મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

લઘુત્વાકર્ષણ

આ નવો જ શબ્દ છે. હમણા થોડા દિવસો પહેલા જ મારા મનમાં આવ્યો છે. ચાલો આજે એની વ્યાખ્યા કરીયે. તમે ગુરુત્વાકર્ષણ તો જાણો જ છો. જે નથી જાણતા અથવા નથી માનતા તેમને જો પાંચમાં માળેથી ફેંકીયે તો નીચે પડશે ને? આને universal law કહેવાય. તમે માનો કે ન માનો તમે નીચે પડવાના જરૂર.

તમે બ્લેક હોલનું નામ શાંભડ્યુ છે? ભ્રહ્માંડમાં તારો મ્રુત્યુ પામે ત્યારે તેમાંનો ગેસ ખતમ થઇ જતા તે અત્યંત નાનો બને. નાનો એટલે કેટલો? એક ફુટબોલ કરતા પણ નાનો. આ સમયે તેનો ગુરુત્વાકર્ષણ ક્યાં ગયુ? તો કહે છે કે તે હજુ પણ છે.કદાચ પહેલા કરતા વધી પણ ગયુ હોય. પછી તે આમ તેમ દોડે અને રસ્તામાં આવતા બીજા તારાઓને પોતાની અંદર આકર્સે અને પોતાનામાં સમાવી લે. તેનું કદ ના વધે. પણ તેનું ગુરૂત્વાકર્ષણ વધ્યા કરે. કહે છે આ બધા બ્લેકહોલ એક દીવસ આખા ભ્રહ્માંડને એક નાના દડામાં રુપાંતરીત કરશે. જે કરોડો યુગો પછી ફાટશે. જેને બીગબેંગ થિયરી એવુ નામ આપ્યુ છે. આ બીગ બેંગ થીયરી આપણા ઋષીઓ એ અનુભવેલી છે. અને ઍટલે જ એમને एकोहम बहुस्याम भवामी નુ સુત્ર આપ્યુ.

ટુંકમાં કહુ તો ગુરૂત્વાકર્ષણ શબ્દ થોડો ખોટો થયો. અથવા આપણે ખોટા અર્થમાં લીધો. હકીકતે આકર્ષણ તો તેનું છે જેનુ વજન વધારે છે. નહી કે જે મોટો દેખાય છે. નહીતો  પેલો તારો  મરી જ ગયો હતો. અને વધારે વજન વાળૉ તારો જેમ નાનો થયો તેમ વધુ ખતરનાક બન્યો. આ અર્થમાં હું લઘુત્વાકર્ષણની વ્યાખ્યા આમ કરીશ “ કદમાં નાના પણ વજનમાં મોટા એવા તરફનું ગુરૂત્વાકર્ષણ એટલે લઘુત્વાકર્ષણ”

હવે મુદ્દાની વાત.

મારો આશય તમને વીજ્ઞાનીક બનાવવાનો નથી. જોકે તમારામાંથી ઘણાને બ્લેકહોલની જાણકારી નહી હોય અને તમને આ સરળ વ્યાખ્યા ગમશેજ.

–     આપણે ગમે તેટલા હોશીયાર હોયીએ બાળક આગળ આપણે કેવા પાલતુ કુતરા જેવા થઇ જઇએ છીએ.

–     ગમે તેટલો મોટો પંડીત હશે પણ તેને પત્ની કે દોસ્ત તરીકે ક્યારેક એક પંડીત નહી હોય. એક એવી વ્યક્તી હશે જે તેને માત્ર સાંભડે.

–     ભોળાના ભગવાન હોય તે ખોટી વાત. હું કહુ છે કે આ ભોળા લોકો એ સમાજના બ્લેકહોલ છે.

–     કેટલાય લોકો ઘણુ જાણે છે, પણ ટીમ લીડર નથી બનતા, ટીમ લીડર તે જ બને જે બ્લેક હોલ હોય.

–     ગાંધી, સ્વામી વીવેકાનંદ, નરશીંહ મહેતા કોઇ ખાસ નવી વાત નહોતા કહેતા પણ જે  કહેતા તે સાચુ કહેતા નીખાલસ અને પ્રમાણીક(વજન). નીડર બની કહેતા , કોઇ અભીમાન વીના કહેતા( હવાની ગેરહાજરી).

અભીમાન એટલે કે હું કરુ છુ તેવી ભાવના, એ એવો ગેસ છે કે આપણને જરુર કરતા મોટા બનાવે છે. પણ જ્યારે તે જાય છે ત્યારે આપણે બ્લેકહોલ બનીયે છીયે. જો તમારા વ્યક્તીત્વને બ્લેકહોલ જેવું બનાવવુ હશે તો જ્ઞાન રુપી દળ તો જોઇશે જ પણ તેના કરતા અનેક ઘણૂ જરૂરી છે કે અહંકાર રૂપી ગેસ જતો રહે.

તમે સાચા અર્થમાં મરી જશો ત્યારે જ બ્લેકહોલ બનશો.

“અહં રે અહં તુ જા મરી, બાકી જે બચશે તે હરી, તે હરી.

जब मे था तब हरी नही, अब हरी हे मे नाही

प्रेम गली अती संचरी   जा मे दो ना समाये.

 

તા .ક

–     ગરીબ એ અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા બંનેનુ બ્લેકહોલ છે, જ્યા સુધી ગરીબ છે ત્યા સુધી  અમીરો અને સમાજ સુધારકોને જીવવાનો આધાર છે.

–     સતત મહેનત કરતા દેશો જેવાકે ભારત ચીન જાપાન ને પૈસાનું રોકાણ કરવા માટે અમેરીકાની જરુર છે કારણકે અમેરીકા એ અર્થવ્યવસ્થાનુ બ્લેક હોલ છે, ત્યા ચાર્વાકનો આત્મા છે, દેવુ કરીને પણ ઘી ખાવામાં માને છે અને સાથે આળશું છે.

 

 

This entry was posted in આધ્યાત્મીક, માનવીય and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply