મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

અતીપ્રકાશનો યુગ

ઇતીહાસમાં એક સમય હતો જેને આપણે અંધકાર યુગના નામથી જાણીએ છીએ. કારણકે ત્યારે અજ્ઞાનનુ રાજ ચાલતુ હતુ. ભ્રામણોએ અને જ્ઞાતી વડિલોને લોકોને બાનમાં લીધા હતા.લોકોને અજ્ઞાન અને આંધશ્રધ્ધાના વિષ પાઇ પાઇને  નપુંશક બનાવી દિધા હતા. અંગ્રેજોના આવ્યા પછી દેસમાં નવી ક્રાંતી ઉભી થઇ, અને એ ક્રાન્તીની જ્વાળાઓ જ્ઞાનનો પ્રકાસ  ચારે બાજુ રેલાવા લાગ્યો. લોકો પોતાના અધીકારો, બીજાના અધીકારો અને પોતાની અંધશ્રધ્ધાઓને સમજવા લાગ્યા.

ધીરે ધીરે આ પ્રકાસની તીવ્રતા વધવા લાગી, અને ચારે બાજુ નવી નવી જ્ઞાનની પરબો ઉભી થવા લાગી નવા નવા લાઇટ હાઉસો ઉભા થવા લાગ્યા.  હેતુ હતો ઘરેઘરે જ્ઞાનનો પ્રકાશ.

પરંતુ ક્યાંક કોઇ મુળભુત ભુલ થઇ  ગઇ. આજે આ પરીસ્થીતી એવી છે કે આપણી પાસે રેડીઓ,મોબાઇલ, ઇન્ટરનેટ, કેટલાય અખબારો, અને  ૨૪ કલાક ચાલતી  ચેનલો  છે. અસંખ્ય ઉનીવર્સીટીઓમાં કેટલાય વિષયોનું જ્ઞાન મળે છે.આના વિશે જો ગાંધીજીને કે કોઇ પહેલાના માણસને બતાવીએ રીતસર અંજાઇ જશે કે ડઘાઇ જશે.

સાવ સાચી વાત છે  હું આ યુગને  અતીપ્રકાશનો યુગ એવુ  નામ આપુ છુ.અહી માહીતીનો પ્રકાશ એટલો બધો ઝડહડે છે કે બધા જ અંજાઇ ગયા છે.  જ્યારે પ્રકાશની માત્રા વધી જાય છે ત્યારે આપણી આંખો અંજાઇ જાય છે. અને ત્યારે પણ આપણે કશૂં જોઇ નથી શકતા. બીજા અર્થમાં કહુ તો અતીપ્રકાશ એ એક રુપે તો અંધકાર જ છે.

આજે કોઇ એવું માધ્યમ બચ્યુ નથી. કોઇ એવો વ્યક્તી બચ્યો નથી જેની ઉપર સાવ આમજ વીશ્વાસ મુકી સકાય. કોઇ પણ માહીતી એવી નથી કે જે તમે છાતી ઠોકીને કહીં શકો કે સાચી છે. જેની પાછડ કોઇ માર્કેટીગ કે મેલી મુરાદ  ન હોય.  ચારે બાજુ આંકડાઓની માયાજાળ છે. વચનોનો ફુગાવો છે, અફવાઓનું બજાર છે અને  વિશ્વાસનો વેપાર છે.

હું એક જગ્યાએ ગયો હતો ત્યા એક ટનલ જેવું બનાવ્યુ હતુ જેની અંદર એક પુલ હતો  આ પુલ ની મદદે તમારે ટનલ ક્રોસ કરવાની. અંદર અંધારુ અને ટનલ પર અનેક ચમકતા તારાઓ દોરેલા. હવે ટનલ ગોળગોળ ફર્યા કરે પણ પુલ અડીખમ સ્થીર.  આ સ્થીર પુલ  પર આપણે ચાલી ના શકીયે પુલની પાઇપો પકડવી પડે નહી તો પડી જવાય એવા ચક્કર આવે.

હું વિચારતો થઇ ગયો. આપણે જે ધરતી પર સ્થીરતા પુર્વક ઉભા છે તે પણ માત્ર અને માત્ર વિશ્વાસને કારણે. જેવો વિશ્વાસ હટયો કે  આપણે ડગવા લાગ્યા. અચાનક જ કોઇ એક દીવસ તમને ખબર પડે કે  આ ધરતી નથી આ તો આકાશ છે. નીચે કશુંજ  સપોર્ટ જેવુ નથી તો શું થાય? મને લાગે છે આ પણ એક પ્રયોગ કરવા જેવો છે. એવી ટનલ બનાવવાની કે તમે એક TV ના મજબુત સ્ક્રીન પર ઉભા હોય. અને TV માં ધર્તી ખુબ નીચે હોય આજુ પાજુ વાદળૉ ઝડપથી ઉપર તરફ જતા હોય. મને લાગે છે તમારા પેટમાં તરત જ ગુડગુડ અવાજ ચાલુ થઇ જશે શું કહો છો?

હા તો,  આ અતીપ્રકાશના યુગમાં અંધશ્રધ્ધાઓ દુર કરવાના ચક્કરમાં આપણે મુળભુત શ્રધ્ધા અને વિશ્વાસને જ દુર કરી બેઠા. જેના આધાર પર  માણસ ઉભો હતો. પેલા મેજીકલ ટનલની જેમ  વારંવાર તેને બતાવતા રહ્યા કે જો નીચે જો, નીચે તો ધરતી જ નથી. આ દુનીયામા જેટલા પણ માણસો હરે છે ફરે છે તે કોઇને કોઇ વિશ્વાસને લીધે. મારી દ્રસ્ટીને આ વિશ્વાસ નામનું તત્વ તો ઓક્સીજન નામના તત્વ કરતા પણ વધારે મહત્વનું છે. એક સેકંડમાંજ જ્યા હશે ત્યાજ ફસડાઇ પડ્શે જો તેનો મુળભુત વિશ્વાસ ખોટો છે તેમ સાબીત કરી દો તમે.

આવો સમય મારા તમારા જેવા સામાન્ય માણસોએ કેવી રીતે પસાર કરવો જોઇએ?

તણખલા જેવા બની જાઓ, તણખલાનો કોઇ અધાર નથી હોતો.  તમારા બધા વિશ્વાસોમાંથી અપેક્ષા નામનુ તત્વ ઓછુ કરી દો.કાલે ફસડાઇ પડવું પડે એના કરતા આજે જ ઢીલા થઇ જાવ. દરેક પ્રકારના ઉન્માદોની સાથે વહેવા ન લાગો. ભલે પછી તે અન્ના હજારેનો  ભ્રસ્ટાચાર ભગાવવાનો હોય કે પ્રેમીકાની માત્ર ‘તને જ પ્રેમ કરું છુ’ તેવી મીઠી મીઠી વાતોનો હોય. આ ઉન્માદો વખતે પેલી ગોળગોળ ફરતી ટનલને યાદ કરી લો. અને  સહુંથી મહત્વની વાત પોતાની જાતને અત્યંત પ્રેમ આપો. પોતાના ઇશ્વરને પણ અપેક્ષા રહીત શુધ્ધ પ્રેમ કરો. હેં ઇશ્વર મને તારી પાસેથી કસુંજ જોઇતુ નથી પણ મને કહે હું તારા માટે શું કરી શકું, એવી પ્રાથના કરો. અને દીલના ઉંડાણમાંથી તમારા ઇશ્વરને પુકાર કરો.

This entry was posted in આધ્યાત્મીક and tagged , , . Bookmark the permalink.

Leave a Reply