થોડાક બીહારીઓએ એક છોકરી પર કર્યો સામુહીક બળાત્કાર. અને જવાબમાં આખા દેશે કર્યો બળાત્કારના મુદ્દા પર સામુહીક બળાત્કાર. હીસાબ પુરો થયો. હવે દેશ શોધી રહ્યો છે બીજો શીકાર..
ખુબ જ દુખ સાથે આ કહેવું છે કે આ દેશના વિચારકોને અને આંદોલન કારીયોને શું થયું છે. કોઇ પણ સમસ્યાના ઉંડાણમાં જવાને બદલે માત્ર આવા ઉપરછલ્લા એલોપેથીક ઉપાયોમાં અંધશ્રધ્ધા રાખે છે.
સમાજ એ ભુલી જાય છે કે ગઝની પણ સારો કહેવાનું મન થાય તેવી મોટી ભુલવાની આદત છે જનતાને. યાદ છે પેલો નીઠારી કાંડ? અને આવા દરેક પ્રસંગો પર રસ્તા પર નીકડી પડતી જનતા.શું રસ્તા ઉપર નીકડી પડતી જનતા હવે દેશને અને કોર્ટને સલાહ આપશે? છે કોઇ ID કાર્ડ આ જનતા પાસે?
માત્ર શની અને રવી વાર કોઇને કોઇ બહાને પિકનીક કરવા નીકડી પડતી જનતા. અને તેમને સતત ઉસ્કેરતી મીડીયા. બંનેમાંથી કોઇને સમસ્યાના મુળ સુધી જવાની ન તો ઇચ્છા છે ન તો કોઇ લાયકાત.
હું પુછુ છુ કે સોમવારથી સુક્રવાર આજ યુવાન ક્યા ગુમ થય જાય છે. માત્ર ઝંડા લઇને નીકડી પડતા આ યુવાનો ખરેખર શંકા ઉભી કરે છે. અને કોઇ બીજા જ છુપા મક્સદને ઉજાગર કરે છે. અને તેના કરતા પણ ભયાનક વાત છે કે શની અને રવીવારની આ પિકનીકમાં તેવો પેલા બળાત્કારીઓના માથા જાણે ગીફ્ટમાં મળી જશે તેવી આશા રાખે છે.
આટલા ઓછા સમયમાં પકડી લીધા તે બાબતે પોલિસનો કોઇ અભાર નહી. પોલીસને ઉલટ તપાસ માટે કોઇ સમય નહી.કોર્ટમાં કેસ નહી, જજ તો હજુ નીમાયા નથી અને છેક રાસ્ટ્રપતી સુધી પહો્ચી ગયા કે જેની પાસે હજી તો કેસ પણ નથી આવ્યો. અને આ જ જનતા એ ભુલી જાય છે કે પેલા નીઠારીકાંડમાં મ્રુત્યુદંડ પામેલાની ફાઇલો હજી રાસ્ટ્રપતી પાસે રાહ જોવે છે.
આ રસ્તા પર નીકળી પડ્તો યુવા વર્ગ. ખરેખર પોતે તો રતીભર મહેનત કરવા નથી માગતો પરંતુ જે ખરેખર કરે છે તેને પણ પડદા પાછળ ધકેલી દે છે.
મારો એક સીધો સવાલ છે કે શું માત્ર એક બળાત્કારીને ફાંસી આપવાથી આખા દેશની સ્મસ્યાનો ઉકેલ મળી જશે. શું આ સડકો પર નીકળતા લોકોને ખબર છે કે પોતાનાજ શહેરમાં ક્યા અને કેટલા બળાત્કાર થાય છે. કેટલી બહેન દીકરીઓને વેશ્યા બનાવાય છે. કેટલી બેટીઓને તમારા જ પડોશના અનથાલયોમાં નર્કની જીદગી અપાય છે. શું આમાંથી કોઇને માટે તમે ઘરની બહાર નીકડ્યા છો. અને શા માટે તમારે ત્યારેજ રસ્તા ઉપર આવવું જ્યારે મીડીયા નક્કી કરે. શા માટે કોર્ટને પોલિસને કે કોઇને પણ તપાસની પ્રક્રિયા પુરી ન કરવા દેવી?
આ રીતે જોતા તો એ સમય દુર નથી કે દર સુક્રવારે એક નવો મુદ્દો લઇને મીડીયા તમારી સમક્ષ હજર થઇ જસે તમારા શનીવાર અને રવીવારના ખાલી સમયને ભરી દેવા માટે.
પહેલી વાત કરોડૉની વસ્તીવાળા આ દેશમાં દર એક સેકંડે એક વ્યક્તી આત્મહત્યા કરે છે. જો આ દરેક આત્મહત્યા કરનાર પરુષ મરતા પહેલા એક બળાત્કાર કરવાનું નક્કી કરે તો શુ કરશો.
કોઇકે સલાહ આપી કે દરેક છોકરીને પોલીસ પ્રોટેકશન આપો, અને આ પ્રોટેક્ટ કરતી પોલિસ બળાત્કાર કરશે તો શું કરશો. ગીચોગીચ વસ્તી અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા આપણા દેશ જો આવા ઉપાયો કરવા લાગશે તો. હું કહીશ કે દેશ રઘવાયો થયો છે. આવા બધા ફિતુરો અમેરીકાને શોભે?
કોઇકે કિધુ કાનુન સખ્ત બનાવો. IPC 498, એમ કહે છે કે સ્ત્રી જ્યારે બોલે કે મને સાસરીપક્ષ તરફથી અત્યાચર થાય છે તે સાથે જ એ બધાને જેલમાં પુરી દેવા. પુરાવા પણ ન માગવા. આ છે સખ્ત કાનુન. અને આંકડા શું કહે છે. ૯૯.૯૯% કેસો ખોટા હોય છે. સ્ત્રી કોઇ અંગત બદલ લેવા માટે ૪૯૮ લગાવે છે. આવો જ બીજો સખ્ત કાનુન બનાવવો છે શું આપડે?
હું નીરાશ કરવા નથી માગતો પરંતુ. એક જ વાત કહેવા માગું છુ કે આ સામજીક સમસ્યા છે. અને એવું કહેવાય છે કે સમાજમાં નાનુ અમથુ પણ પરીવર્તન લાવવા માટે બહુજ ધીરજની જરૂર હોય છે. ઓછામાં ઓછા ૨૫ વર્સના અથાક પ્રયત્નની જરૂર હોય છે.
અને ખાસ તો હં જણાવી દઉ કે હજારો નહી લાખોની સંખ્યામાં અવા કર્મવીરો સતત મહેનત કરી રહ્યા છે, સમાજની કોઇને કોઇ સમસ્યા સાથે બાથ ભીડે છે.જેમણે તમે ઓડખતા નથી. અને તેઓ ઓડખાવા માગતા પણ નથી હૈસોહૈસો અને ટોળાસાહીમાં એમનો સ્વાસ રુંધાય છે.સામુહીક ઉત્તેજનાઓથી દુર રહે છે પછી ભલેને તે બળાત્કાર હોય કે બળાત્કારીનો બળાત્કાર હોય.