મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

ભડાશ

રસ્તાઓ પર વાહન ચલાવતિ વખતે અમુક લોકો બીન જરૂરી હોર્ન માર્યા કરે. બીજા દેશોમાં કરતા ભારતમાં થોડું વધારે છે. તેમાંય ગુજરાતમાં વધારે, અહી તો રીતસરના એર હોર્ન લગાડે. માણસ ભળકી જાય, ગાંડો થય જાય તે રીતે બીનજરૂરી કોલાહલ.

ચાલો આપણે આ મીડીયા જગતમાં આવીયે, કોઇ પણ પેપર ઉઠાવો, કોઇ પણ  TV ચેનલ લો ,ચારે બાજુ માત્ર આરોપો અને ફરીયાદો.  મીડીયાને તો હું સૌથી વધુ નફરત કરું છુ.જે તમે મારા મોટાભાગના લેખોમાં જોઇ શકસો.

બ્લોગજગતમાં પણ કમી નથી. જે સાંપ્રત સમસ્યા વીષેના લેખો  વાચશો.  તો લેખના અંતે એક જ સાર નીકડશે. આ તંત્ર ખરાબ છે, સરકાર ખરાબ છે. મતલબ એક જાતની ભડાશ. બીજુ કશું નહી. હું પોતે દુધે ધોયેલો છું એમ નથી. મારા પણ કેટલાક લેખો ભડાશ માત્ર છે.  ઘણી કોશીસ કરી , કે એવો કોઇ લેખ ના લખુ જેમાં કોઇ પોઝીટીવ વાત ના હોય, ઘણી વખત આખો લેખ ભડાસના આધારે હોય અને અંતે એક નાનો પોઝીટીવ ફકરો લખી સંતોષ માન્યો.

બીજો પણ એક રસપ્રદ અચરજ એ કે મારા ભડાશ વાળા લેખ વધારે વંચાયા, તેમાં દીવ્યભાસ્કર.પોર્ન તો ખાશ. અને જે લેખો સંપુર્ણ પોઝીટીવ હતા તેના પર કોઇએ દ્રસ્ટીપાત પણ નથી કર્યો. શું મારે હવે ભડાશ વાળા લેખ વધુ લખવા જોઇએ?

ઘણા લેખો માં મુદ્દો સાચો પણ બેકગ્રાઉંડ મ્યુઝીક એવું લાગે જાણે ભુતો રડતા હોય. જેમકે સામુહીક બળાત્કારના કેસમાં પણ જોશૉ તો લેખોની લાઇન લાગી ગઇ.  સલાહો પણ યોગ્ય, પણ એ સલાહો લેવા જઇએ તો સાથે સાથે ગાળૉ પણ ખાવી પડે,જેમકે જનતા બીચારી, સરકાર રાક્ષસ વગેરે વગેરે. આમ ઝહેર ઓકવાની સામુહીક કશરત. જે આવી ગાળાગાળી નથી કરી શકતા તેઓ બિચારા કવીતાઓ લખે કે અન્ય સાહીત્ય સેવા આપે.

મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે માણસને  પોતાને insecurity કોઇ ભય હોય ત્યારે તે રસ્તા પર પણ હોર્ન મારતો મારતો ચાલે.  આમ અજ્ઞાત મનમાં એક ભય છે જે આ હોર્ન દ્વારા પ્રગટ થાય છે. એવું નથી કે વિદેશોમાં insecurity નથી પણ ત્યા આપણા જેવા મોકળા મેદાનો નથી અથવા આવા ઉભરા કાઢવાની કોઇ  અન્ય રીતો છે.

કહેવાય છે કે આપણી પાશે પ્રચુર માત્રામાં ગાળૉ છે. તેથી જ આપણે જીવીએ છીયે. નહીતો આ ગાળૉની જગ્યા આપણે ખરેખર હથીયાર ઉપાડી લિધા હોત. આમ જ્યા ત્યા બ્લોગ લખી કે એકબીજાની ફેસબુક-દીવાલ ઉપર આવી ભડાશો કાઢી આપણે પોતાની અંદરનો કચરો ઠાલવી ને થોડા ફ્રેશ થઇ લઇએ છીએ. એમ જ જેમ અડૉશ પડૉશની દીવાલો ઉપર પાનની પિચકારી મારી  ફ્રેશ થવાય છે.

પેટમાં વધારે એસીડીટી થઇ જાય  તો ઉલટી કરી લેવાથી ફ્રેશ થઇ જવાય છે. કે એકાદ એલોપેથીક ગોડી લઇ લેવાથી સારૂ લાગે, અને એ જરૂરી પણ છે. આયુર્વેદ સમસ્યાને મૂળથી દુર કરે છે, પણ તેમાં સમય લાગે છે.ટુંકમાં બંનેની સરખી જરૂર છે.

પણ સમસ્યા એ છે, કે આવા ઉલટી કરેલા લેખો, વાંચતી વખતે વાંચનારની જવાબદારી ઘણી વધી જાય છે.

ઉલટી કરેલુ ભોજન શક્તીહીન અને બીમારીઓનું ઘર છે. તે જ રીતે ઉલટી કરેલા લેખો પણ મનોરોગને જન્મ આપી શકે છે. જેટલી વિવેકબુદ્ધીથી આપણે ભોજન લઇએ તેટલી જ વિવેક બુદ્ધીથી આપણે લેખ પણ વાંચવા જોઇએ. સૌથી અગત્યની વાત તો એ કે જોવા માત્રથી ઉલટી કરેલા ભોજનને ઓડખી શકાય તેજ રીતે  એક-બે વાક્યો વાંચીને પણ ઉલટી કરેલા લેખ ઓળખવાની ક્ષમતા કેડવવી પળશે. આખો લેખ વંચાઇ જાય પછી. ખબર પડે તો બહું મોડુ થઇ જાય.

અને ખાશ તો લેખકોને ભલામણ( જેમાં હું પણ આવી જાઉ છું) કે શબ્દે શબ્દે શક્તી મળે તેવા લેખ લખીયે. અને એવા લેખ લખવાની શક્તી માગીયે ઇશ્વર પાસે. તો જ આપણે સમાજમાં શક્તીનો  પ્રાણ ફુંકી શકીશું.ભલે ઓછા લોકો વાંચે ,પણ જે વાંચે તેને ઠંડક મળૅ, શક્તી મળૅ , ઘા રુઝાય તેવુ કઇક લખીયે.

શું  કહો છો?

તા.ક – આફ્રીકામાં એક પ્રજાતી એવી છે કે  જ્યારે કોઇ વ્રુક્ષને કાપવું હોય તો, આખુ ગામ તેની આજુબાજુ ભેગુ થઇ જાય અને પેટ ભરી પેલા વ્રુક્ષને ગાળૉ દે. અને કહે છે કે એક જ સપ્તાહમાં લીલુંછમ વ્રુક્ષ સુકાય જાય  અસ્તુ..

This entry was posted in માનવીય, સામાજીક and tagged , , . Bookmark the permalink.

One Response to ભડાશ

  1. lekhak tran prakar na hoy chhe .
    1. je mahiti ekthi karine teni sari rite gothavine raju kare …
    2. je lokone vadhare pasand pade evu maulik lakhan kare …
    3. je matr ane matr potani khushi mate ane potane je yogy lage evu aalekhan kare …ene e parva na hoy ke lokone gamshe ke nahin ….pan ha potani jaat sathe pramanik chokkas hoy …..

Leave a Reply