમા ઇશ્વર એકલા હતા, તેમણે પોતાની એકલતા દુર કરવા આ મંત્ર ઉચાર્યો અને શ્રુસ્ટીનુ સર્જન થયુ એટલે કે જીવનની સરુવાત થઇ. જીવનના આદીજીવો એટલે કે બેક્ટેરીયા, પણ આ જ મંત્ર પર કાર્યરત છે. તેઓ જલ્દી થી જલ્દી એક માંથી બે , બે માંથી ચાર એમ વિભાજીત થવા લાગે છે. આ મંત્રમાં જે વિજ્ઞાન છુપાયેલ છે તે અવર્ણીય છે,
આ મંત્ર પાછડનું વિજ્ઞાન સમજો. કદાચ એ ઋષીને પણ ખબર નહીં હોય કે જીવનનું જે પરમ સત્ય તે બોલી રહ્યા છે. તે જ સત્ય વીસમી સદીમા ખગોળ વિજ્ઞાનીઓ પણ બોલશે. તમે બીગ બેન્ગ થીયરી વિષે કદી સાંભડ્યુ છે. બીગ-બેંગ થીયરી એમ કહે છે કે આ ભ્રહ્માંડ એક ઇંડા જેવુ હતુ અને તેમાં ક્યાય અવકાસ ન હતો. કોઇ એક સમયે અચાનક તેમાં વિષ્ફોટ થયો અને, ભ્રહ્માંડ નો વિસ્તાર સરુ થયો, આજે પણ તે વીસ્તરી રહ્યુ છે. અને આજ રીતે એક સમય એવો આવસે કે તેનો વિસ્તાર અટકસે, અને આ તારાઓ ફરી એકબીજામાં સમાવવા લાગસે અને આખરે એક ઇંડા રુપે એકત્રીત થસે. આ રીતે ભ્રહ્માંડના વિસ્તરણ અને સંકોચન પ્રક્રીયા અવીરત ચાલ્યા કરે છે.
જેવી રીતે આઇન્સ્ટાઇને E=mc2 થીયરી આપી છે તેવી રિતે. આપણા શાશ્ત્રોએ જડ અને ચેતનની થિયરી(ગીત) આપેલ છે. આઇન્શ્ટાઇન કહે છે કે શક્તી અને અને દ્રવ્ય બંને એકબીજામાં રુપાંતરીત કરી શકાય છે. શાશ્ત્રો કહે છે કે જડ અને ચેતન બંને ઇશ્વરના જ વ્યક્ત અને અવ્યક્ત રુપો છે. આઇન્સ્ટાઇનના સમીકરણમાં જોડતી કડી છે ગતી. શાષ્ત્રો આ જોડતી કડીને જીવન કહે છે. જડ અને ચેતનનો સંઘર્ષ એ જીવન છે. ચેતન આત્મા એ જડ સરીર સાથે બંધાયેલો છે અને અવીરત તેનાથી મુક્ત થવા પ્રયત્નશીલ છે. આ સંઘર્શમાં ક્યારેક ચેતન જડમાં રુપાંતરીત થતો લાગે તો ક્યારેક જડ ચેતનમાં, તમે શ્રી અરવીંદ ના જીવન અને તેમના પ્રયોગોને સમજશો તો તમને આ વાત સમજાસે. મુળ હીંદુ ધર્મમાં અત્મસ્થ થવાની વાત છે અને અંતે આ આત્મ તત્વ તેના જડ તત્વ(મન, ચીત અહંકાર) થી મુક્ત થાય છે, એટલેકે મોક્ષ પામે છે. શ્રી અરવીંદે તેનાથી બિલકુલ અલગ જ પ્રયોગ કર્યો છે, તેમને આ સરીર થી મુક્ત થવાને બદલે, સરીરના એક એક કોષને જડમાંથી ચેતનમાં પરીવર્તન કરવાનો અથાગ પ્રયત્ન કર્યો. અને થોડીક સફળતા પણ મેળવી. કહેવાય છે કે, રામક્રુષ્ન પરંમ્હંસ માત્ર ત્રણ મહીનાના ભાવનાત્મક પ્રયોગ થી પોતાના સરીરમે સ્ત્રીરુપમાં ફેરવ્યું હતું. અને પાછા પુરુષ રુપે પરવર્તીત પણ કરી સક્યા હતા.
ભ્રહ્માંડ વિષે આજના વૈજ્ઞાનીકો ની થીયરીઓ ખરેખર વાંચવા જેવી છે. તમને ઇશ્વર નામના તત્વને થોડાક વધુ સમજવા મળસે. સ્ટીવન એ ૨૧મી સદીનો આઇન્શ્ટાઇન કહેવાય છે, તે દ્રડપણે માને છે કે ઇસ્વર જેવું કસુ જ નથી, ભ્રહ્માંડ ની ઉત્પતી માત્ર એક સંયોગ છે, ધરતી કે એવા બીજા કોઇ પણ ગ્રહ પર જીવનની ઉત્પતી એ એક અક્સ્માત છે.
આસ્તીક કે નાસ્તીકની વાતમાં બહું ખાસ ફરક નથી. એકનીવાત ભીનીભીની લાગે છે તો બીજાની વાત કોરી કોરી. માણસના જ્ઞાનનું વર્તુળ જ્યા ખતમ થાય છે તે રેખા ઉપર ઉભો રહી આસ્તીક ઇશ્વર છે તેમ કહી હથીયાર હેઠા મુકે છે, નાસ્તીક ઇસ્વર નથી તેમ કહી હથીયાર હેઠા મુકે છે. ઋષી ઇસ્વર છે તેમ કહી વર્તુળને નાનુ કરતો જાય છે, તો વૈજ્ઞાનીક ઇસ્વર નથી તેમ કહી વર્તુળને મોટુ કરતો જાય છે.

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

One Response to એકોહમ બહુશ્યામ ભવામી

 1. ઋષિ હોય કે વૈજ્ઞાનિક કેન્દ્રમાં સહુ કોઈનો અહમ જ હોય છે.
  રમણ મહર્ષિ એક જ પ્રશ્નનો જવાબ શોધવાનું કહેતા કે :
  હું કોણ છું?
  તે શોધી કાઢો.
  તેનો સાચો જવાબ મળશે તો તે સહુના કેન્દ્રમાં એક જ તત્ત્વ હશે.
  તેને જે નામ આપવું હોય તે આપી શકાય.

Leave a Reply