મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

સજાતીયતા

દ્વંદ એટલે કે ન સમાજાય એવો એકાકાર અને ન સમજાય એવો વીરોધાભાસ. નદીના બે કીનારાની જે હંમેસા સાથે છતા હંમેસા જુદા એવા બે તત્વો. જેમકે પ્રેમ અને નફરત. ભાષાના કોઇ પણ વિષયમાં તમને એક પ્રશ્ન જોવા મળસે, ૫ કે ૧૦ માર્કનો. નીચેના સબ્દોનો વિરોધી સબ્દ આપો. પરંતુ સંતને આંગણે તો આ બધા જ વીરોધી સબ્દો ભાઇબંદની જેમ હાથમાં હાથ મીલાવીને બેઠા હોય એવુ જ લાગે. સામાન્ય જનને જે અત્યંત વીરોધી લાગે તે બધું સંતને એક જ લાગે છે. ઓશો કહે છે પ્રેમમાં જ નફરત છે અને નફરતમાં જ પ્રેમ છે .દ્વૈત અને અદ્વૈત એ બે અલગ વીચારધારા નથી પરંતુ. અતઃકરણની બે અવસ્થાઓ છે. જીવ અને શીવ એક છે કે નહી તે થોડો વખત જવા દો. પરંતુ, કોઇ પણ ક્ષેત્રના અનુભવી માણસને આવો અનુભવ થયો જ હશે. કે સરુવાતમાં જેનો તે વિરોધ કરતો હતો તેનું પણ અસ્તીત્વ જરુરી જ હતુ. વીરોધપક્ષ ગમે તેવો હોય પણ સંસદમાં તેની આગવી જરુરીયાત છે જ છે. જે કદાચ વીરોધ પક્ષના નેતાને પણ વર્ષો પછી સમજાય.
આવા જ બે વીરોધી તત્વોની આજે વાત કરવી છે સ્ત્રી અને પુરુષ. બહુ લખાયેલો , બોલાયેલો, અને છતા અધુરો એવો આ વીષય છે. આજે છાપામાં વાંચ્યુ કે સજાતીયતા ને કાનુની માન્યતા ના વીષયે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. એક વિચારક તરીકે મને બંને પક્ષો સાચા લાગે છે. પરંતુ વિરોધ છે અતીનો. ઉદાહરણ તરીકે વેષ્યાને પણ સમાજમાં ઇજ્જ્તભેર જીવવાનો અધીકાર છે, તે મુદ્દાના અધાર પર નવી વેષ્યાઓ ઉભી કરવી તેવો અર્થ ન જ લઇ સકાય. આપણા સમાજમાં સજાતીયતાને એક નાનકડું એવુ સ્થાન હતુ જ અને એવું જ નાનકડું પણ સ્ન્માનભર્યુ સ્થાન વેષ્યાનું હતું.
એવા કેટલીય સારીરીક પરીસ્થીતી અને ખામીઓને લીધે માનવ સજાતીય બને છે. પરંતુ તે બ્રુહદ સમાજનો બહુજ નાનો અંશ છે. આજે તે પ્રમાણ વધી રહ્યુ હોય તેમ જણાય રહ્યુ છે. આનું કારણ મારી દ્રસ્ટીએ. પુરુષ અને સ્ત્રીનો અતીસય સહવાસ છે. એક નવો સબ્દ ઉભર્યો છે metrosexual. એટલેકે સહેરનો પુરૂષ. આજનો પુરુષ એવા કામ કરી રહ્યો છે જે પહેલા કોઇ પુરુષ નહોતા કરતા. યુધ્ધ બહુ જ ઓછા થઇ ગયા છે આજે સેનામાં પણ ટેકનોલોજીને કારણે આમનેસામને નું યુધ્ધ નહીવત થયુ છે. તો સમાજમાં પણ સામાન્ય લડાઇઓ ઓછી છે. માનવ હજુ પણ લડે જ છે પણ તેના હથીયાર સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આજે એક પક્ષ બીજા પક્ષ પર આરોપપ્રત્યારોપ કરે છે. અખબારોના માધ્યમથી લડે છે. પ્રચારના માધ્યમથી લડે છે. પરંતુ આ બધું કામ તો સ્ત્રીઓ પહેલેથી જ કરતી આવી છે.
આજનો પુરૂષ સુંદર બનવાનાં ઉપાયો કરે છે, પાર્લર જાય છે, જીમમાં પણ તે શક્તી માટે નહી સુંદરતા માટે જાય છે. સ્ત્રીને આકર્સવાનાં યેનકેન ઉપાયો કરે છે. પરંતુ આ બધા તો સ્ત્રીના લક્ષણો છે.
