મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

સેવક એટલે પહેલો પુત્ર

મારા વિસ્તારમાં એક દાદા રહે છે. એમનાં બંને દિકરા અમેરીકા સેટલ થયેલા. છે દાદી નથી રહ્યા. આમ તો આ વાત ગુજરાતમાં સામાન્ય છે. અને ખાસ તો મારા વિસ્તારમાં એટલેકે ચરોતરમાં. દાદા ખુશ રહે છે, હજુ કાલે જ એમણે પોતાની બર્થડે પાર્ટીમાં મજાના જમણવારનું આયોજન કર્યુ હતુ.

આ દાદાનો બંગલો લગભગ ૪૦૦૦ સ્ક્વેરફીટનો. અને ઉપરના માળે વિધાર્થીઓને રુમો ભાડે આપેલ. નીચે, એક ઓરડી છે જેમાં રાજસ્થાની કુંટુબ રહે છે અને ચ્હાની દુકાન ચલાવે. પતી પત્ની બંને વિધ્યાર્થીઓ માટે ભોજન બનાવે અને દાદા માટે પણ ભોજન બનાવે, ત્રણ ટાઇમના જમવાનુ ધ્યાન રાખે. અમે લોકો વાતો કરતા હતા કે આ દાદા મોટી ભુલ કરી રહ્યા છે, આ રાજસ્થાની કુંટુંબ ગમે ત્યારે આ જગ્યા પડાવી લેશે. આ રીતે કોઇને ઘરમાં ન રાખવા જોઇને. અને એ દ્રસ્ટીને જોઇએ તો  લાગે પણ એવું. જેટલા પ્રેમથી પેલી સ્ત્રી દદાનો ખ્યાલ રાખે, અને વાતો કરે, આવી તો એક દીકરી પણ ના કરે. કેમ નહી? સ્વાર્થ તો છે જ. મફતમાં જગ્યા પડાવી લેવાનો ચાન્સ.

પણ સાંજે,  આ વાત પર વધારે વિચારતા મારો દ્રસ્ટીકોણ બદલાઇ ગયો. મને થયુ કે દાદા જે કરે છે તે બિલકુલ બરાબર છે. હું તો કહું છુ કે પાછળથી કોઇ મુશ્કેલી ના પડે એટલે પહેલેથી અ દુકાન પેલા રાજસ્થાની કુંટૂંબા માટે લખી આપવી જોઇએ.

તમારો સંતાનો ગમે તેટલા સારા હોય, મહીને એકાદ વાર ફોન પર તમારી ખબર લેતા હોય, વર્શે એકાદ વખત  આવતા પણ હોય તો  શું થયુ? એક વ્રુધ્ધ  માટે આટલું બસ કહેવાય ખરું? મારી દ્રસ્ટીએ  એક વ્રુધ્ધ અને બાળકમાં ખાસ કોઇ ફરક નથી હોતો.  બંને એટલાજ પ્રેમ ભુખ્યા હોય છે. ઉંમરની સાથે સાથે દીલ બાળક થતુ જાય છે. આવા સમયે જે નજીક છે અને તમારી સેવા કરે તે જ સાચા સંતાનો બાકી બધી તો મનને મનાવવાની વાતો. પેલુ કહે છે ને

पल भरके लीये कोइ मुजे प्यार कर ले जुठा ही सही.

ખરેખર હવે વ્રુધ્ધોએ પણ પોતાના દુખોના રોદણા રડવાને બદલે કોઇ નવતર અભીગમ અપનાવી લેવો જોઇએ. સંતાનો પાસે પ્રેમની અપેક્ષા રાખવાને બદલે, જે સાથે છે જે તમારુ ધ્યાન રાખે છે. તેમને પ્રાથમીકતા આપવી જોઇએ . અથવા આવા લોકોને જાતે કરીને શોધી લેવા જોઇએ. દરેક સંપન્ન એકલા વ્રુધ્ધોએ  હવે જાતે જ પોતાના સંતાનોની જગ્યા ભરી દેવી જોઇએ. કોઇ પણ રીતે જે તમારાથી શક્ય હોય તેવો નવતર અભીગમ અપનાવી લેવો જોઇએ અને પેલા દાદાની જેમ તમે પણ ખુશી ખૂશી પોતાનું જિવન જીવી શકશો.

This entry was posted in માનવીય and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply