મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ભેંસમાતા

ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલો કોથળી નીકળી !!

આ લોકો પણ ખરા છે? જુના જુના રીવાજો પકડી રાખે છે. સાપ ગયાને લીસોટા રહ્યા જેવું જ.  આ જમાનો તો ભેંસમાતાનો છે. હવે શું કરવા ગાયની આટલી બધી ચીંતા કરતા હશે?

આજે જેટલા પણ પેક દુધ મળે છે. તે બધા ભેંસના છે. વર્સોથી આપણે માત્ર અને માત્ર ભેંસનુજ દુધ પિતા આવ્યા છે. અમુલ હોય કે બીજી કોઇ ડેરી., ગ્રાહક તરીકે આપણે ભેંસના દુધના આગ્રહી છે. ગાયનું દુધ ફિક્કુ લાગે છે. કારણકે તેમાં ફેટ એટલેકે ચરબીનું પ્રમાણ ઓછુ હોય છે. ચ્હા તો ભેંસના દુધની જ ભાવે. ગાયના દુધની સ્પેસિઅલ કોથડીઓ આવે છે. પરંતુ બહું ઓછી વેચાય છે.

અને આમ પણ હવે, ભેંસનુ દુધ પિને, સમાજ પણ ભેંસ જેવો જ થતો જાય છે. આજુ બાજુ શું થાય છે તેની ક્યા અસર થાય. ભુલે ચુકે એકાદ સારો માણસ મળી જાય તો કહે બચારો ગાય જેવો છે. મને લાગે છે  કદાચ આ મુર્ખાઓ ભુલથી ગાયનુ દુધ તો નહી પિતા હોય.  જીવી જ ના શકાય. ગાય જેવા માણસોનુ કામ જ નથી અહીં.

હું તો કહું આ ગાયો પર પ્રતીબંધ જ મુકી દેવો જોઇએ, એના દુધને કારણે જ સારા(વેવલા) મનના લોકો બને છે. ગાય વળી માતા કેવી. દેસમાં કેટલા છે જેને આ ગયોનું દુધ પિધુ છે. દેસની અસલી માતા તો ભેંસ છે. આજે આપણે બધાએ ભેંસનુ જ દુધ પિધુ છે, અને આપણા સંતાનો પણ ભૅંસનુ જ દુધ પી રહ્યા છે. તો  પછી શા માટે તેને માતાનો દરજ્જો ના મળે. શા માટે પેલી ફિક્કા દુધવાળી ગાયને માતાનો દરર્જો. સમય પાકી ગયો છે બોસ, દેસની અસલી રાણી(માતા) એટલે કે ભેંસને એનો અસલી ખીતાબ(ભેંસમાતા) અપાવીને,આપણે તેના દુધનુ ઋણ ચુકવી દઇએ. ચાલો આપને આજથી જ ભેંસમાતાની પુજા ચાલુ કરી દઇએ.

This entry was posted in માનવીય and tagged , , . Bookmark the permalink.

Leave a Reply