મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

આંખોનો ઉપવાસ

થોડા દિવસો પહેલા, પ્રીતીબેનનો એક લેખ હતો, જો વિજળી ન રહે તો.. એ અંતર્ગત એક કલ્પના એ હતી કે TV અને મોબાઇલ બંધ થઇ જાય એટલે જખ મારીને માણસે પોતાની આજબાજુ, અડોશી-પડૉશી સાથે સંવાદ કરવો પડે. અનાયાશે જ આવો એક પ્રયોગ અમે કર્યો.
ઘરમાં મોટાભાઇની બેબી દશમાં ધોરણમાં છે તો એને દુખ ન થાય તે માટે અમે વિચાર્યુ કે જો આપણે પણ TV કનેક્શન બંધ કરીયે તો ? લગભગ અશક્ય હતું. ઘણા કારણૉ હતા પણ ૧ માસ માટે પ્રયોગાત્મક ધોરણે કરવામાં કોઇને વાંધો ન હતો. અને એક માસ પછી ૧૦૦ ટકા ચાલું કરવાનું છે. એટલે કોઇને ટેંશન પણ ન હતું.
દાદા દાદી માટે આ ઘણો મોટો ત્યાગ કહેવાય. TV વિના દાદા કેવી રીતે આખો દીવસ કાઢે? આ ઘણૉ જ અઘરો સવાલ કહેવાય.TV એટલે ઓક્ષીજન, એના વિના ઘોર અંધારું.
પ્રાઇમ ટાઇમ થાય એટલે બધા સોફા પર આવીને બીરાજી જાય. પણ યક્ષ પ્રશ્ન એ કે કરવું શું? પહેલા દીવશે ભજનની CD લગાવીને જાણે કે શુભ શરૂવાત કરી. પછી બીજો દીવસે શું? અમારી હાલત તો પેલા ગરીબ જેવી થઇ ગઇ, જાણે આજનો રોટલો તો મળી ગયો પણ કાલે શું ખાશું? દાદી માટે એમને ગમતી એક સીરીયલ મે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને સેવા અભીયાન શરુ કર્યુ પણ એ ઘણૂ મોઘું પડ્યુ.
દિવશો જવા લાગ્યા તેમ અમારી હાલત ચરસના બંધાણી જેવી થવા લાગી. આમ ઉપરથી કોઇ ન બોલે પણ અંદરખાને તો બધાને જ TV તલબ લાગેલી રહેતી.
પણ એક વાત મે અનુંભવી કે વાતો વધતી ગઇ. જુની જુની વાતો અનાયાસ જ નીકડી જાય. તને ખબર છે તુ નાનો હતો ત્યારે આવો હતો? આપણે ત્યા ગયા તા. અને એવી બધી જાતજાતની અને ભાતભાતની વાતો નીકડે અને સમયના બંધન ન હોવાથી એમાંથી અમને બધાને રસ મળવા લાગ્યો. હા TV ના રસ આગળ તે જરૂર ફિકો હતો. પણ કહેવાય છે ને કે ભુખ્યાને પુછો તો ભગવાન પણ રોટલા જેવા દેખાતા હશે. અને ખાસ તો મુંગા મંતર રહેતા દાદા-દાદી પાસે સૌથી વધારે વાતો રહેતી અને , દરેક વાતો લાંબી લાંબી રહેતી. પણ અમારે તો એ જ પ્રાઇમ-ટાઇમ હતો. એટલે અનાયાશે જ દાદા-દાદી અમારા મુખ્ય કલાકારો બની ગયા હતા.
જોકે અમે મહીનો પુરો ન કરી શક્યા અને બસ હવે ૨-૩ દીવસમાં અમારું કનેક્શન પાછુ આવી જશે. અમારો શ્વાસ, અમારો પ્રાણ પાછો આવી જશે. TV વીના રહેવાનો આ છે અમારી સાહસ કથા.

This entry was posted in સામાજીક. Bookmark the permalink.

2 Responses to આંખોનો ઉપવાસ

  1. ઘણી હિંમત કરી! ટીવીની બાબતમાં બધી પેઢી સરખી ઉંમરની છે.

  2. આ પ્રયોગમાં તમે લક્ષ્ય બહુ મોટું રાખી દીધું …શરૂઆત પંદર દિવસે ચાર થી પાંચ કલાક ટી વી બંધ રાખીને કરશો તો વાતોનું સંધાન અને એક બીજાને સમય આપ્યાનો આનંદ આવશે જ ….ધીરે ધીરે મન એને જયારે ઝંખના કરશે ત્યારે એ સમય તમારી જાણ બહાર વધી જશે …..મને આવું વળગણ એફ એમ રેડીઓ નું છે …હું મારા ફેવરીટ આર જે ના કાર્યક્રમના સમય પ્રમાણે મારો કાર્યક્રમ એડજસ્ટ કરતી …વીજળી ના હોય તો મોબાઈલ પર સાંભળતી ….પણ પછી મેં નક્કી કર્યું કે શાંતિ ના સામ્રાજ્ય ને પણ માણવું જોઈએ ..મેં ધીરે ધીરે એની આદત પાડી અને હું એના વળગણ માંથી ઘણી ખરી બહાર આવી ચુકી છું …..
    ખેર આપને દાદા દાદીનું સાન્નિધ્ય માણવા મળ્યું એ ઘણી સારી બાબત કહી શકાય …મને લાગે છે કે વાતોથી તમને બધાએ એક બીજાને સમય આપ્યો જે અણમોલ યાદ જરૂર બની જાય …..

Leave a Reply