મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

તારી આ વિશાળતા

હમણા જ ક્યાંક મે વાંચ્યુ એક ગ્રહ મળ્યો છે જે સુર્ય કરતા અનેક ઘણુ દળ ધરાવે છે.  આજના વિજ્ઞાનીઓ પણ બાળકો જેવી જ વાતો કરે છે. ભ્રહ્માંડની એવી એવી વાતો કરે છે કે ચક્કર આવી જાય. અનેક ભ્રહ્માંડો, ભ્રહ્માંડોની અંદર અનેક ગેલેક્ષીઓ, ગેલેક્ષીઓની અંદર અનેક તારા, અને તેમાં એક નાનો અમથો તારો એટલે સુર્ય.  પાછુ અંતર માપવાનુ સાધન પણ કેવુ હાસ્યાસ્પદ, કિલોમીટર નાનુ લાગે તો ચાલો ગીગામીટર એવો કોઇ નવો એકમ લઈ આવીયે પણ  આ તો કહે છે પ્રકાસવર્સ. અહીં આપણે સૌથી નજીકના તારા સુધી પણ જવું હોય તો ૧૦૦ પ્રકાસવર્સ તો ગણી જ લેવાના એટલે કે આપણે જો પ્રકાસની ગતીએ જઇએ તો પણ ૧૦૦ વર્સ એટલે કે એક જીંદગી જોઇએ.

બ્લેકહોલ ઍટલે તારાનું ભુત, અર્થાત જ્યારે તારો મ્રુત્યુ પામે તારે તેની અંદરનું અવકાસ તત્વ ખતમ થઇ જતા માત્ર માસ (એટલે કે દળ) રહે છે. અને તેનું ગુરુત્વાકર્સણ એટલુ વધી જાય કે બીજા તારાને ખાવા લાગે. આવા અનેક બ્લેકહોલ ફરે છે, એક દીવસે ભેગા મળી આખુ ભ્રહ્માંડ એક બ્લેકહોલ બની જસે જે અનેક યુગો સુધી તે જ અવસ્થામાં રહેસે અને ફરી કે વખત ધડાકા સાથે ફાટસે અને વિસ્તારીત થૈ અનેક તારાઓ રુપે ફેલાસે જેને બીગબેંગ એવુ નામ આપ્યુ.

આજનો જમાનો વાણી સ્વતંત્રતાનો છે એટલે જનતા સાંભડી લે બિચારી, બાકી વિજ્ઞાનીકો પોતે આને થીયરી કહે. એટલે કે કદાચ આવું ના હોય. હશે, જ્યા સુધી ભ્રહ્માંડનો છેડો નહી મળે ત્યા સુધી આ શોધ ચાલ્યા જ કરશે.

આવી જ બધી વાતો સુક્ષ્મની પણ છે, આજે ઇલેટ્રોન પણ વિજ્ઞાનીકને મોટો પડે છે, ઇલેક્ટ્રોનથી પણ નાના કણોને જાણવાની વાતો ચાલે છે. ગોડ્સ પાર્ટીકલની વાતો ચાલે છે. પણ એક સીધો સાદો પ્રસ્ન કે આવુ કેમ અને સા માટે એ નથી જણાવી શક્તો, શા માટે ઇલેક્ટ્રોન પ્રોટોનની ગોળ ગોળ ફરે છે તો ખબર નહી.

જ્યારે આ વિજ્ઞાનીકને આપણે પુછીયે કે આ ભ્રહ્માંડ કોણે બનાવ્યુ, ઇશ્વર એટલે શું તો કઇક જુદુ જ બોલશે. જાણે એ બીજોજ કોઇ વિષય ના હોય. આજનો આઇન્સ્ટાઇન એટલે કે સ્ટીફન તો એમ કહે છે કે ઇશ્વર જેવુ કઇ છે જ નહી, અને આ ભ્રહ્માંડ એક coincident છે.

સર્જનની વાતો કરતી વખતે આંખ ભીની ન થાય,ગદગદ ન થવાય,નતમસ્તક ન થવાય  કે બાળક જેવી ચમક ના આવે તો તમે મુદ્દો ચુકી ગયા. નવજાત બાળક જ્યારે પહેલી વખત આંખ ખોલે અને દુનીયાની દરેક વસ્તુ જોઇને હરખાય તેવો હરખ ના આવે તો  આ આખી વાત પ્રમેય છે, ગણીત પર અધારીત એક નર્યો બકવાસ છે. જ્યા જવુ જ અશક્ય છે ત્યાની વાતો કરીને આપણે માત્ર એકબીજાનો સમય બાગાડીએ છીયે. અને જો વિસ્મય તત્વ હોય તો રોકેટની કે દુરબીનની શી જરુર, આ આકાસ છે, આ દરીયો છે, આ ધરતી છે આ પર્વતો છે, ફુલો છે પક્ષીઓ છે.જરા ધ્યાનથી જોશો તો  દરેક જગ્યાએ તમને નર્યુ વિષ્મય  ઠાંસીને ભરેલુ દેખાશે. ભલે તમે  માનો કે આ ઇશ્વરે નથી બનાવ્યુ,XYZએ બનાવ્યુ કે માત્ર ઘટના છે, પણ  એ પણ જો તમે આંખ ભીની કરીને કહેશો તો હેતુ સીધ્ધ છે આ સર્જનનો.

માણસ જો આખા ભ્રહ્માંડને ફરતે વાળ બાંધી લેશે અને ઇલેક્ટ્રોનને દોરડે બાંધસે તો પણ, પેલી વાળને પેલે પાર કૈક હશે જ. પેલા ઇલેક્ટ્રોનની અંદર પણ ભ્રહ્માંડ હોઇ શકે છે? આવી એક શંકા માત્ર માણસને અધુરો કરી નાખશે.  કેવી રીતે તુ પહોચીશ એ જગ્યા પર જ્યા કશું જ નથી. એ મહા શુન્યના માર્ગ પર તો તે એક ડગલુ પણ નથી માંડ્યુ. તારી અંદરની શુન્યતા, પામરતાનો સ્વીકાર કરીને તુ એક વાર હથીયાર હેઠા મુકીને તો જો એ મહાશુન્ય પોતાના પ્રચંડ લઘુત્વાકર્ષણથી તને પોતાની અંદર સમાવી લેશે.

This entry was posted in આધ્યાત્મીક and tagged , , . Bookmark the permalink.

One Response to તારી આ વિશાળતા

Leave a Reply