મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ભગવાન પર પેસાબ કરવો નહીં-હુકમથી.

કેવી ગંદી વાત કરું છું હું નહી. ગુસ્સો આવ્યો? આ ભારત છે ભાઇ અહીં ગુસ્સાને પણ કામે લાગાડી દેવાય છે.

ભગવાન પાસે આપણે શું નથી માગતા, અને છતા તે ચુપ રહે છે. નહી તો કહેત કે હું જાણું છુ તારી ઓકાત, આ તો જેટલું મળ્યુ છે તે પણ મારી દયા જ સમજ. માણસ પણ એક કદમ આગળ છે. આ મુંગા પ્રાણી એટલે કે ભગવાનનો પણ કોમીર્સીયલ ઉપયોગ કરી નાખે.

કેટલાય વર્શોથી, હું કોઇક કોઇક દીવાલો પર ઇશ્વર અલ્લાહ અને જીસસ ના ફોટા એક સાથે જોવું. આજુ બાજુ ખુબ જ ગંદકી હોય લોકોનો પેસાબ પડ્યો હોય. કઇ કેટલોય કચરો પડ્યો હોય, અને દીવાલ પર ભગવાનું ચીત્ર હોય. કોઇ પણ માણસ સમજી શકે છે આવું કેમ.  કારણ સાફ છે. કે આ દેસમાં “અહી પેસાબ કરવો નહી” નો મતલબ છે “ આ જગ્યા પેસાબ માટે પ્રમાણીત છે”. અહીં થુંકવુ નહી નો મતલબ “અહીં જ થુકો” એમ થાય છે.

હવે કરે તો કરે શું? કોઇ ભેજાબાજને એક ઇન્નોવેટીવ આઇડીયા અવ્યો. ભગવાનનો ફોટો. ભગવાન પર તો કોઇ નહી પેસાબ કરે, એટલે, એને મુક્યો ભગવાનનો ફોટો,  એટલુજ નહી મુસલમાન કે ઇસાઇ બચી ના જાય એટલે અલ્લાહ અને જીસસને પણ મુકી દીધા ચોકી કરવા માટે.

પેલા પેસાબ કરનારા પણ ગેંગે ફેંગે થૈ ગયા. કારણકે સામેવાળા એ ચાલ જ એવી ચાલી છે. પણ કોઇ સાહસીક ભેજાબાજે આનો પણ ઉપાય શોધી કાઢ્યો છે. ગોપનીયતા માટે અહી લખતો નથી, નહીતો પાછુ, વાંદરાને સીડી આપવા જેવું થશે.

પણ કુતરાને કોંણ રોકશે. આજે જ સનીવારના દીવશે મે આવી જ એક દિવાલ પર હનુમાનજી ને ભેટમાં વિસ્ટા આપતા એક કુતરાને જોયો. અને મને યાદ આવી ગયા સ્વામી દયાનંદ સરસ્વતી કે જેમણે મુર્તી પર ફરતા ઉંદરને જોઇને. કહ્યુ કે જે ભગવાન પોતાના માથા પરથી ઉંદર ના હટાવી શકે એને હું હવેથી નહી પુજુ. હું નથી ઇચ્છતો કે આપણે આવા નવા દયાનંદ સરસ્વતી પેદા કરીયે, કારણકે હવેની પ્રજા માયકાંગલી છે. એની અંદર દયાનંદ સરસ્વતી જેટલી પ્રચંડ સંકલ્પશક્તી નથી.

હવે ગણેશ ચતુર્થી આવે છે, આપણા ગણેશજીની પધરાવેલી મુર્તીઓ,ના બિજા દીવશે, સાગરના પ્રવાહથી તણાઇને, કે પછી વધારે હોવાથી, જ કીનારે રહી જતી મુર્તીઓની કેટલીક હ્ર્દય દ્રાવક તસ્વીરો મે જોઇ છે. કેટલાય ગણેશજી લુલા, લંગડા થઇ ગયા હતા. કેટલાય પર કુતરા રખડતા હતા. ગણેશ પધરાવવા પાછડનો હેતુ માણસ સર્જન અને વિસર્જનનો મહીમા સમજે જે છે. તો મુર્તી પણ જલદી વીસર્જીત થાય એવી જ હોવી જોઇએ. પણ નહી લોકોને બધું જ ઇન્સ્ટંટ જોઇએ છે.

On the contrary(સીક્કાની બીજી બાજુ)

મને ગર્વ છે કે આપણે રાસ્ટ્ર ધ્વજનૂ કેટલુ સન્માન કરીયે છીએ. અમેરીકામાં લોકો પોતાના જ રાસ્ટ્ર દ્વજની ચડ્ડીઓ બનાવી પહેરે. પણ અહી એવું શક્ય નથી. રાસ્ટ્રદ્વજને ફરકાવાની છુટ પણ દરેકને નથી. આમ તો આ પણ સૈદ્ધાંતીક છે. બાકી અન્ના હજારેનાં આંદોલનમાં , વીકએન્ડ પાર્ટી કરનારા લોકોએ ફેંકી દીધેલા ઝંડા, ભેગા કરવાનું કામ બીજા દીવસે કેટલાક સેવાભાવી લોકોએ કર્યુ હતુ. જેથી રાસ્ટ્રદ્વજ નું અપમાન ન થાય.

This entry was posted in માનવીય. Bookmark the permalink.

One Response to ભગવાન પર પેસાબ કરવો નહીં-હુકમથી.

  1. Saralhindi says:

    આ ભારત છે ભાઇ ?

Leave a Reply