મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

પુરાણકાળ સેક્સ સપ્રેસ્ડ નહોતો

બારમી સદી એ ભારતવર્ષનો ટર્નીંગ પોઇન્ટ છે, હુણો આક્રમણ  થયા અને ત્યાર બાદ સતત કોઇને કોઇ આક્રમણ થયા. આ આક્રમણો સામે દેશનું પોલીટીક્સ વામણુ પુરવાર થયુ. પરંતુ દેશની પ્રજાએ પોતાને જોગ ઉપાયો શૉધી લિધા તેમા પોતાની સ્ત્રીઓને માથે ઓઠવાની પ્રથા શરુ થઇ અને એવા કેટલાય ઉપાયો થયા જેને લીધે આજનો ઉજડીયાત બૌધ્ધીક વર્ગ આપણા સમાજને સેક્સ સપ્રેસ્ડ કહે છે.

પરંતુ પૌરાણીક ભારત સમાજ પર એનુ કોઇ જવાબદારી નથી જતી, તેમજ ભારતની પ્રજા પર દોષનો ટોપલો ન ઢોળી શકાય.

સૌથી પહેલી વાત કે પુરાણૉમાં આટલા નીખાલશ ભાવે બધુ લખાયુ છે તે જ તેની નીર્દોશ હોવાનો પુરાવો છે.  એવા કેટલાય ઉદાહરણો અત્રે પ્રસ્તુત કરુ છું

*મારા મતે રાજા જનકનો દરબાર એ હંમેશા આદરનો પાત્ર રહ્યો છે, અશ્ટાવક્રથી માંડી કેટાલાય લોકોને વિદેહી જનકે પ્રોત્સાહીત કરેલા છે. અને એમનો દરબારમાં માનભેર આમંત્રણ આપે છે. આ જ દરબારમાં ગાર્ગી પહોચે. આ ગાર્ગી એવી સ્ત્રી છે જેને ક્યારેય વસ્ત્રો નથી પહેરતી. અને તેને જોઇને દરબારનો દરેક પુરૂષ માથુ જુકાવી દે છે. ત્યારે તેનો માર્મીક ટકોર કરે છે કે હજુ આ દરબાર ચામડીમાં અટવાયો છે તે કેવી રીતે ભ્રહ્મને જાણશે.

પુરાણકાળના પાત્રોને માત્ર વ્યક્તી તરીકેજે જોશે તે ક્યારેય તેના મર્મને નહી પામી શકે.જ્યારે રામનો જન્મ પણ નહોતો થયો ત્યારે પણ રામનું નામ લેવાતુ કારણકે રામ શબ્દના ઉચ્ચારણમાં જે વૈજ્ઞાનીક તત્વ છુપાયુ છે  તે આજનું વિજ્ઞાન પણ માને છે. મારા મતે શીવ એટલે ભૌતીક વિજ્ઞાન, રષાયણ વિજ્ઞાન, અને જીવ વિજ્ઞાન જ્યારે વીષ્ણૂ એટલે મનોવીજ્ઞાન. જો ન સમાજાય તો શ્રધ્ધાથી જોડાવ. નહી તો વ્યર્થ વાણી વિલાસ.

શીવ અને પાર્વતીના અંતરંગ પળૉને જે  રીતે વર્ણન થયુ છે તે વાંચીને કોઇને પણ શરમ આવે. ક્રુષ્ણએ તો જે કર્યું એમાંથી એક ટકો પણ આપણે કરવા જઇએ તો માર પળે. તેમાંય  મહારાસ તો હદ કરે છે, અળધી રાત્રે આખા ગામના બૈરા પોતપોતાના પતીને છોડીએ જંગલમાં દોડી જાય , કપળાનુ પણ ભાન ન હોય. પાછું આવી વાતો કથાકાર ખુબ રસ ઉમેરીને લાખો લોકોની વચ્ચે આનંદથી કરે. અજંટા ઇલોરાની ગુફાઓમાં શીવ અને પાર્વતીને અંતરંગ અવસ્થામાં  દોરનાર બીજુ કોઇ નહી પણ બુદ્ધ ભ્રહ્મચારીઓ હતા.  જેને શીવ-શક્તીના યુગલ સ્વરુપ પાછળનુ વિજ્ઞાન ન સમાજાય તેણે કમશે કમ આના પરથી એટલુ તો સમજવું જ કે  વાત ઘણી મોટી છે. મને નથી સમજાતી તો હજુ ક્યાંક મારી સમજણની કચાશ છે.

મંદીરોની ફરતે જે સેક્સી મુર્તીઓ હોય છે તેનો મતલબ એ નથી થતો કે વધું સંભોગ કરો, પણ એ થાય છે કે  જો તમારુ મન અહી અટક્યુ તો એને પહેલો પળાવ માનો પણ આગળ એનાથી પણ વધું શુંદર મુર્તી છે જે નરી આંખે નહી દેખાય.

