મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

છેતરાઇ જવાનો આનંદ

હું કેટલીય વખત વાતાવરણમાં  આ લગણીનો  અનુભવ કરું છુ,

‘મને (પૈસા,સત્તા,માન) ગયુ એનો વાંધો નથી પણ સાલુ પેલો મને છેતરીને/ચાલાકીથી મેળવી ગયો એ વાત મારા મનમાંથી જતી નથી, જો એણે મને એક વાર કીધું હોત તો હું મારુ રાજપાટ આપી દોત પણ આ રીતે નહી. હવે તો મારી ઇજ્જતનો સવાલ છે”

મે ,તમે, કે આપણી આસપાસના લોકોએ ક્યારેક્ને ક્યારેક તો આ મતલબની લાગણી નો અનુભવ કર્યો જ હશે  કે આવા વિધાનો સાંભળ્યા હશે.

અને મારો એ બાબતે કોઇ વિરોધ નથી જ, આ દુનીયા શાંતી અને નબળાઇમાં શું ફરક છે તે નથી સમજતી. તમારી ઓફીસ, સંઘ, મંડળ, માં આને પોલીટીક્સ કહેવાય. અને એમાં અનીચ્છાએ પણ તમારે જોડાવુ પડે તે સ્વાભાવીક છે.

પરંતુ  દરેક રમતમાં જેમ જેમ તમે હોંશીયાર થતા જાવ તેમ તેમ રમતના નીયમો બદલાય છે. કઇક એ જ રીતે  આપણે થોડા આગળ વધીયે. જો તમે ઉપરની વાત સાથે સહમત હોય અને સાથે સાથે અ પણ માનતા હો કે તમારા ક્ષેત્રનો તમને બહોળો અનુભવ છે કે હરીફો તમારું કશું જ બગાડી શકે તેમ નથી, તો ચાલો હવે બીજા લેવલ, કે સ્ટેજની વાતો કરીયે.

આપણે સૌ જાણીએ છીએ કે એક વર્ષનું નાનુ બાળક હાથમાં લઇએ એટલે લાતો મારવા લાગે, પણ સાલુ એમાં બહુ જ મજા પડે છે. પણ જો ૫ વર્શ કે તેથી વધુ મોટૂ સંતાન લાત મારે ત્યારે લગભગ ઉપરના જેવી જ લાગણી થાય, બતાવી દઉ કે હું પણ એનો બાપ છુ. નહી?. સ્વાભાવીક છે તમે એના બાપ છો, એટલુ જ નહી એ સાબીત પણ કરી શકો એવી આવડત છે જ કે જે એનામાં નથી.  પરંતુ પીતા હોવાના નાતે તમે  ઘણી વખત જવા દો છો. અથવા ખુશ થાવ છો કેમ? કારણ તો માત્ર એક જ કે તમે પોતે હવે બાળક નથી રહ્યા. તમારી રમત બદલાઇ છે રમતના નીયમો બદલાયા છે.

કબીરે સાચે જ કહ્યુ છે.

ક્ષમા બળનકો ચાહીયે છોટનકો ઉત્પાત

હરીકો ક્યા ગયો જબ ભ્રીગુએ મારી લાત

જ્યારે ભ્રીગુ મહારાજે વિષ્ણુને લાત મારી  ત્યારે એ જરાયે ગુસ્સે ન થયા. અને એ રીતે સાબીત થયુ કે ત્રણે દેવમાં વિષ્ણું જ શ્રેષ્ઠ છે.

 

આપણે ઘણી વખત લોકોને કઇક આપવા માગીયે છીયે દાન કરવા મગીયે છે.  પણ જો કોઇ એ જ વસ્તુ છીનવી લે ત્યારે આપણે ગુસ્સે થઇએ  છીએ. પણ આપવાની બહુ જ ઉત્તમ પધ્ધતી તો આ રીતે વર્ણવી છે.

મળી જાય જગતમાં દિલદાર એવો.

આપી દે મદદ કીતં ન લાચાર બનાવે.

અને હું માનુ છુ કે આનાથી પણ  ઉત્તમ મદદ  તો એ છે કે પેલો લઇ જાય. પણ હા આ વાત દરેક માટે નથી. અને એવો પ્રયત્ન પણ ન કરો.

આ વાત માત્ર એ જ લોકો માટે કે જે રમતના નીયમોથી ઉપર ઉઠી ગયા છે, તેમજ જે સહન કરી શકે  અને કશુંક આપવા માગે અને એવા જ સમયે કોઇ   એ અવિવેકી રીતે પોતાનું માની લે.  આ લોકો માત્ર તે વસ્તુ જ નથી આપતા પણ સાથે સાથે એક સદ્ભાવનાની લહેર સમાજમાં ફેલાવે છે.

એક વાર્તા મે ક્યાંક વાંચી હતી, જે સંક્ષિપ્તમાં લખું છુ.

જ્યારે દુસ્કાળ પડે છે ત્યારે ગામનો મોટૉ વ્હેપારી ગામ છોડીને જવાની તૈયારી કરે છે ત્યારે ગામનો રાજ સંદેશ મોકલે છે કે શેઠ જાવ છો પણ એવું ગામ શોધજો જ્યાનો રાજ મધરાતે ગાળા ભરવામાં મદદ કરે.

અને શેઠ્ને એ ઘટના યાદા આવી જાય છે જ્યારે પોતાના ખેતરોમાંના મબલખ પાકમાંથી માત્ર ટેક્ષ બચાવવા માટે તે રાત્રે એક ગાડુ ભારી ઘરે લઇ જતો હતો અને સવારના પહોરે ગાડાનુ પૈડુ એક ખાડામાં ભરાઇ ગયુ હતુ ત્યારે કોઇ બુકાનીધારીએ મદદ કરી ના હોત તો આખા ગામમાં તેની નામ ખરાબ  થાત.

This entry was posted in માનવીય. Bookmark the permalink.

Leave a Reply