મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ગુજરાત રમખાણોની ચર્ચાથી દુર રહેવું

૨૦૦૨ ના કોમી તોફાનો ના સમયે હું બેંગલોરે રહેતો હતો. ત્યારે એક ગુજરાતી હીંદુ હોવાને નાતે મારે  ઘણૂ સાંભડવું પડ્યુ હતુ. ઘણા મીત્રો કહેતા, तुम दालभात वालोने कमाल कर दीया, बहु अच्छा कीया, सबक सिखाना जरुरी था. બીજી બાજુ ये बहोत गलत हुआ, अब गुजरातमे का IT का आना संभव नही, मुस्लिमोके लीये जगा थीक नही. વગેરે. વગેરે.

ત્યારે શરુવાત હું પણ ઉશ્કેરાઇને મારા મંતવ્યો રજુ કરતો હતો. પણ થોડાક દીવસો પછી મે આ બાબતમાં કોઇ પણ પ્રતીક્રીયા આપવાની છોડી દીધી. ઘણૂ પુછે તો કહેતો, આ ગુજરાતના લોકોનો પર્સનલ મામલો છે. હીંદુ અને મુસ્લીમે લડી લીધું અને હવે સાથે પણ રહેવા લાગ્યા. હવે એ જુના પોપડા ના ઉખાડો.

ઝગડા કયા ઘરમાં નથી થતા, સાસુ વહૂ, ભાઇ ભાઇ, બાપ દીકરા, આજે જો દરેક ઘરમાં CCTV કેમેરા મુકે તો ખબર પડે કે સંસદમાં ધમાલ કરતા સંસદસભ્યો કેટલા સંસ્કારી છે.

પણ આવે સમયે તમે ઘરના વડીલના હાવભાવ જોયા છે. કેવા નીસ્પ્રુહ ભાવે તે ઘરની બહાર નીકડે છે.સવારે જ ‘મરો યા મારો’ ની સ્થીતી હતી પડૉશીઓને પણ બધું સંભડાતુ હતુ, કે હવે તો આ બે ભાઇ  એક બીજાને છોડશે નહી, અને પછી બધું શાંત પડે, અને ઘરના વડીલ લટાર મારવા માટે ઘરની બહાર નીકડે ત્યારે પુછો તમે, શું થયુ દાદા? કેમ આટલા બધા ઉંચે અવાજે બોલતા હતા બાબાભાઈ.?

શું આશા રાખો તમે? જમાનાના અનૂભવથી ઘડાયેલા દાદા  શું તમને બધી વીગતો નવલકથાની જેમ આપશે એમ માનો છો? કે પછી રડી પડ્શે? કે પછી, વાત છુપાવવાની નાકામ કોશીસ કરશે? શું માનો છો.? ખરેખર માંનુ કશું જ નહી. તે એકદમ શીફતપુર્વક વાતને ફેરવી નાખશે, જાણે કશું જ ના થયુ હોય. અને લટકામાં સામો એક સણસણતો સવાલ બુંમરેંગની જેમ ફેંકશે, ‘ પેલૂ તમારા બાબાનું ચક્કર ચાલતુ હતૂ તેનૂ શું થયુ?

ખરેખર આપણે પણ આ વાતને આજ રીતે દબાવી દેવી જોઇએ, નહીતો કેટલાય વર્શો સુધી, આ દુનીયા વિક્રુત આનંદ ઉઠાવતી રહેશે.

ગુજરાતમાં હીદું અને મુસ્લીમ બે ભાઇ છે, નાનાભાઇએ ગુસ્સામાં એક થપ્પડ મારી અને મોટાભાઇએ, જવાબમાં બે થપ્પડ મારી. અથવાતો કોઇ ત્રીજી વ્યક્તીએ બંને વચ્ચે ગેરસમણ ઉભી કરી. બસ આમાં હવે આપણે કોઇ જ જાતની કોંમેંટ ના કરીયે  તે જ બરાબર છે.

પેલુ કહે છે ને કે ક્યારેય પતી-પત્ની ના ઝગડામાં ના પડવું જોઇએ?  જબરજસ્તીથી ખેંચે તો પણ એવી જ ગોળગોળ વાત કરવી કે બંને સાચા લાગે.સવારે ઝગડે અને સાંજે પિકચર જોવા જતા રહે. એવા લોકો માટે આપણે નીસ્પક્ષ રહેવામાંજ શાન છે.

This entry was posted in સામાજીક. Bookmark the permalink.

Leave a Reply