ધ્યાનમાં બેઠેલા ઋષીઓને જોયુ કે પોતાને થતા અનુભવો એકંદરે તો સેક્સના અનુભવો જેવા છે. ફરક માત્ર માત્રાનો છે. ધ્યાનનો આનંદ સેક્સના આનંદ કરતા અનેક ઘણો છે. એટલુ જ નહી સ્ત્રીને થતા અનુભવ જેવો છે. તેમજ સ્ત્રીગુણ જેવાકે સમર્પણ અને નીરાભીમાનથી મળૅ છે. એટલે જ ઇશ્વરને પુરૂષ અને જીવને સ્ત્રી સ્વરુપે. અને પેલા અનુભવને તેમના મીલન સ્વરુપે આપણે વર્ણવ્યુ.  જેમાથી શરુ થઇ આપણી રાધાક્રીષ્ણ અને શીવ પાર્વતીની લીલાઓ  વધુ વિગત માટે મારો લેખ અર્ધનારીશ્વર વાંચવા વીનંતી.

શા માટે આપણી મુર્તીઓ અત્યંત સુંદર છે, ક્લીયોપેટ્રાને પણ શરમાવે તેવી અત્યંત શુંદર દેહયસ્ટીનેજ આપણે દેવી  સ્વરુપે પુજીએ છીએ. તેના માત્રુ સ્વરુપે પુજા કરવા માટે પણ કોઇ ઘરડી સ્ત્રીની મુર્તી નથી બનાવતા.

કારણ માત્ર એટલુ કે કામ વીકાર પણ એક શક્તી છે. તેને સપ્રેસ કરીને નહી તેના ઉદ્વીકરણથી જ સાત્વીક વીકાસ છે તેવી આપણી દ્રળ માન્યતા છે.  ઋષીઓએ આ માનવીય નબળાઇ/શક્તી નો અત્યંત સમજદારી પુરવક  રુપાંતરીત કરવાનો પ્રામાણીક પ્રયત્ન કર્યો છે. ક્યારેય તેને પોષવા કે ભળકાવવાનો નહી.

જો આપણૉ સમાજ સેક્સ સપ્રેસ્ડ હોત તો ક્યારેય આ બધું સંભવ ન હોત.  બાકી ઇતીહાસ તો એવી વસ્તુ છે કે જે તે સમયના સમ્રાટની ઇચ્છાથી વિના ન લખી શકાય.

પહેલા વેદોના અધ્યયનનો અધીકાર માત્ર ભ્રાહ્મણૉને હતો.  અને જ્ઞાનને ગુપ્ત જ્ઞાન તરીકે રાખતા, શીશ્યને દસ પંદર વર્ષ તળપાવતા પછી જ આ  જ્ઞાન આપતા. કારણ માત્ર એટલુ જ જ્ઞાન પચાવવાની ક્ષમતા ન હોય તો, માણસને જ્ઞાનની ઉલટીઓ થઇ જાય.

રામક્રીષ્ણ પરમહંશ માટે કાલીમાની મીત્રતા એ બંધન હતું એમ કહેવા કરતા. એ વીરાટને મળવાનૂ સુલભ પગથીયુ હતુ, તેમ કહેવુ વધુ યોગ્ય રહેશે.  અને એ વાત રામક્રુષ્ણથી વધારે કોણ સમજી શકે. જો એમ નહોત તો એ પોતે મા કાલીની હત્યા કરવા કેમ તૈયાર થાય.

આપણે આ બ્લોગ લખીયે અને બીજાના બ્લોગ વાંચીયે ત્યારે એ આપણૂં જાગ્રત મન છે. અર્ધજાગ્રત મન, તેમજ પરામન(super concious mind) તો આપણે અનુભવ્યુ પણ નથી.  ઉંઘમાં અને તેનાથી પણ આગળના સાધનાના પડાવોમાં આપણૂં જ મન  કેવા કેવા સ્વરુપો ધારણ કરે  છે, કેવા કેવા ભયસ્થાનો હોય છે.   તે વિષે  બોલવાનો અધીકાર પણ તેને જ છે જે ત્યા જઇને આવ્યો છે. ઇશ્વર આમ કૈ રસ્તામાં પળ્યો છે? ઉંઘમાં આવતા સ્વપનાઓ પર પણ  અધીકાર નથી તેવા આપણે રામક્રુષ્ણ જેવા પરમહંશની ચેષ્ટાઓ વીશે માત્ર કુતુહલ ભાવ  રાખીયે તે વધુ યોગ્ય રહેશે. બાકી તો સુર્ય પર ધૂળ ફેંકવાથી ક્યા કોઇ સુર્ય ઢંકાયો છે.

(This post was as reply to the following post, at that time. so content may not have continuity.

http://raolji.com/2012/12/22/નઘરોળ-સમાજની-અહલ્યા/)

This entry was posted in આધ્યાત્મીક, માનવીય, સામાજીક and tagged , , . Bookmark the permalink.

Leave a Reply