મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

અર્ધનારીશ્વર

આજના જીવવીજ્ઞાનની એક અત્યંત મહત્વની શોધ છે કે આપણૂં મસ્તીક બે ટૂકડામા વહેચાયેલુ છે. ડાબુ મસ્તીક એ જમણા સરીરને કંટ્રોલ કરે છે અને જમણૂ મસ્તીક ડાબા સરીરને કંટ્રોલ કરે છે. ડાબૂ મસ્તીક તર્ક, ગણીત, અને વ્યવહાર ની ભાવનાઓને ઉત્પન કરે છે તો જમણું મસ્તીક કલ્પના, કલા, અને પ્રેરણાને ને ઉત્પન કરે છે.
હવે આ સોધ તો એવી છે કે સીધે સીધી ભારતીય છે. આપણા ઋષીઓએ શોધેલી છે. આ વાત હું દ્રડતાપુર્વક માનુ છું. આ તર્ક કે થીયરી પણ નથી. અને તેના પુરાવા રુપે કઇ કેટલીય સાબીતીઓ આપિ સકાય તેમ છે. અરે આપણા સસ્ત્રોનો મુળભુત સીધ્ધાંતોમાં જેનૂ સ્થાન છે તેવો મોટો વિષય છે. કદાચ આને બાદ કરતા આપણુ સાષ્ત્ર મ્રુતપ્રાય પણ થઇ જાય.

સંકર અને પાર્વતીનું જે અર્ધનારેસ્વરનુ જે રુપ છે તેને ધ્યાનથી જુઓ. અને આ વિષયનો અભ્યાસ કરશો તો ઘણુ સામંજસ્ય જોવા મળસે.