આજના સમાજમાં મેનેજમેંટના ગુરુઓ પેદા થઇ રહ્યા છે. પરંતુ મેનેજમેંટ તો સ્ત્રીનો ગુણ છે. તમે જોશો કે મનેજમેંટ અને માર્કેટીંગમાં સફળતા મેળવા તમારે જે ગુણોને અપનાવવા પડે છે તે બધા સ્ત્રીઓ માટે સાહજીક છે. ચપળતાપુર્વક બોલવું. વાક્ય અને અર્થ જુદા હોવા. લોકોના મનને સાચવવા આ કામ તો સ્ત્રીઓ હજારો વર્ષોથી કરતી આવી જ છે. પુરુષનું કામ આ ક્યારેય નહતુ.પુરુષ તો તડ ને ફડ બોલનારો, બીજાના મનની ચીંતા નહી કરનારો હતો. પહેલાનો હીરો જેવો ગણાતો પુરુષ તો આજે ટપોરી કે બેવકુફ લાગે. હા પહેલા પણ પુરુષ આવા કામ કરતા પણ તેના માટે એક ઉંમર હતી. તેને લગ્ન કરેલા હતો વર્ષો સુધી સ્ત્રીઓનો સંગ કર્યા પછી તે આવા કામ કરતો. પહેલાના જમાનામાં જે લગ્ન દ્વારા પુરૂષ સ્ત્રી તત્વને સમજતો અને પછી તેના માર્ગદર્સનથી પોતાની મુશ્કેલીઓ સુધારતો. તેની પત્ની સાથેનો સંવાદ તેની અંદર મેનેજમેંટના ગુણો લાવતો. આજે આજ કામ ભરજુવાનીમા BBA અને MBA ના કોર્ષ કરી રહ્યા છે. અરે આજે તો પત્નીને પણ મેનેજ કરવી પડે છે. ગુરુ ખુદજ માર્ગ ભુલ્યો હોય તેમ લાગે.
સામે છેડે સ્ત્રીઓ પણ પોતાના સ્વાભાવીક કામ છોડીને પુરુસોના કામ અપનાવી રહી, વાહન ચલાવવા. બહાર કામ કરવું. કલાત્મકતાનો ત્યાગ, આંદોલન કરવુ. આમને સામનેનુ આંદોલન, છેવટની લડાઈ એ ક્યારેય સ્ત્રીનો વિષય નહોતો. તેને તો બધા જ યુધ્ધો બહુજ ધીરજપુર્વક અને પોતાના સ્ત્રીસહજ હથીયારોથી જીત્યા હતા. આક્રમકતા ક્યારેય સ્ત્રીનો સ્વભાવ નહોતો. આજના સ્ત્રીમુક્તી આંદોલનો પણ પુરુષાતન નો વીષય છે.
ઇશ્વરે સંસારના બધા જ વિરોધી તત્વો મિલનની પરાકાષ્ટા માટે સર્જ્યા છે. જેમકે રાત્રી અને દીવસ કરતા સંધ્યા વધુ સુંદર લાગે. અને આને માટે જરુરી છે બંને તત્વોની પુર્ણતા અને વિષ્મયતા. પહેલા શું હતું? સુહાગરાત એક વિસ્ફોટ હતી. જીવનમાં પહેલી વાર પુરુષ અને સ્ત્રી તત્વનું મીલન થતુ. અને એની ગહેરાઇ એટલી ઉંડી હતી કે કદાચ ઇશ્વર પણ તેની સામે ફિકા લાગે.આજે ૨૫ વર્ષનો યુવાન કે યુવતી. લગ્ન વીષે માત્ર જાણતો જ નથી તેને બહુ જ નજીકથી અનુભવે છે જીવે છે. પત્નીરુપે એક સ્ત્રીતત્વ તેની અર્ધાગીની બનવાનુ હતું. તે પહેલા જ તે પોતાની અંદર સ્ત્રીતત્વને જગાવે છે. આમ તે ચુકી જાય છે ઇશ્વરને પામવાનુ સૌથી ઉત્તમ સાધન એટલે કે પત્ની.
જે દીસામાં સમાજ પ્રગતી કરી રહ્યો છે તે જોતા. એમ લાગે છે સમાજમાં સ્ત્રી અને પુરુષ તત્વો લુપ્ત થઇ જસે. અને બચસે માત્ર હોમોસેપીયન્સ. એટલેકે અધુરી સ્ત્રી અને અધુરા પુરુષો. કોણ સ્ત્રી અને કોણ પુરુષ તે કડવુ કદાચ મુશ્કેલ બની જસે. આજે પુરુષોના અવાજ પુરુષ જેવા નથી રહ્યા કે નથી સ્ત્રીના અવાજ સ્ત્રી જેવા. તેમના દેખાવ પણ સ્ત્રી અને પુરુષના મધ્યબીંદુ જેવા લાગે છે. એકબીજાના સંસર્ગમાં રહીને એકબીજાની પ્રતીક્રુતીઓ બની રહ્યા છે. કદાચ આજ કારણ છે કે સમાજમા ગે અને લેસ્બીયનનું પ્રમાણ વધી રહ્યુ છે. કેટલાય પુરૂષના સરીરમાં સ્ત્રીતત્વ, પુરૂષમીત્રને જંખી રહ્યુ છે તો કેટલીય સ્ત્રીઓના સરીરમાં પુરૂષ તત્વ સ્ત્રીને જંખી રહ્યુ છે. આ બધું અજાણતા જ, નવયુગની સાથે આવી ગયુ છે. બધુજ અસ્ટમ ફસ્ટમ થઇ રહ્યુ છે. આ રીતે તો સમાજમાંથી સેક્સની જરુરીયાત પણ ખતમ થઇ જશે. આજે પુરૂષ કે સ્ત્રીના સરીર વીના પણ સેક્સ કરી સકાય તેવા યંત્રો છે, કાલે કદાચ તેની પણ જરુર નહી રહે.
આજે જે પ્રમાણે સમાજમાં સેક્સની ભરમાર વધી રહી છે તે જોતા તમને એવું લાગે કે આવુ ક્યારેય નહી બને. તો કદાચ આપણી ભુલ હોય સકે. જેમ તોફાન પહેલા શાંતી હોય છે તેમ શાંતી પહેલા તોફાન પણ હોય જ સકે છે. સેક્સની અત્યંત ભરમારથી જ એકદીવસ આ સમાજ કહેસે બસ હવે બોર થઇ ગયા.

This entry was posted in માનવીય and tagged , , , , , , . Bookmark the permalink.

Leave a Reply