મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

મનની સંસદમાં વિચારો રૂપી સંસદસભ્યો.

છેલ્લા કેટલાય વખતથી  ભાજપે એક નવો રીવાજ શરુ કર્યો છે. સંસદને ચાલવા નહીં દેવાનો. ધારોકે ભાજપ જીતી ગઇ તો સ્વાભાવીક છે કોંગ્રેસ આનો બદલો લેશે. અને આમ  બીજા થોડાક વર્શો નીકડ્યા પછી કદાચ આપણે કહીંશું  અમારા જમાનામાં તો સંસદ ચાલતી હતી. અને બાળકો કહેશે, ‘ના હોય?’’

મને તો ક્યારેક એમ લાગે છે કે આ કોંગ્રેસ અને ભાજપ બંનેની મિલીભગત છે. આજકાલ મને એવું લાગ્યા કરે છે, કે ઘણા બધા એવા મુદ્દાઓ છે જેમાં કોગ્રેસ અને ભાજપ મમ્મી પપ્પા જેવો રોલ કરે છે. પણ આજનો વિષય આ નથી.

ઘણા લોક કહે છે, લોકસભા ચેનલ પર સંસદોને ઝગડતા જોઇ શરમ આવે છે. હું કહું આવી સંસદ શું હવે ગામે ગામ, અને ઘરે ઘર નથી થતી. જો દરેક ઘરોમાં CCTV કેમેરા મુકીયે તો ખબર પડી જાય કે આપણા સંસદો તો હજુ પણ સારા છે બીચારા.

છોડો આ પણ મુદ્દો નથી. આપણે આપણા જ મનની વાત લો ને, આપણા મનની સંસદમાં કેટલા ખરડા પસાર થાય છે?  કેટલાય મહ્ત્વના નીર્ણયો ને વખતે વીરોધપક્ષ કેટલો કોલાહલ કરે છે આપણા મનમાં.

કોઇ એક વિચાર ક્યારેય સંકલ્પ નું રુપ લે   ત્યારે ખબર પડે કે કેટલાય સ્વાર્થરુપી પક્ષોની મીલીભગત છે.

આત્મા રુપી પ્રેસીડેન્ટ પણ બીચારા સહી કરવા સીવાય શું  કરી શકે. જનતા રુપી કૈ કેટલાય નાના મોટા વિચારો તો બસ  સંસદ ના ચાલતી હોય ત્યારે  એટલેકે રાત્રે સ્વન રુપી TV ચેનલો પર પોતાનો થોડો પ્રતીકાર કરી લે કે પછી, સ્વપનામાં જ કેટલાય ચલચીત્રો બતાવી દે.

સંકલ્પો રુપી અન્ના હજારે કે બાબા રામદેવ, ને આ જ સંસદમાં વિકલ્પો રુપી કપીલ સીબ્બલો, મજાક ઉડાવે અને કર્મરુપી વડાપ્રધાન મનમોહનસીંહની જેમ હંમેસા ચુપ રહે.

તો મીત્રો આજે ફરી મારો મનગમતો શેર અહી લખુ છુ.

ए सुधारक जगतके मत कर चींता यार

मन ही तेरा जगत हे पहेले उसे सुधार.

This entry was posted in માનવીય. Bookmark the permalink.

Leave a Reply