મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

યથેચ્છ કુરુ (તને ગમે તેમ કર)

યુદ્ધના મેદાનમાં ગવાયેલું ગીત એટલે કે ગીતા. ગીતા શું છે તેના કરતા પણ વધારે મહ્ત્વનું મારે માટે ગીતાની આ ભુમીકામાં છે. જેની શરુવાત સીદન્તિમમ ગાત્રાણિ’ થી થાય છે, મધ્યમાં ક્રુષ્ણ ઘણી બધી જ્ઞાનની વાતો કરે છે, જેનાથી અર્જુનનો વિષાદ દુર થાય છે. અર્જુન करिष्ये आज्ञाम तव  ની સ્થીતીમા આવી જાય છે ત્યારે પણ ક્રુષ્ણ ગીતાના અંતીમ શ્લોકમાં યુદ્ધ કર તેવી આજ્ઞા આપવાને  બદલે यथेच्छसि तथा कुरु  કહે છે.  અર્થાત, તને જેમ યોગ્ય લાગે તેમ કર.

અત્યાર સુધી મને જે  યોગ્ય લાગ્યુ તે મે કહ્યુ પણ, કારણકે કરવાનુ તારે છે અને ભોગવવાનું પણ તારે છે, એટલે નીર્ણયની જવાબદારી પણ તુ જ લે, હું નહી. અને અર્જુન પણ ગીતાને પુરી પચાવી ગયો હોય તેમ નીષ્કામ ભાવે બોલે છે  करिष्ये वचनम तव. મતલબ, તારા વચન પ્રમાણે કરિસ.

યથેચ્છ કુરુ   ક્રુષ્ણને અન્ય ભગવાનોથી અલગ કરે છે. બીજા દરેક સાચા કે કહેવાતા ભગવાનોએ ૫-૧૦, ૧૦૦-૨૦૦ ની સંખ્યામા આજ્ઞાઓ આપી દીધી કે શું કરવુ શું ના કરવું. શૂં ખાવુ અને શું ના ખાવું. પણ આ દરેક આજ્ઞાઓના અંતે જો એક વખત યથેચ્છ કુરુ કહે તો વર્ષો પછી લોકોને માથુ ના ખંજવાળવું પડે. કારણકે લખનારના જ્ઞાનની કેવી ઉંચાઇ, કેવી પરિસ્થીતી, કેવો સમાજ, એના પર આધારીત હોય છે આ આજ્ઞાઓ. પણ, વાંચનારના જ્ઞાનની કેવી ઉંચાઇ, કેવી પરિસ્થીતિ, કેવો સમાજ, આ બધુ સાવ અલગ હોય છે, તેનાથી આજ્ઞા આપનાર સાવ જ  અજ્ઞાત હોય છે. કહેવાય છે કે ગીતા દરેક યુગમા પણ યોગ્ય અને હંમેસા નવી લાગશે, પણ મારી દ્રસ્ટીએ એનૂ ખરુ કારણ છે આ ‘યથેચ્છ કુરુ’.

શુ સાચું અને શુ ખોટુંની મથામણ કરતા પણ વધારે મહત્વની છે તમારા મનની શાંતી. જ્યારે સારો માણસ અને ખરાબ માણસ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જ ખરી પરીક્ષા થાય છે. તમારો પડોશી તમને વગર કારણે એક લાફો મારી જાય ત્યારે પણ તમારું મન શાંત રહી સકતુ હોય, તો અતી ઉત્તમ, તમે જવાબમા તેને એક મજાનુ સ્મીત આપો. આ તમારી સહન શક્તીની અને સમજ શક્તીની ઉંચાઇ બતાવે છે. પરંતુ આ લાફો ખાધા પછી જો તમારા મનમાં વમળો ઉભા થાય, સામે આઇસક્રીમ પડ્યો હોય તો પણ દેખાય નહી તો, ભુલી જાવ બધી સુફીયાણી વાતો અને ‘યથેચ્છ કુરુ’. પણ સાથે સાથે ગીતાનો કર્મનો સીદ્ધાંત પણ યાદ રાખો , તમારા કર્મોનું ફળ તમારે જ ભોગવવુ પડ્સે.

મુદ્દાની વાત એ છે તમે જે કૈ પણ કરો તેમાં તમારુ મન શાંત અને સ્થીર હોવુ જોઇએ. તમારુ મન શાંત રહેતુ હોય ત્યા સુધી તમારુ સારાપણૂ એ તમારુ ઘરેણૂ છે.પણ જેવુ મન અસ્થીર થયુ તેવુ તમારુ આ સારાપણૂ તમારી હાથકડી બની જશે. તે સમયે  ‘યથેચ્છ કુરુ’. અને યથેચ્છ કરતી વખતે પણ મનની સ્થીતરતા એ જ પ્રાથમીકતા. એટલું જ નહી યથેચ્છ કર્મના ફળ ભોગવતી વખતે પણ મનની સ્થીરતા એ જ પ્રાથમીકતા.

બધી જ સુફીયાણી વાતો સંઘમાં સંવાદીતા લાવવા માટે હોય છે. કૂંટૂબ, કે સંસ્થા, કે સંપ્રદાયમાં રહેતા લોકો, હળીમળીને સંવાદીતાથી રહે તો સંઘ મજબુત થાય છે. તે સંસ્થા, કે સંપ્રદાયના વડીલનો સ્વાર્થ પણ આ સંઘની શક્તી વધે તેમાં જ હોય. તેથી તે એવી આજ્ઞાઓ જ આપે જેમાં સંઘ મજબુત થાય. અને જો બધા જ સભ્યો સમજુ હોય તો આ અજ્ઞાઓ ખરેખર સોનેરી બની જતી હોય છે. પરંતુ સમસ્યા એ છે કે સંઘમાં માત્ર સમજુ લોકો જ નથી હોતા.  મોટાભાગે તમારો સમય અને લોકો  અનુકુળ હોય છે જ, અને ત્યારે શું કરવુ, શુ ન કરવું બધુજ જ બરાબર રીતે લખાયુ હોય છે.  જેમકે સવારે ઉઠીને પિતાને પગે લાગવું જોઇએ,  તેવી આજ્ઞા હોય તે પુસ્તકમાં ક્યા નહી મળે કે બાપ જ ખરાબ હોય તો શું કરવું. અને એટલે જ પ્રતીકુળ પરીસ્થીતીમાં કે પ્રતીકુળ લોકો સાથે ‘યથેચ્છ કુરુ’.

તમને જે યોગ્ય લાગે તે નીર્ણય લો, જરુરી નથી કે તે ખરેખર યોગ્ય હોય, જરુરી એ છે કે તે તમારો પોતાનો હોય. સમય જતા તમે પોતે પણ ઘડાતા જાઓ અને આનાથી પણ વધુ યોગ્ય નીર્ણય લેતા થાવ ત્યારની વાત ત્યારે પણ ત્યાં સુધી તો ‘યથેચ્છ કુરુ’.

This entry was posted in આધ્યાત્મીક and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply