મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

પરીક્ષામાં ફર્સ્ટક્લાસ એ મેનેજરના લખ્ખણ છે.

થોડી મારીવાત

મને પહેલેથી વાંચવાનો ખુબ શોખ હતો. આ દુનીયામાંજે કઇ પણ છે તેની હું જાણી લઉ તેવી મારી મહેચ્છા.આધ્યાત્મ, વિજ્ઞાન, અને મનોવિજ્ઞાન મારા પ્રીય વિષયો. એક વખત પુસ્તક હાથમાં લઉ. તો પછી પુરુ જ કરું. ઘણી વખત આખી રાત પણ પસાર થઇ જાય. મારા આ ગુણોને જોઇને આખું કુટુંબ મારે પાસે ફર્સ્ટક્લાસની અપેક્ષાઓ રાખતુ થઇ ગયુ, “મોટો થઇને એન્જીનીયર બનજે” નો મારો ચાલુ થઇ ગયો.

હું હંમેશા કહેતો મારે નોકરી નથી કરવી, ખેતી કરવી છે. પણ બધા હસતા. ધીરેધીરે પિતાજી રીટાયર્ડ થવાનો સમય નજીક આવવા લાગ્યો, એટલે ઘરમાં ચીંતાના ધીમાધીમા પગલા મંડાયા અને  સમયના વહેણમાં હું એન્જીનીયર બની ગયો. મને વિદેશ જવાની ઘણી તકો, કેટલીય વખત વિદેશ પ્રવાસ કર્યો. બધા કહેતા હવે વિદેશ સેટલ થઇ જા. હું કહેતો બસ હવે થોડાક જ સમય માં મારે રીટાયર્ડ થવુ છે. હવે તો લોકો નથી હસતા, પહેલેથી જ આવો છે તેમ કહે છે.

મારા પિતાજીને એક વાત ક્યારેય ન સમજાય કે મને ક્યારેય ફર્સ્ટક્લાસ કેમ નથી આવતો. કોલેજમાં પણ જેના ફર્સ્ટ ક્લાસ હોય તેવા મીત્રોની દોસ્તી રાખજે એવો આગ્રહ. પણ કોલેજમાં એનાથી ઉલટુ થયુ, ફર્સ્ટ ક્લાસ વાળા કેટલાય લોકો મારા મીત્રો બનવાનુ પસંદ કરતા. એટલુ જ નહી કોઇ પણ વિષયમાં સમજણ ના પડે તો મારી પાસે ચર્ચા કરી સમજણ મેળવી લેતા. તેમનો ફર્સ્ટ ક્લાસ આવી જતો પણ હું હંમેશા સેકંડ ક્લાસ જ રહ્યો. મને પણ તે વખતે આ વાત નતી સમજાતી.

સોફ્ટવેર એન્જીનીયર થયો, ટીમ લીડર થયો અને પછી ટેકનીકલ આર્કીટેક્ટ થયો. ૫-૬ વર્સની કારકીર્દી પછી ઘણા બધા લોકોને મે મેનેજર બનવા માટે થનગતા જોયા.  મારી જેમ ટેકનીકલ લાઇનમાં રહેનારા બહું જ ઓછા. અને ખાસ વાત કે આવા ઘણા ટેકનીકલ ક્ષેત્રોના નીષ્ણાત ના નજીકના અનુભવથી મને લાગ્યુ કે આ બધા મારા જેવા સેકંડ ક્લાસ હતા. અને જે મનેજર બનવા થનગનતા હતા તે ફર્સ્ટક્લાસ વાળા હતા.

મેં ઘણા વર્શો સુધી આ વિષય પર મંથન કર્યુ કે સાલુ, ફર્સ્ટક્લાસ ને મેનેજર સાથે શું સંબંધ? મારા કોલેજકાળના ફર્સ્ટક્લાસવાળાની વર્તુણુકો મેં યાદ કરવા લાગી અને મને જવાબ મળી ગયો.

ફર્સ્ટક્લાસ લાવવા માટે તમારે સૌથી પહેલા શું સીખવું જરુરી છે? ટાઇમ મેનેજમેંટ. આવી ગયો ને મેનેજરનો પહેલો ગુણ. મારી પાસે શું હતુ વિષય પ્રત્યેનો પ્રેમ. પણ એ મારી સૌથી મોટી ઉણપ હતી કારણકે તેના લીધે હું વિષયના ઉંડાણમાં જતો રહેતો. અને ટાઇમ મેનેજમેંટ ક્યારે ય ના કરી સક્યો.

પરીક્ષા માટે કેટલો સમય વાંચવુ. શું MIP છે તે શોધવું. પરીક્ષા ના આગલે દીવસે કેવી તૈયારી કરવી. પરીક્ષા દરમીયાન દરેક પ્રશ્નને કેટલો સમય આપવો, કયા પ્રશ્નને પહેલા લેવા. આ બધુ શું છે. મેનેજમેંટ છે. આ બધી પડોજણમાં ક્યાય વિધ્યાર્થી ખોવાઇ જાય છે. કેટલું પચાવ્યુ તે મહત્વનું નથી. કેટલી ઉલટી કરી તે મહત્વનું રહે છે.

સ્વાભાવીક છે, આ બધું મેનેજ કરતા કરતા માણસ , લાઇફને પણ મેનેજ કરતો થઇ જાય છે. રિસ્ક મેનેજ કરી કરી ને, જીદગી એટલી સુંવાડી બનાવી દે છે કે  જેવો આવ્યો તેવો જ જતો  રહે છે. અને ભગવાન માથે હાથ દઇને કહે કે ભઇલા મે તને જીંદગી જાણવા માટે મોક્લ્યો હતો મેનેજ કરવા માટે નહીં.

આજે લાખોની સંખ્યામા MBA અને BBA ના કોર્સ થાય છે. કહે છે કે લીડરો બનાવશે પણ આમાંથી ૯૯% તો મેનેજરો જ બને છે.

માત્ર મેનેજ કરવાની કળા.  કઇ પણ આપો તમે, આ લોકો મેનેજ કરશે. પંચતારક હોટેલ હોય, સોફ્ટવેર કંપની હોય, મેનુફેક્ચરીંગ યુનીટ હોય કે કઇ પણ, તેમને માટે કશું જ એવુ નથી કે તેઓ મેનેજ ના કરી શકે. કારણકે વરસતા વરસાદમાં પણ કોરા ને કોરા નીકડી જવાની કલા તો તેમણે કોલેજમાં ફર્સ્ટક્લાસ લાવીનેજ શીખી લિધી હતી..

This entry was posted in સામાજીક. Bookmark the permalink.

2 Responses to પરીક્ષામાં ફર્સ્ટક્લાસ એ મેનેજરના લખ્ખણ છે.

  1. aa lekh khub sacho chhe ane mane khub gamyo …aaje fast life ma point to point vaat thay chhe..priorityma arthik labh jovay chhe …pan sachu kahun to 2nd class engineers vagar managers kashu kari nahin shake ..tame manage kari shako pan gyanni depth achieve nahin j kari shako …aa vastu mari sathe thayeli chhe …hun sauthi aghara mane aghara lagta prashon select kari leti …..e managers kyarey gyan no santosh nahin melvi shake fakt knowledge j hashe e pan vakhat sathe bhulai jatu …..
    tamara bija blogs na vicharo pan saras chhe … 😀

Leave a Reply