જો આપડે વિકિપિડીયા માં જોઇએ તો બાબર અને તેન સંતાનોનો સમયકાળ નીચે મુજબ છે.
બાબર | 1526 – 1530 |
હુમાયુ | 1530 – 1540 1555 – 1556 |
અકબર | 1556 – 1605 |
જહાંગીર | 1605 – 1627 |
આજ રીતે તુલસીદાસજી નો જન્મ ૧૫૧૧ મા થયો હતો અને મ્રુત્યુ ૧૬૨૩ મા થયુ હતુ. આમ ઉપરના શાસકો તેમના સમયકાળ માં હતા. અને જ્યારે બાબરે ગાદી છોડી ત્યારે તુલસીદાસજી માત્ર ૨૦ વર્ષના બાળક હતા. તેમને રામાયણ ૧૫૭૪ મા લખી એટલે કે અકબરના સમયમા. અકબર તેમનુ એટલુ જ સન્માન કરતો હતો જેટલુ મિરાનુ ને સુરદાસનુ.
કહેવાય છે કે તુલસીદાસે અયોધ્યા એટલા માટે છોડી કે પંડીતો વિરોધ કરતા હતા તેમના પ્રાક્રુત ભાષામા રામાયન લખવાનો.
હવે મારો સવાલ એ છે કે શા માટે તેમણે રામ જન્મભુમી કે રામમંદીર વિશે એક પણ શબ્દ લખ્યો નથી. કે પછી બાબરી મસ્જીદ અથવા મદીર તોડવા વિશે એક પણ શબ્દ લખ્યો નથી.