મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ગુટખા પર પ્રતીબંધ

 

 

જૂનાગઢખાતેરાજ્યકક્ષાનાંસ્વાતંત્રપર્વનીઉજવણીદરમિયાનગુજરાતનાંમુખ્યમંત્રીનરેન્દ્રમોદીએપોતાનાસંબોધનમાંકહ્યુંહતુંકેરાજ્યમાં

આગામી 11 સપ્ટેમ્બરથીગુટખાપરપ્રતિબંધમૂકવામાંઆવશે.

હું આનો આવકાર કરું છું. મારો આવકાર  કદાચ તમારા આવકાર કરતા થોડો વધારે મહત્વનો હશે. કારણકે હું પોતે પણ ક્યારેક ક્યારેક એનું સેવન કરી જ લઉ છુ.

તમે કઇ પણ કરો સામે  તમને ઓછામાં ઓછા બે તર્ક તો મળશે. સલાહ આપનારાનું શું છે.  ટ્રેનમાં અને બસમાં તમને ઘણા લોકો મળશે, દેશની અને દુનીયાની ચીંતા કરનારા અને પોતાના દાવાને સર્વોત્તમ સાબીત કરનારા, પણ ક્યા શુધી? જેવું તેમનૂ સટેશન આવ્યુ ત્યા શુધી. આમ જોવા જઇએ તો આ બ્લોગ લખવા, ફેસબુક પર મોટી મોટી વાતો લખવી એ પણ આ જ કેટેગરીમાં આવે છે. આવા થોડા સંભવીત તર્કો અહીં ટાંકુ છુ.

  • હવે આવા પ્રતીબંધથી શું વળવાનું છે. ઉપરથી બે નંબરના ધંધા વધશે, અને પાનવાળાને પાછા ગુટખાના પણ હપ્તા આપવા પળશે
  • બીચારા ગુટખા ઉદ્ધોગમાં કામ કરનારા લોકો બેરોજગાર થઇ જશે.
  • સરકારને જે ટેક્ષ રુપે આવક થતી હતી તે બંધ થઇ જશે.
  • ગુજરાતમાં દારુબંધી જેવુ ક્યા દેખાય છે, તમારે જોઇએ એટલો દારુ મળે છે, તો ગુટખાની શું વિશાત.

આ બધું જ સાચુ પણ મર્યાદાની રેખા અને બંધનની સાંકળ વચ્ચે જેટલો તફાવત છે એટલો જ તફાવત છે પ્રતીબંધ અને અમલ વચ્ચે.  અમલ ન થવો એ એક વાત છે, અને પ્રતીબંધ ઉઠાવવો એ તદ્દન જુદી વાત છે.બંનેને જોડવાની કોશીશ તમને પોતાને જ ચરીત્રહીન બનાવી દેશે.

મર્યાદાનું છડેચોક ઉલ્લગન થાય તો પણ મર્યાદાની રેખાનું અસ્તીત્વ ખુબ જ જરુરી છે. જેવી તમે રેખા ભુંશશો તેવા તમે પણ ભુશાય જશો.

આવા તર્કો આપણને, વેશ્યાલયો માટે પણ મળે છે, સમાજનો કેટલોક વર્ગ માને છે કે વેશ્યાઓના અધીકારના રક્ષણ માટે વેસ્યાઓને કાનુની માન્ય્તા મળવી જોઇએ.  પણ આ લોકો ટુંકી દ્રસ્ટીના હોય છે. આજે ફુકેત જેવા કેટલાય દેશો છે જે માત્ર વેશ્યાલયોને મુખ્ય બીઝનેશ બનાવી બેઠા છે.

This entry was posted in સામાજીક and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply