મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

મોક્ષ એટલે?

મોક્ષ, ઘણો જ આકર્શક શબ્દ છે.

અને ઘણાના જીવન નો એક માત્ર આધાર -સ્તંભ. કદાચ કોઇ વૈજ્ઞાનીક રીતે સાબીત કરી દે કે  એવુ કૈ  નથી.  કોઇ  પરમ ધામ, અક્ષરધામ, સ્વર્ગ, વૈકુંઠ, જન્નત નથી તો કદાચ કૈ કેટલાય લોકો આત્મહત્યા કરી નાખે.

મોક્ષ, એટલે કે મુક્તી. જીવનમાં ઘણાને કશાક થી મુક્ત થવું છે. ઘણાને થાક લાગે છે.  આ સંસાર દુખોનો દરીયો છે. વારંવાર લેવા પડતા જન્મ મરણ ના ફેરા માથી મુક્ત થવાની વાત લગભગ બધા જ કરે છે.

શું ખરેખર મોક્ષ મળ્યા પછી જ્ન્મ નથી?   તો કહે છે કે શાવ એવું નથી. તમે ઇચ્છો ત્યારે અવતરી શકો.

જો તમે ઇશ્વરને ચાહો તો તેના બનાવેલા સંસાર ને કેમ નફરત કરી શકો. એ ઇશ્વર તમને કેવી રીતે સ્વીકારે જ્યારે તમે આ સંસારને ગાળૉ દેતા હોવ.

જો ખરેખર મોક્ષની અવસ્થા અતી આનંદમય હોય તો શા માટે ઇસ્વરને આ સંસારનૂં સર્જન કરવું પડ્યુ.  જ્યારે આ સંસાર નહોતો ત્યારે ઇશ્વર શું એકલા અને મુક્ત અવસ્થામાં નતા. શા માટે તેમને એકલતા નડી.

કદાચ કોઇને આ રીતે ખરેખર મોક્ષ મળતો હોય તો  એવું પણ બને કે , ઇસ્વર આવી બગળેલી કેરીઓ આ સંસારને વધુ ન બગાડે, કે જે માટે સંસારનુ સર્જન  કર્યુ એ  હેતુ ને જ નસ્ટ ન કરી દે એ માટે આવા નિરસ લોકોને મોક્ષ આપતો હશે.   અથવા તો કદાચ દયા કે કરુણાવશ, મોક્ષ આપતો હશે કે ખરેખર હવે તુ ખુબ થાકી ગયો છે તો ચાલ ૨-૩ હજાર વર્શ માટે તારે જન્મ નહી લેવાનો, બસ!

મોક્ષ ને હું કદાચ આ રીતે પણ સમજી શકું.   ઇશ્વરે સંસારમાં એક લય ની સ્થાપના કરી છે. જેમકે રાત અને દીવસ. સ્વાસ અને નીશ્વાસ,  જન્મ અને મ્રુત્યુ. શીયાડો અને ઉનાડો. એમ ઘણૂ બધુ. આ સંસાર આ રૂતુ ચક્રોને આધીન છે.    આ દરેક તત્વનું મીશ્રણ અને તાલ જરુરી છે.  એવી જ રીતે છે, કર્મ અને વિશ્રામ. આખા દીવસના કામ પછી જ્યારે આપણે થાકીયે ત્યારે  ત્યારે ખુબ મીઠી નીંદર મડે છે. અને સારી ઉંઘને લીધે બીજા દીવસે આપણે પાછા તાજામાજા. શું આ એક દીવસનો મોક્ષ નહોત?. શૂં આપણે એક દીવસ માટે મુક્ત નહોતા થયા.? અને શા માટે આપણે જાગ્યા? શું ફરીથી પેલું થકવી નાખતુ કામ કરવા માટે. શું રાત્રીની મુક્ત અવસ્થા શુંદર નહોતી. ? તો કદાચ આ જ રીતે ૧૦૦ વર્શના દુખ ભર્યા જીવનમાંથી જ્યારે મ્રુત્યુની ચાદર ઓઢીયે ત્યારે કદાચ ૧૦૦ વર્શ માટે વીશ્રામ મડે, એવો કોઇ હંગામી અવસ્થા, કે જેને તમે પરમ ધામ, કે વૈકુંઠ કહો. તો  વાત વ્યાજબી છે.   પણ જેમ આપણે નીન્દ્રામાંથી જાગી જઇએ તેમ ધામમાંથી જન્મી જૈઇએ તો જ ધામનૂં મહ્ત્વ છે. નહીતો મોક્ષ મને મંજુર નથી.

મોક્ષના માર્ગે ચલનારાઓની જે પ્રાથમીક દશા છે. તેને જીવન્મુક્ત અવસ્થા કહે છે. જીવન્મુક્ત એટલે કે  શરીરમાં હોવા છતા પણ કોઇ જ બંધ નહી, મોહ નહી માયા નહી, અપેક્ષા નહી. બધુ છોડી દેવાનું અને રાહ જોવાની મ્રુત્યુની. અને જ્યારે મ્રુત્યુ આવે ત્યારે જાગ્રુત રહેવાનું અને પ્રયત્ન પુર્વક બીજા જ્ન્મથી પોતાને રોકિ લેવાનો.    કહેવું જેટલુ સરળ છે. એટલું જ અસંભવ છે.

ચાલો તમે એક પ્રયોગ કરો, છેલ્લા કેટલાય વર્શોથી હું કરું છુ, પણ આજ દીન શુધી સફળ નથી થયો. જ્યારે સુવા માટે જાવ ત્યારે સંકલ્પ કરો કે હું સુઇસ નહી. સરીર સુઇ જાય તેવા બધા પ્રયત્નો કરો, જેમકે ગરમ પાણીથી હાથ પગ ધોવો, શક્ય હોય તો ગરમ દુધ પિવો.  વગેરે, પણ જેવા પથારી મા જાવ તેવા સજાગ થઇ જાવ, એ ઘડીની રાહ જુઓ જ્યારે ખરેખર તમે સુઇ જાવો છો.  તમારું લક્ષ એવું હોવુ  જોઇએ કે તમે આખી રાત્રી જગ્રુત રહો. પણ કદાચ જો તમે એ ક્ષણ માત્ર પકડી લો કે જ્યારે ખરેખર નીદ્રાધીન થાવો છો, તો પણ જગ જીત્યા. નહીતો પછી તમે જ વિચારી લો કે જો તેમ નીંદ્રામા જતી એક ક્ષણને પણ પકડી નથી શકતા તો મ્રુત્યુ એટલે કે મહાનીન્દ્રામાં જવાની ક્ષણને કેવી રીતે પકડશો?

 

This entry was posted in આધ્યાત્મીક. Bookmark the permalink.

Leave a Reply