મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ચુંટણી સામે રોગપ્રતીકારકતા

FDI અંગે ભાજપ અને મીડીયાની ખામોશી જોઇ?  છેલ્લી વખતે આજ લોકો ગડું ફાડીને ભસતા હતા.

આ FDI ના નીર્ણય માટે અમેરિકાનો આ ત્રીજો ‘કરેંગે-યા-મરેગેં” જેવો પ્રયત્ન છે.  એટલે સ્વાભાવીક છે કાચુ ના જ કપાય. નુક્લીયર ડીલ વખતે કરેલા પ્રયત્નો અને અનુભવો તો ખરાજ. આમ પણ આવા જયચંદો થી તો આખો ભારત ખદબદે છે.

અને જોજો લગભગ દસ વર્શ શુધી આ બહારની કંપનીઓ એવું સરસ  મેનેજમેંન્ટ કરશે કે. લોકો સામેથી કહેશે કે અમારા રજ્યમાં પણ આવી ફ્રેચાઇઝી જોઇએ. પછી જ્યારે બધા જ રીટેયલરો મરી જશે ત્યારે આ દ્રેક્યુલા પોતાનું મ્હો ખોલશે.

આવી કેટલીય ઇસ્ટ ઇંડીયા કંપની પહેલેથી જ ભારતમાં આવી ચુકી છે. કારણકે ભારત તો હજારો વર્શોથી જ બોડી બામણી નુ ખેતર રહ્યુ છે. જેને મન થાય એ અહી આવી હાથ સાફ કરી જાય છે.

પહેલેથી ડીઝલ ના ભાવ વધારીને, કવર ફાયરીંગનું કામ કરી લીધું , એટલે ભાજપ, ત્રુણમુલ અને મીડીયા, બીઝી થઇ જાય. અને પાછલા બારણેથી આવા નીર્ણયો લેવાઇ જાય . ના.. એમ મફતમાં જ નહી. એમ બીઝી થવાના પણ પૈસા લાગે છે ભાઇ.. એટલે ટુંકમાં આ વખતે બધાને પોતાનો હિસ્સો બરાબર મળ્યો છે. ઍટલે જ  આટલી શાંતી છે.

કોંગ્રેસ સારી રીતે જાણે છે આ વખતની ચુંટણીમાં જીતવાના નથી. એટલે જતા પહેલા જેટલું કરાય એટલું કરી લો. અને ભાજપ પણ જાણે છે, આવતા ૭-૮ વર્સ સુધી તે આવા ગંદા નીર્ણયો નહી લઇ શકે. એટલે ભલે કોંગ્રેસના નામે એંટ્રી પડતી. દસ વર્સમાં જનતા ફરીથી ભાજપથી ધારાઇ જશે એટલે. ભાજપનો વારો આવા નીર્ણયો લેવાનો અને કોન્ગ્રેસનો વારો સ્વચ્છ દેખાવાનો.

ટુંકમાં કોંગ્રેસ અને ભાજપની આ ગંદી રમત ચાલ્યા  જ કરશે. બંને હળીમળીને રહેશે. ૫-૧૦ વર્શ તુ ગાદી પર બેશજે અને ૫-૧૦ વર્શ હું ગાદી પર બેસીસ. તુ બેસે ત્યારે મારુ ધ્યાન રાખજે અને હું બેસીસ ત્યારે તારુ ધ્યાન રાખીશ. અને જનતાની આંખમાં ધુડ નાખવા, થોડા થોડા મુદ્દાઓ લેતા જવાના.

વાઇરસ સામે તમે ગમે તેટલી દવા બનાવો પણ થોડાક જ વર્શોમાં વાઇરસ તેની સામે પ્રતીકારકતા મેળવી લે છે. બસ આમજ આ લોકોએ ચુંટણી સામે રોગપ્રતીકારકતા મેળવી લીધી છે. હવે ભાજપ આવે કે કોંગ્રેસ કોઇ જ ફરક નથી પડવાનો. દેશનો અસલી રાજા તો કોઇ બીજો જ છે. જે ભાજપ અને કોંગ્રેસથી પણ ઉપર છે.

હવે પછી આવો જ એક નીર્ણય લેવાનો છે BT રીંગણા માટે. અને કદાચ ભાજપ આવો કાતીલ નીર્ણય પોતાને માથે લેવા તૈયાર નહી થાય. ઍતલે સ્વાભાવીક છે જે જતા પહેલા કોંગ્રેસે જ આવા નીર્ણયો માથે લેવા પડશે.

This entry was posted in સામાજીક and tagged , . Bookmark the permalink.

Leave a Reply