મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

એક નેતાની સંડૉવણી..

ચાલો દોસ્તો, આજે ફરીથી હું એક ટીકા કરનારો લેખ લખી રહ્યો છું અને તે પણ મારા હંમેશના દુશ્મન એટલે કે મીડીયા, અને ખાસ તો પ્રીંટ મીડીયા એટલે કે સમાચાર પત્રો, કારણકે TV  હું બહુ જોતો નથી, અને ટીકાઓમાં સંયમની કોશીસ પણ કરું છુ. તો ચાલો આજે આ એક નાનકડો સુતડી બોંબ ફોડી લઉ જસ્ટ.

કેટલાય વખતથી આ “એક નેતા ” મને બહું પરેશાન કરે છે. આમ તો માત્ર નેતા પુરતી સીમીત નથી, ઘણી વખત તે એક ડોકટર, એક સંત અને એવા બધા ઘણા નામોથી આવે છે. પરંતુ સાચો સબ્દ છે એક વગદાર શ્રીમંત.. ન સમજાયુ.    !!

જ્યારે પણ કોઇ મોટી ઘટના( આમ તો બ્લેકમેલ માટેનો મસાલો) બને કે જેમાં કોઇ મોટું માથુ હોય તો, આ સમાચાર પત્રો ખુબ મહેનત કરીને બધી માહીતી એકઠી કરે, અને , ત્યારે શીધી વાત છે કે દરેક જણના નામ પણ ખબર હોય. પણ બીજા દીવસે જ્યારે લેખ આવે ત્યારે બધી જ માહીતી બરાબર હોય માત્ર પેલા  મોટા માથાનું નામ ગાયબ હોય. એને બદલે આ “ઍક નેતા”  આવી જાય.  આવુ કેમ ? આજનું જ ઉદાહરણ લોને “રાજકોટના ચકચારી  અગ્નીસ્નાન કેસમાં ભાજપના એક નેતાની સંડોવણી” . ભાઇ તમારા આધારભુતુ સુત્રો જ્યારે  તમને આ માહીતી આપતા ત્યારે થોડા એ લોકો ‘એક નેતા’ કહેતા હતા.

હવે સીક્કાની બીજી બાજુ જુઓ, છાપામાં વાર તહેવારે આવતા ઘરેલુ હીંસાના લેખો, જેમકે દહેજની માંગ, પરણીતાનો બાળી મુકી, પરણીતાને માર માર્યો વગેરે વગેરે. વાંચો. ક્યાય તમને પેલો “એક માણસ” દેખાય છે. ના. ત્યા તો સરનામા સહીત પતી, માબાપ બધાના નામ લખેલા હોય. હવે તમે આ જ પત્રકારને પુછો, તમારી માહીતીનો અધાર શું?  તો કહેશે. પોલીસ સ્ટેશનમાં પરણીતાએ કરેલી ફરીયાદ.  બસ… માત્ર ફરીયાદ.  ચાલો તો પછી તમે એક વાક્ય તો લખો કે  આ માત્ર ફરીયાદ છે. અને પેલા કહેવાતા કસાઇઓ, નિર્દોશ પણ હોઇ શકે છે. હશે!!પછી આવા બધા કેસમાં કોઇ જજ પેલા લોકોને નીર્દોશ છોડે ત્યારે શું?. શું તમે માફી માગો છો? અરે ના ભાઇ એવી લપ્પન છપ્પનમાં કોણ પડે. અને પેલો “એક માણસ” જો તમારી પર માનહાની નો દાવો કરે તો?    હેં.!! શું મજાક કરો છો. એનામાં જો તાકાત હોત તો આજ કેશ  ના થવા દેત ને.

હવે સીધો સવાલ , ભાઇ  આ માત્ર “એક નેતા” એમ બે શબ્દ લખવાના તમને કેટલા લાખ મડે છે, અને પેલા બીચારા એક માણસને નાગા કરવામાં તમારો કેટલો TRP  વધે છે.

 

દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના., ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.!!!

મને એજ સમજાતુ  નથી કે શાને આવું થાય છે, ફુલડા ડુબી જતા ત્યા પથ્થરો તરી જાય છે.

અસ્તુ

 

 

 

This entry was posted in સામાજીક and tagged , , . Bookmark the permalink.

Leave a Reply