મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

અમીતાભ બચ્ચન કે અમીર ખાન?

“આઈપીએલની પાંચમી સિઝન દરમિયાન ઠુમકા લગાવવાં અમિતાભ બચ્ચન, કરીના કપુર, સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાને ભારે પડી શકે છે. આ તમામ પર આઈપીએલ-5 દરમિયાન અનસેન્સર્ડ અને અશ્લીલ નૃત્ય કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. “ આજના સમાચારમાં, અંદરના પાને આ મુજબ લખેલું વાચ્યુ.

કેટલાય વખતથી આ વિશે લખવાનુ વિચારી રહ્યો હતો પણ, ઇચ્છાશક્તી નબળી પડતી, છેલ્લે જ્યારે આમીરખાને ‘સત્યમેવ જયતે’ સરુ કર્યુ ત્યારે પણ લગભગ મન થય ગયુ હતું. વાત જાણે એમ છે કે જ્યારે જ્યારે મને પ્રશ્ન પુછાતો કે મારો ફેવરેટ ફિલ્મ હિરો કયો ત્યારે હુ આમીરનુ નામ આપતો. અને ક્યારેક અમિતાભ વિષે વાત ઉખડતી ત્યારે હું જવાબ શોધવા મથતો, આવી જ મથામણ અને શરમ મને સચિન તેંદુલકર માટે પણ અનુભવી છે. કે સાલુ આખી દુનિયા જેને માને છે તેવી આ બે હસ્તીઓ વિષે મને કેમ સન્માનની ભાવના નથી થતી.
મારી એક જ મુજવણ હતી કે સાલુ આમને એવુ તો શું કર્યુ છે, કે જેને માટે મને સન્માન થાય, હા તેમને પોતાની કારકીર્દી ખુબ જ નીષ્ઠાપુર્વક નીભાવી, પણ એમ તો કેટલાય પટાવાળા પણ પોતાની કારકીર્દી નીષ્ઠાપુર્વક નીભાવે જ છે. તમે એક સ્વાર્થી કે તદ્દન ભુખ્યા માણસને રાજાની ગાદી પર બેસાડો તો પણ બે ત્રણ દીવસ તે મિસ્ટાન્ન માગસે, થોડા દીવસ આમ તેમ જલસા કરસે પણ પછી એક દીવસ તો એને થશે જ કે સાલુ લાવ ને દેસ માટે કાઈક તો કરું. કારકીર્દીની ઉંચાઇ પર પહોંચીને પણ જ્યારે તમે ત્યાથી ખસો નહી કે પછી કોઇ નવો ચીલો કે નવુ સાહસ પણ કરો નહી તે કેવી રીતે ચાલે. આટલિ ઉંચાઇ પર , પહોચીને તમારુ દિલ પણ એટલું જ ઉંચુ થવુ જોઇએ કે નહી? આ એજ સચીન તેંદુલકર છે જે પોતાની ફરારીનો ટેક્ષ બચાવવા માટે વકિલ રોકે.
આ એજ અમીતાભ છે, જે એક પગ કબરમાં હોવા છતા, આવા આવા અછકલાવીદ્યા કરે. તે કેવી રીતે શોભે.
આ બંને જણે પોતાની કારકીર્દીમાં કોઇ જ સાહસનુ કામ કર્યુ જ નથી. અમીતાભની એક પણ ફીલ્મ તમને નહી મળે જેમાં તે ૧૦ નાગી છોકરીઓ જોડે અછકલાની જેમ નાચ્યો નહી હોય. હજુ હમણા જ એક ફીલ્મમાં ૧૭ વર્શની હીરોઇન સાથે પ્રેમ ના વિષય પર ફિલ્મ આપી. તેના પહેલા પણ, ૨૫ વર્ષની તબુ સાથે લગ્નના વિષય પર ફિલ્મ આપી. હજુ આ ઉમરે પણ તે એન્ગ્રી યંગમેન ની છબી નથી છોડી સક્તો, અને એક જવાબદાર નાગરીક ની ભુમિકા નથી સ્વીકારી સક્તો. બાગબાન ને બાદ કરતા એવુ કોઇ પિક્ચર મને નથી યાદ આવતુ જેમાં તેણે કોઇ સમાજીક વિષય લધો હોય.
તેની સામે આમીરખાનની ૮૦% ફિલ્મો કોઇને કોઇ સમાજીક મુદ્દા પર બની છે. તેની ટીવી ઍડ પણ કોઇ સમાજીક મુદ્દા પર હશે. સામે બાજુ અમીતાભ માત્ર બે જ મુદ્દા લીધા છે, પોલિયો અને વાઘ.
રાજેસ ખન્નાના નીધનથી પણ જો અમીતાભ કોઇ શીખ લે તો સારું છે. બસ હવે તો અમીતાભ અને સચીન પોતાની ઉમરને શોભે એવા કાર્યો કરે તેવી ઇશ્વરને પ્રાથના.

This entry was posted in સામાજીક and tagged , , . Bookmark the permalink.

Leave a Reply