મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ગ્રાહક સુરક્ષા એક મજાક

જાગો ગ્રાહક જાગોની સુંદર TV Add  જોઇને કોઇને પણ થાય કે ગ્રાહક સુરક્ષા માટે કેવા  ક્રુતસંકલ્પીત છીએ. પણ  દરેક કાનુંનને અંતે સજાને નામે જેવું ભોપાડૂ થાય છે તેના કરતા પણ મોટૂ ભોપડૂ આ ગ્રાહક સુરક્ષા કાયદામાં છે.

તમે આજે ૧૦૦ રૂપીયાની કોઇ વસ્તુ ખરીદો અને તેમાં કોઇ ડીફેક્ટ મળૅ. તમે ગાંઠનું ગોપીચંદન નાખી કેસ કરો. મહીનાઓ સુધી આવ-જા કરો પછી તમને કેટલું વળતર મળૅ.

ઉદાહરણ તરીકે હાલમાંજ ક્રિસ્ના કુમાર બજાજનો કેસ લો. જુન ૨૦૧૦માં તેમણે એક વેફર ખરીદેલી જે વજનમાં ઓછી હતી, ત્યારથી શરૂ કરેલી લડાઇ છેક આજે પુરી થઇ. અને બદલામાં શું મળ્યુ.માત્ર 8000.  માત્ર ચીપ્સની એક બેચમાં ઓછા વજનથી કંપનીને એક જ વખતનો ફાયદો ૨૭૫૦૦૦. અને કંપનીને દંડ માત્ર ૫૦૦૦૦.

તમને નથી લાગતુ કે આવા ચુકાદાઓ તો ઉપરથી કંપનીને નફ્ફટ બનાવે છે. મને લાગે છે કે પેપ્સીકો કંપનીના સીઇઓને તો આ કેસની ખબર પણ નહીં હોય સ્થાનીક લેવલે અહીંના વકીલોએ કહ્યુ હશે  આ તો અમે સંભાડી લઇશું.

પહેલી વાત કયો માઇનો લાલ માત્ર ૮૦૦૦ રુપીયાના વળતર માટે આટલી બધી લમણાજીક લે. હા, ગ્રાહક સુરક્ષા એ દેશભક્તી કરતા પણ લમણાઝીકનો વિષય વધુ છે. અને દેશમાં કરોડો લોકો તૈયાર પણ છે આવી લમણાઝીકમાં પડવા માટે. પણ પ્રોબ્લેમ એ છે કે ફાયદો શુન્ય છે.

બીજી વાત આટલી મોટી મલ્ટીનેશનલ કંપની માટે ૫૦૦૦૦ રૂપીયા એ બહુંજ મામુલી રકમ કહેવાય. ૫ કરોડ જેવાતો ખાલી એડ માટે જ કોઇ હીરોઇનને આપી દેતા હશે. આવી કંપનીને શું ફરક પડ્યો. બીજુ કે ચુકાદામાં સામેથી જ કોર્ટે ૨૭૫૦૦૦ની ચોખ્ખી ચોરીમાંથી માત્ર ૫૦૦૦૦ લીધા. ઍટલે બાકીના  ૨૨૫૦૦૦ તો હજુ પણ ચોક્ખો નફો છે. વકીલો અને જજોનું ક્યા કશું જાય છે. આ આખા કેસમાં એમને તો કલાક દીઠ પગાર મળી જ રહે. આમાં બલીનો બકરો એક ગ્રાહક જ બચ્યો, નવરો, કામકાજ વગરનો માત્ર એક ગ્રાહક. ચાલો કેસ-કેસ રમીયેની આ રમતમાં તેનું સ્થાન માત્ર એક ગેડીદડા જેવુ.

હવે તમે જ કહો કે આ ગ્રાહક સુરક્ષા થઇ કે ગ્રાહક્ની મજાક. અમેરીકા જેવા મજબુત ગ્રાહક સુરક્ષા નીયમોની જરૂર છે. આપણે “જાગો ગ્રાહક જાગો” એવા સુત્રોની નહી. ગ્રાહક તો પહેલેથી જ જાગેલો છે. અમેરીકામાં આપણા જ એક ગુજરાતી ગ્રાહકે  વેજીટેરીયન પિઝ્ઝાને નોન-વેજ સાબીત કરીને  લાખો રૂપીયાની કમાઇ કરી લીધી હતી.

હાલના સંજોગોમાં હું આવા જાગવાની મુર્ખામી નહી કરુ. કરવા લાયક બીજાઘણા કામ છે, એકાદ વેફરના પેકેટમાં ૫૦-૧૦૦ ગ્રામ ઓછું આવી જાય તો નસીબ સમજી ખાઇ લેવામાં જ  ભલાઇ છે.

case of krishnakant

This entry was posted in સામાજીક and tagged , , . Bookmark the permalink.

2 Responses to ગ્રાહક સુરક્ષા એક મજાક

  1. jagdish48 says:

    આપણે ત્યાં ‘કાયદો’ અંગ્રેજી વિરાસત છે (આપણી વિરાસત ભૂલી ગયા !). ગુલામી વખતે ગુનો કરનાર ‘અંગ્રેજ’ને હળવી સજા થાય તેવા હેતુથી બનાવેલો. અને આજે પણ ફરીયાદ કરનાર ગુનેગાર હોય તેવો વ્યવહાર કરનાર પોલીસ વિચારસરણી પણ અંગ્રેજી.

  2. કાયદા બનાવવાનો અધીકાર સંસદ પાસે છે, અને એને કાયદામાં કોઇ રસ નથી. લોકપાલ તો છોડો, તેમને હાથકડી જેવુ લાગે પણ, પણ( સંસદ સભ્યને) નુકશાનકારક ના હોય તેવા કાયદા બનાવવા કે સંશોધનમાં પણ શું ચુક આવે છે.
    મને લાગે છે જાગ્રુક નાગરીકની હાલત મહાભારતના સહ્દેવ જેવી છે. બધું જ ખબર છે પણ કશું બોલવાનું નહી. પોતાનો મોંઘોમુલો સમય જે તમે કુંટુબને આપી શક્યા હોત તે છોડી એક માણસ હીંમતપુર્વક લડવા તૈયાર થાય તેનું બહુંમાન કરવાને બદલે આવા લોલીપોપ જેવા ચુકાદાથી તેનું અપમાન કરાઇ રહ્યુ છે. ક્રિશ્નાકુમાર બજાજ કે જે આ કેશ જીત્યા છે, તે અત્યારે તો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. પણ થોડાક સમય પછી તેમને પણ હકીકત સમજાય જશે, કે તેમને જાતે જ પોતાને મજાકનં પાત્ર બનાવી દીધા છે.

Leave a Reply