સા માટે અર્ધનારેસ્વરમાં સ્ત્રી ડાબુ અંગ છે. અરે સા માટે દરેક પરેણેલા દેવોની પત્ની તેમની ડાબી બાજુ હોય છે. લગ્નથી માંડી દરેક ધાર્મીક વીધીમાં સા માટે સ્ત્રી ડાબી બાજુ હોય છે? ઘણા એમ માને છે કે જમણો હાથ પવીત્ર એટલે પુરુષે પડાવી લીધુ તે સ્થાન. ના આ બહુંજ વૈજ્ઞાનીક મુદ્દો છે.
અર્ધનારેસ્વરની કે રાધાક્રીષ્નની વાત કરીતે તો, આપણા સરીરમાં બે બીલકુલ ભીન્ન તત્વો કામ કરી રહ્યા છે, એક ડાબા મસ્તીકથી સંચાલીત છે જેને સ્ત્રીતત્વ કહી સકાય, અને બીજુ જમણા મગજથી સંચાલીત છે જેને પુરુષતત્વ કહી સકાય. આ બંને તત્વો યુગોથી એકબીજાને આળ્યા પણ નથી, બંને તત્વો પોતપોતાની માત્રામાં સરીર પર માલીકી ભોગવે છે, પરંતુ તેમનું મિલન થતુ નથી. હકીકત તો એ છે કે બંને એકબીજાની શોધમાં છે. પણ આ સરીરમાં જ હોવા છતા એકબીજાથી યોજનો દુર છે. યોગ એટલે બીજુ કસુ નહી પણ આ સ્ત્રી અને પુરુષનું મિલન. પછી ભલે કોઇ તેને શીવ પાર્વતીનુ મીલન કહે કે કોઇ રાધા શ્યામનું મીલન. વાત એક જ છે. મીલન હજુ પણ ઉપરછલ્લો સબ્દ છે. મારી તમારી સમજણમાં ઉતરે એવો સ્પસ્ટ સબ્દ છે સંભોગ. આ સ્ત્રી તત્વ અને આ પુરુષ તત્વ જ્યારે એકબીજાને પામે છે ત્યારે તેમનૂ મીલન કોઇ સંભોગથી કમ નથી હકીકત તો એ છે કે સંભોગથી અનેક ઘણૂ વધારે છે.
સંતની અંદર આ બંને તત્વો એકબીજાના ચીર આલીંગનમાં હોય છે, એટલે એક મંદમંદ સ્મીત હોય છે તેમના હોઠો પર. સંત એ સ્ત્રી અને પુરુષનુ મધ્યબીદુ નથી તે તો બંનેનુ દ્વેતબીંદુ છે. સંત પુરુષ કે સ્ત્રી નથી પરંતુ બંને છે. બંને એકબીજામાં રમમાણ છે.
સ્વાસ એ આ બંને તત્વોનુ પ્રતીબીંબ છે. તમે જો પોતાની આંગડી નાકની નજીક લાવો અને અનુભવ કરો કે કઇ બાજુનું નાક વધુ સ્વાસ લે છે. તો તમને સ્પસ્ટ સમજાસે કે કોઇ એક જ નાક એક વખતે કામ કરતુ હસે એવા સંજોગો દીવસમાં અનેક હસે. એટલુજ નહી દર ૨-૩ કલાકે તેની પેટર્ન બદલતી રહેસે. પહેલાના સમયમાં કામોને સમયસર કરવાનો આગ્રહ અને પંચાગના વિષયમાં માત્ર ગ્રહો અને નક્ષત્રો જ નહી મુદ્દો સરીરના આ લયનો પણ હતો. એવા કેટલાય કામ છે જે ડાબા મસ્તીકના છે અને બીજા એવા કેટલાય કામ છે જે જમણા મસ્તીકના છે. કસમયે કરાતા કામ એવી સંભાવનાઓ સર્જસે જેમાં ડાબુ મસ્તીક જમણા મસ્તીકના કામ કરતુ હસે અને જમણૂ મસ્તીક ડાબા મસ્તીકના કામ કરતુ હસે , તમે વીચારી શક્શો કે પરીણામ કેવુ હોય.
ઉદાહરણ તરીકે, જ્યારે જમણૂ નાક ચાલતુ હોય ત્યારે જ ભોજન લો. ભોજન લીધા પછી ડાબા પળખે સુઇ જાવ. કારણ સાવ સીધૂ છે, તમારુ જમણૂ નાક ચાલે ત્યારે તમારી અંદર ઉર્જા હોય છે, જે ભોજનને પચાવવામાં મદદ કરે. તમારું ડાબુ નાક (ઍટલે કે જમણૂં મસ્તીક) ચાલે ત્યારે સીતળતા હોય, આ સમય લીધેલો ખોરાક અપચો કરી શકે છે. નીંદ્રામા જવુ જમણા મસ્તીકનું (એટલે કે ડાબા નાકનૂ) કામ છે. ઍટલે બની સકે ત્યા સુધી રાહ જુઓ કે ડાબુ નાક સરુ થાય ત્યારે જ ઉંઘવું અને ઉંઘો તો પણ જમણા પળખે, જેથી ડાબુ નાક મુક્ત રીતે ચાલે. આવા તો હજારો વિધાનો છે જેના દ્વારા પુર્વેનો માણસ આ લય સાથે તાદાત્મય સાધતો હતો. એવુ પણ બની સકે કે પંચાગમાં જે શુભ અને અશુભ મુહુર્તો છે તે પણ આવા જ કોઇ કુદરતી લય સાથે તાદાત્મય ધરાવતા હોય. સ્વાભાવીક રીતે તમારુ ડાબુ મસ્તીક શુભ કાર્યો માટે વધુ તન્મય બને.
એવુ પણ બને કે નક્ષત્રોના ગુરુત્વાકર્ષણ આપણા ડાબા જમણા મસ્તકના પ્રભુત્વની તીવ્રતા કે સમય વધારી ઘટાળી શકતા હોય. આપણા અમુક તમુક ઉત્સવોની તારીખો માટે માત્ર દંતકથાઓને આધાર લેવાને બદલે આવા જ કોઇ મનોવૈજ્ઞાનીક જીવવૈજ્ઞાનીક કે પછી સામાજીક કારણો નો અભ્યાસ ઘણૉ રસપ્રદ હશે.
જ્યારે તમે સીગરેટની આદત લાગાવો છો, ત્યારે એવુ બને છે કે સીગરેટ પિધા પછી જ જમણૂં નાક કામ કરે. ક્યારેક કફને લીધે કે અન્ય કારણૉથી પણ જો માણસ ૨-૩ દીવસ સુધી માત્ર ડાબા કે જમણા નાક પર અધારીત બને તો તેની હાલત ખરાબ થઇ જતી હોય છે. આના બહુ સાદો ઉપાય આજે તમને બતાવીસ જો તમારે કોઇ એક નાકને કાર્યરત કરવું હોય તો તેની વીપરીત બાજુની બગલમાં જોરથી અંગુઠો દબાવો.
એક હઠયોગી જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે ઘણી વખત પોતાની બગલને એક લાકડાના દંડ પર મુકે છે. અને આ દંડ વારંવાર તે એક બાજુથી બીજી બાજુ બદલતો રહે છે. હકીકતમાં તે એવી કોસીશમાં લાગ્યો હોય છે કે બંને નાસીકા એક સાથે કાર્યરત હોય. આમ કરવાથી તેને ધ્યાનમાં વધુ સફળતા મળે છે.
અર્ધનારેસ્વર્ના ચીત્રમાં એક એક વસ્તુ એવી છે જે પોતાનામાં જ એક વિજ્ઞાન છે. સા માટે ચંદ્ર ડાબે બાજુ છે. સુર્ય અને ચંદ્રનુ શું મહત્વ છે. આ બધાનો અભ્યાસ હવે આપણા માટે એટલે જરુરી બન્યો છે કે. મને લાગે છે ત્યા સુધી આ વીજ્ઞાનને પશ્ચીમના લોકો આપણા કરતા વધુ સમજતા હોય તેમ લાગે, તેઓ આપણા શાસ્ત્રોનો અભ્યાસ ખુબ જ ખેલદીલીથી કરે છે, પોતાના નવા સંશોધનો ઉમેરે છે. ભારતમાં કોઇ માઇનો લાલ નથી કે જે આવી વાતોનો વૈજ્ઞાનીક અભ્યાસ કરે. કમસે કમ જ્યારે ઇન્ટરનેત પર શોધ કરુ છુ ત્યારે મને એ વાતની શરમ આવે છે કે મારા જ શાસ્ત્રો વીશેની સમજ મને પશ્ચીમના લેખકો થકી મળૅ છે. એટલે જ કહુ છુ વેદો એના છે, જે તેને સમજે છે. અને જે રીતે પશ્ચીમના જીવવીજ્ઞાનીકો, રાસાયણીક વીજ્ઞાનીકો, ભૌતીક વીજ્ઞાનીકો, આ દીસામાં આગળ વધી રહ્યા છે તે જોતા એમ જ લાગે જાણે આપણા ઋષીઓનો વારશો આ જ લોકો આગળ વધારસે. આપણે ગૂગલ પર ફંફોડીએ ત્યારે એક શંકા જાય કે આ લોકો આપણા શાસ્ત્રોમાં ગુગલ ઓ નથી કરતાને?

વધુ અભ્યાસ માટે ક્લિક કરો
સ્વરયોગઃ http://www.rainbowbody.net/Hathayoga/Swarayog.htm

http://singsurf.org/brain/rightbrain.php

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply