મિત્રો સંઘટનની ભાવનાથી ભીનુ મારુ નવુ કદમ 'www.1samaj.inતમે જરૂરથી તમારો પ્રોફાઇલ બનાવજો

अति सर्वत्र वर्जयेत्

અર્થાત  દરેક બાબતોમા વધારે પડ્તુ   ન કરવું.

જૈન સમાજ માં મોક્ષનો અતિશય કહી શકાય એવો મોહ છે. ઇશ્વરની બનાવેલી આ શ્રુસ્ટીને કોઇ પણ ભોગે છોડીને બસ ક્યાક ભાગી જવું છે. હશે દરેક્ને વીચારોની સ્વતંત્રતા છે. હાલમા બહુ ગાજેલો વિષય એટલે કે મીટબેન(પર્ય્ષણમાં માંસ પર પ્રતિબંધ) મારી દ્રસ્ટીને એક અતીષયોક્તી જ કહેવાય. જે માંસ ખાય છે. તેને૪ દિવસ જબર્જસ્તીથી શાકાહારી બનાવવો એટલે એક રીતે તો એનુ અપમાન કરવાની એક માનસીક વિક્રુતી જ કહેવાય.

આવા તો  જૈન સમાજના એવા કેટલાય દુષણો છે. જે હું માનુ છુ ત્યા સુધી ગેરકાનુની ગણવા જોઇએ અને પ્રતિબંધ મુકવો જોઇએ.

જૈન સમાજ અનેક પ્રકારના કઠીન ઉપવાસો માટે જાણીતો છે.  અને સમાજ ના કેટલાય લોકો શરમના માર્યા આવ ઉપવાસો કરે છે. અને ખાસ તો નાના બાળકો પાસે પણ ઉપવાસ કરાવવામાં આવે છે.

એટલુજ નહી આવા બાળકોના ફોટા પેપરમાં મુકે. એટલે બિચારા બીજા બાળકો જાણે કે નીચલી કોમ ના હોય એવુ લાગે.

ઉપવાસોમાં એક ઉપવાસ છે સંથારો, બહુ ઓછો જણીતો આ ઉપવાસ, જૈનોમાં બહુ પ્રચલીત છે. એમાં તમારે ત્યા સુધી ઉપવાસ કરવાના જ્યા સુધી તમારું મોત ન થાય.  આ મુદ્દો આમ જોવા જાવ તો ગેરકાનુની જ કહેવાય . કારણકે આપણા દેશમાં આત્મહત્યા કરવી કે કોઇને આત્મહત્યા માટે પ્રેરણા આપવી  એ ગેરકાનુની છે.  સામાજીક રિતે જોઇએ તો પણ , એમા દેખાદેખી નુ તત્વ ભળે છે. કુટુંબના ન જોઇતા વડીલોકે ઘરના લોકો સંથારો લેવાની પ્રેરણા આપે છે.

જૈન સમાજની બીજી એક કુપ્રથા છે દિક્ષા,  અહી સંન્યાસ લેવાની જાણે કે હોડ લાગે છે. કયા મુનીએ કેટલી દિક્ષા લેવડાવિ, તેના આંક પડે છે. અને ગર્વથી પેપરમાં પણ છપાય છે.

અહી પણ કેટલાય યુવાનો માત્ર કુટૂંબની સ્થીતિને લિધે કે કુંટૂબના દબાણથી દિક્ષા લેતા હોય છે. કેટલાય સ્થાનોએ  દિક્ષા લીધેલી છોકરીયોના માબાપને બીજા કરતા અદ્કેરું સન્માન મળે છે.  આવી જ દેખા દેખીમા માબાપો પણ સંતાનો ને દિક્ષા લેવા માટે લલચાવે છે.   આ તો જાણે ઠિક છે પણ, અત્યંત બર્બર કહી શકાય એવી બાબત તો  એ છે કે બાળકોને પણ નથી છોડવામાં આવતા.

નાના ફુલ જેવા બાળાકો જ્યારે દિક્ષા લે ત્યારે, માબાપો જાણે દિકરાની જાન લઇ જતા હોય તેમ સર્ઘસ કાઢે છે.  પણ કોઇ વિચારતુ નથી કે આ ગેરકાનુની છે.  આપણા દેશમાં નાના બાળકો લગ્નનો અધીકાર નથી, વોટ આપવાનો હક્ક નથી તો પછી સંન્યાસ નો હક્ક કઈ રીતે આપી શકાય. બાળકને મન તો બધુ જ એક રમત છે. પણ જ્યારે તેનું શરીર ૧૮ વર્ષ્નુ થશે અને વિષયો પ્રત્યે આકર્શણ થશે ત્યારે શું  પછતાશે નહી? અને એવા સમયે એ કોને કહેશે?  હુ  સરકાર ને અપીલ કરુ છુ કે , આવા બાળ સંન્યાશીઓ ને શોધી કાઢી તેમનુ કાઉન્સેલીંગ કરી એ જાણવુ  જરુરી છે કે તેમને સુ બનવુ છે.

 

This entry was posted in સામાજીક and tagged , , , , , , . Bookmark the permalink.

Leave a Reply